By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જખૌના દરિયામાંથી 3૮૦ કરોડના હેરોઇન કેસમાં છ પાકિસ્તાની આરોપીને ૧૦ વર્ષની સજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છ

જખૌના દરિયામાંથી 3૮૦ કરોડના હેરોઇન કેસમાં છ પાકિસ્તાની આરોપીને ૧૦ વર્ષની સજા

Editor
Last updated: 2026/04/25 at 4:23 PM
2 months ago
Share
જખૌના દરિયામાંથી 3૮૦ કરોડના હેરોઇન કેસમાં છ પાકિસ્તાની આરોપીને ૧૦ વર્ષની સજા
SHARE

જખૌના દરિયામાંથી 3૮૦ કરોડના હેરોઇન કેસમાં છ પાકિસ્તાની આરોપીને ૧૦ વર્ષની સજા

 ૧3 સાક્ષી અને ૨૦3 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા : ભૂજ કોર્ટનો ચૂકાદો

 

અગ્ર ગુજરાત, કચ્છ

કચ્છના જખૌ દરિયાઈ સીમાડેથી વર્ષો પહેલા ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને ન્યાયતંત્રની કડક કાર્યવાહીના પરિણામે 6 પાકિસ્તાની આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાતનો દરિયાકિનારો જ્યારે નશીલા પદાર્થોની હેરાફેરી માટે નરમ પડતો જાય છે, ત્યારે ન્યાયતંત્રએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાના હાથ લાંબા છે.

કચ્છના જખૌના દરિયામાંથી અગાઉ ‘અલહુશેની’ નામની શંકાસ્પદ બોટમાંથી ઝડપાયેલા 380 કરોડના હેરોઈન કેસમાં ભુજ સેશન્સ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં પકડાયેલા 6 પાકિસ્તાની નાગરિકોને કોર્ટે તકસીરવાન ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદો સરહદી જિલ્લામાં ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

ઘટનાની વિગત મુજબ, સુરક્ષા એજન્સીઓએ જખૌના મધદરિયે એક ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની બોટને આંતરી હતી, જેમાંથી આશરે 76 કિલોગ્રામ જેટલું ઉચ્ચ ગુણવત્તાવાળું હેરોઈન મળી આવ્યું હતું. આ ડ્રગ્સના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 380 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ ભારતીય જળસીમાનો ઉપયોગ કરીને આ ઝેરીલો જથ્થો ઘુસાડવાની પેરવીમાં હતા.

કેસની ગંભીરતાને જોતા સરકારી વકીલ દ્વારા કોર્ટમાં સચોટ દલીલો રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન ન્યાયાલય સમક્ષ કુલ 13 મહત્વના સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 203 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. પુરાવાઓની કડીઓ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓનો ગુનો સ્પષ્ટપણે સાબિત થયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે દેશની સુરક્ષા અને યુવાધનને બરબાદ કરતા આવા કૃત્યોને જરા પણ ચલાવી લેવાય નહીં. અંતે, કોર્ટે તમામ 6 પાકિસ્તાની શખ્સોને 20 વર્ષની સખત કારાવાસની સજા સાથે દંડ પણ ફટકાર્યો છે. આ ચુકાદાથી ડ્રગ્સ સ્મગલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

You Might Also Like

પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ૧૬ ગામની સિનિયર IPS મુલાકાત લેશે

પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ૧૬ ગામની સિનિયર IPS મુલાકાત લેશે

કચ્છના નાના રણમાં રેતીના તોફાનમાં ફસાયેલા ૨૦થી વધારે મુસાફરોનું રેસ્કયું

કચ્છનો દરિયો નશાનો સમુદ્ર બન્યો, ૧૧૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કચ્છમાં રૂ.૭૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ પોલીસે ઝડપી પાડયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેશભરમાં ચોમાસાની ધમાકેદાર દસ્તક
ગુજરાત

દેશભરમાં ચોમાસાની ધમાકેદાર દસ્તક

Editor By Editor 11 hours ago
L&T EduTech અને આત્મીય યુનિવર્સિટી વચ્ચે મહત્વના કરારો
ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર રાજકોટના પ્રમુખ પદે પ્રોકટોલોજિસ્ટ ડો.એમ.વી.વેકરીયાની વરણી
રિસોર્ટમાં બાળકો સાથે રમતી 15 વર્ષની આનંદીનું અચાનક મોત, હાર્ટ એટેકની આશંકા
ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર શાસ્ત્રી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?