By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    38 minutes ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ

Editor
Last updated: 2026/04/27 at 5:01 PM
13 minutes ago
Share
ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ
SHARE

(તસવીર : પરેશ કાચા)

 

TRPનો કાળો પાઠ અને નવી ચેતવણી

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ

સ્મોક ડિટેક્ટર સક્રિય થતાં વાગ્યો એલાર્મ,લોકો સમયસર બહાર નીકળતાં ટળી મોટી જાનહાનિ

વેકેશનમાં વધતી ભીડ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા પર ફરી ચર્ચા ; થોડો પણ વિલંબ થયો હોત તો ફરી સર્જાત મોટી દુર્ઘટના ; મનપા અને ફાયર વિભાગની તપાસ શરૂ, નિયમોનું પાલન ચકાસાશે

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં એક વખત ફરી ગેમ ઝોનની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. થોડા સમય પહેલાં થયેલી TRP ગેમ ઝોનની ભયાનક દુર્ઘટનાની દહેશત હજુ લોકોના મનમાંથી ગાયબ થઈ નથી, ત્યારે કાલાવડ રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવતાં લોકોમાં ભય અને અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ વખતે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો થોડો પણ વિલંબ થયો હોત અથવા લોકો સમયસર બહાર ન નીકળ્યા હોત, તો મોટી જાનહાનિ નિશ્ચિત બની શકતી હતી.
રવિવારની રજા માણવા માટે મોટી સંખ્યામાં પરિવાર અને બાળકો ગેમ ઝોનમાં હાજર હતા. અચાનક ટ્રેમ્પોલીન વિસ્તાર પાસે સ્પાર્ક થવાની સાથે ધુમાડો ફેલાતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગ લાગી હોવાની બૂમો પડતાં જ લોકો તાત્કાલિક બહાર નીકળવા દોડી ગયા હતા. આ દરમિયાન નાના બાળકો અને પરિવાર સાથે આવેલા લોકો માટે પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે, ગેમ ઝોનમાં લગાવવામાં આવેલા સ્મોક ડિટેક્ટર સક્રિય થતાં જ એલાર્મ વાગવા લાગ્યા હતા, જેના કારણે લોકો ઝડપથી એલર્ટ થઈ ગયા અને બહાર નીકળી શક્યા હતા.
ઘટના સમયે હાજર યુવકે જણાવ્યું હતું કે, હું મારી નાની દીકરી સાથે ગેમ રમતો હતો ત્યારે અચાનક ધુમાડો દેખાયો. લોકો ભાગતા જોવા મળ્યા. મેં તરત જ મારી દીકરીને ઉંચકી લીધી અને પરિવાર સાથે બહાર નીકળી ગયો. થોડો પણ વિલંબ થયો હોત તો પરિસ્થિતિ ગંભીર બની શકતી હતી. ગેમ ઝોનના સંચાલક જયદીપસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ કોઈ મોટી આગ નહોતી, પરંતુ સ્મોક ડિટેક્ટર એક્ટિવ થતાં જ સેફ્ટી પ્રોટોકોલ મુજબ તમામ ગ્રાહકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણીએ પણ જણાવ્યું હતું કે, સ્મોક ડિટેક્ટર અને ઇન્ટરનલ ફાયર સિસ્ટમ કાર્યરત થતાં આગ પર સમયસર કાબૂ મેળવી લેવાયો હતો. ગેમ ઝોન પાસે તમામ જરૂરી ફાયર NOC અને મંજૂરીઓ છે, છતાં સંપૂર્ણ તપાસ બાદ જ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે, ગેમ ઝોન જેવી બંધ જગ્યા પર જો ફાયર સેફ્ટી સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત ન હોય તો પરિસ્થિતિ પળોમાં વિકરાળ સ્વરૂપ લઈ શકે છે. ખાસ કરીને વેકેશન અને રજાના દિવસોમાં ગેમ ઝોનમાં ભારે ભીડ રહેતી હોવાથી સુરક્ષા વધુ મહત્વપૂર્ણ બની જાય છે. જો આ ઘટનામાં સ્મોક ડિટેક્ટર કામ ન કરત અથવા લોકો ગભરાટમાં ફસાઈ જાત અને બહાર નીકળવામાં વિલંબ થાત, તો રાજકોટમાં ફરી TRP ગેમ ઝોન જેવી મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. અગાઉની દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા હતા, જે આજે પણ શહેર માટે દુઃખદ યાદ છે. આ કારણે હાલની ઘટના લોકો માટે ચેતવણી સમાન બની છે.
જાણકારોના મતે, ગેમ ઝોન અને મનોરંજન સ્થળોએ માત્ર કાગળ પરની મંજૂરી પૂરતી નથી, પરંતુ સમયાંતરે સુરક્ષા ઓડિટ, ફાયર ડ્રિલ અને સ્ટાફને ટ્રેનિંગ આપવી જરૂરી છે. સાથે સાથે, ઇમરજન્સી એક્ઝિટ ખુલ્લી રાખવી, વીજળીના વાયરિંગની નિયમિત તપાસ કરવી અને ભીડ નિયંત્રણ માટે સ્પષ્ટ વ્યવસ્થા હોવી જોઈએ. આ ઘટના બાદ શહેરના અન્ય ગેમ ઝોન અને મનોરંજન કેન્દ્રોમાં પણ ચકાસણી થવાની શક્યતા છે. લોકોમાં પણ હવે જાગૃતિ વધી રહી છે અને તેઓ સુરક્ષા મુદ્દે વધુ સજાગ બનતા જઈ રહ્યા છે. આખરે કહી શકાય કે, ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં બનેલી આ ઘટના વેક-અપ કોલ સમાન છે. સદનસીબે આ વખતે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક પગલાં લેવા અત્યંત જરૂરી બની ગયા છે.

