By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધાર્મિક પ્રસંગમાં દલિત સમૂદાય માટે ઘરેથી ભાણુ લાવવા ફરમાન, પાણી-બેઠક વ્યવસ્થા અલગ રાખી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધાર્મિક પ્રસંગમાં દલિત સમૂદાય માટે ઘરેથી ભાણુ લાવવા ફરમાન, પાણી-બેઠક વ્યવસ્થા અલગ રાખી

Editor
Last updated: 2026/04/30 at 5:47 PM
3 months ago
Share
ધાર્મિક પ્રસંગમાં દલિત