ગેમ ઝોનમાં શું બન્યું હતું?

કાલાવડ રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં અચાનક સ્પાર્ક થવાથી ધુમાડો ફેલાયો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ‘આગ લાગી’ હોવાની બૂમો પડતા જ પરિવાર સાથે આવેલા લોકો તાત્કાલિક બહાર નીકળવા દોડી ગયા હતા. ગેમ ઝોનમાં લગાવવામાં આવેલા સ્મોક ડિટેક્ટર સક્રિય થતાં એલાર્મ વાગ્યો અને લોકોને એલર્ટ મળ્યું. ફાયર બ્રિગેડ અને 108ની ટીમ તરત જ પહોંચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રવિવારની ભીડ વચ્ચે આ ઘટના મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકતી હતી.

સાવચેતીના જરૂરી પગલાં

ગેમ ઝોન અને મનોરંજન કેન્દ્રોમાં ફાયર સેફ્ટી અત્યંત જરૂરી બની ગઈ છે. દરેક સ્થળે નિયમિત ફાયર ઓડિટ કરવી જોઈએ અને સ્મોક ડિટેક્ટર, ફાયર એલાર્મ અને સ્પ્રિંકલર સિસ્ટમ કાર્યરત હોવી જરૂરી છે. ઇમરજન્સી એક્ઝિટ દરવાજા ખુલ્લા અને સ્પષ્ટ હોવા જોઈએ જેથી જરૂર પડ્યે લોકો સરળતાથી બહાર નીકળી શકે. સ્ટાફને ફાયર સેફ્ટી અને ઇમરજન્સી સ્થિતિમાં કેવી રીતે કામ કરવું તેની તાલીમ આપવી જોઈએ. ઉપરાંત, વીજળીના વાયરિંગ અને સાધનોની સમયાંતરે તપાસ પણ અકસ્માતોને ટાળવા માટે મહત્વપૂર્ણ છે.

સ્થિતિ થાળે ન પડત તો શું થઈ શકતું હતું?

જો આ ઘટનામાં સ્મોક ડિટેક્ટર સમયસર કાર્યરત ન બન્યો હોત અથવા એલાર્મ ન વાગ્યો હોત, તો પરિસ્થિતિ ગંભીર બની શકતી હતી. ગેમ ઝોનમાં ભીડ વધુ હોવાને કારણે ભગદડ મચી જાનહાનિ થવાની શક્યતા વધી જાય. ખાસ કરીને નાના બાળકો અને પરિવાર સાથે આવેલા લોકો માટે જોખમ વધુ રહેતું. ધુમાડો ફેલાતાં શ્વાસ લેવામાં તકલીફ અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી, તો બચાવ કામગીરી મુશ્કેલ બની શકતી હતી. થોડો પણ વિલંબ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે તેવો સંજોગ હતો.

ભૂતકાળની ડરામણી ચેતવણી

રાજકોટમાં અગાઉ TRP ગેમ ઝોનમાં થયેલી ભયાનક આગમાં 28 લોકોના મોત થયા હતા, જે શહેર માટે દુઃખદ ઘટના બની હતી. તે સમયે ફાયર NOC સહિતની બેદરકારી સામે આવી હતી અને સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલની ફન બ્લાસ્ટ ગેમ ઝોનની ઘટના એ જ દુર્ઘટનાની યાદ તાજી કરે છે. ભલે આ વખતે જાનહાનિ ટળી હોય, પરંતુ સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ થઈ છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક નિયમો અને તેમની અમલવારી અત્યંત જરૂરી બની ગઈ છે.

ગેમ ઝોનમાં સુરક્ષા રૂપી માર્જિન પણ વ્યાપાર માટે વપરાતો હોવાની ઉઠી રાવ ?

કાલાવડ રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં બનેલી તાજેતરની આગની ઘટનાએ માત્ર સેફ્ટી સિસ્ટમ નહીં પરંતુ જગ્યા ઉપયોગ અંગે પણ નવા સવાલો ઉભા કર્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગેમ ઝોનમાં ઇમરજન્સી માટે રાખવામાં આવેલી માર્જિન જગ્યા પર સંચાલકો દ્વારા ફૂડઝોન અને ટી-પોસ્ટ જેવા સ્ટોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. આ પ્રકારનો ઉપયોગ માત્ર નિયમોની અવગણના જ નહીં પરંતુ ભવિષ્યમાં દુર્ઘટના સમયે મોટા જોખમનું કારણ બની શકે છે.
માર્જિન જગ્યા સામાન્ય રીતે આગ જેવી આફત સમયે લોકોને સરળતાથી બહાર નીકળવા અને ફાયર બ્રિગેડને કામગીરીમાં સહાયરૂપ બને તે માટે રાખવામાં આવે છે. પરંતુ જો આ જ જગ્યા પર સ્ટોલ અથવા અન્ય માળખાં ઉભા કરી દેવામાં આવે, તો ઇમરજન્સી સમયે લોકો માટે રસ્તો અવરોધિત થઈ શકે છે. ખાસ કરીને ગેમ ઝોન જેવી ભીડવાળી જગ્યાએ આ પ્રકારની બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે. આ ઉપરાંત, ગેમ ઝોનમાં બંને બાજુ સેફ્ટી ડોર રાખવામાં આવ્યા હોવા છતાં તે કાયમી ખુલ્લા રહેતા નથી તેવી ચર્ચા પણ સામે આવી છે. હાજર લોકોએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં આ દરવાજા બંધ રાખવામાં આવે છે અને જરૂર પડ્યે જ ખોલવામાં આવે છે. જો દુર્ઘટના સમયે આ દરવાજા સમયસર ન ખોલાય, તો બહાર નીકળવામાં વિલંબ થઈ શકે છે અને ભગદડ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
તાજેતરની આગની ઘટનામાં સદનસીબે સ્મોક ડિટેક્ટર અને એલાર્મ સિસ્ટમ કાર્યરત રહી હતી, જેના કારણે લોકો સમયસર બહાર નીકળી શક્યા હતા. પરંતુ આ ઘટનાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે માત્ર ટેક્નોલોજી પર નિર્ભર રહેવું પૂરતું નથી, મૂળભૂત સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત હોવી જરૂરી છે. ગેમ ઝોન અને મનોરંજન કેન્દ્રોમાં સુરક્ષા નિયમોનું કડક પાલન કરવું અનિવાર્ય છે. માર્જિન જગ્યા ખાલી રાખવી, સેફ્ટી ડોર હંમેશા ઉપયોગ માટે તૈયાર રાખવા અને ઇમરજન્સી એક્ઝિટને અવરોધમુક્ત રાખવા જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ ઘટના પછી મનપા અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર વ્યવસ્થાની તપાસ વધુ કડક બનવાની શક્યતા છે. સાથે જ, સંચાલકોને પણ હવે માત્ર વ્યવસાય નહીં પરંતુ લોકોની સલામતીને પ્રાથમિકતા આપવી પડશે, નહીં તો આવનારા સમયમાં આવી બેદરકારી ભારે પડી શકે છે.

 

You Might Also Like

સરમાં પ્રથમ વખત નામ ઉમેરાયેલા અનેક યુવાઓ મતદાન કરી શકયા નહી

 લોકશાહીની પરીક્ષા પૂર્ણ ; 25,551 ઉમેદવારોના ભાગ્યનો કાલે ફૈસલો

 રાજકોટ જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ અને તાલુકા પંચાયતમાં ૬૦.3૬ ટકા મતદાન

ગોંડલમાં નશાની હાલતમાં શખ્સે આઇસર હંકારતા હોસ્પિટલની દિવાલ સાથે અથડાયું

ગોંડલ પાસે ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: પિકઅપ પલટી ખાતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દાહોદના અભલોડમાં લગ્નના જમણવાર બાદ ૪૦૦થી વધારે મહેમાનોને ઝાડા-ઉલ્ટીની અસર
ગુજરાત

દાહોદના અભલોડમાં લગ્નના જમણવાર બાદ ૪૦૦થી વધારે મહેમાનોને ઝાડા-ઉલ્ટીની અસર

Editor By Editor 6 days ago
જેતપુરમાં રામાપીરના ઉત્સવમાં ભીડનો લાભ લઈ સોનાના ચેઈન ચોરતી ટોળકી ઝડપાઈ
રાજકોટ સહિત રાજયમાં આકરી ગરમીથી લૂ લાગવાના કેસમાં ૨૦ ટકાથી વધુનો વધારો
શિવમ પાર્કમાં થાળી વગાડી નેતાઓના વચનોનો વિરોધ
ગોંડલ પાસે ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: પિકઅપ પલટી ખાતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?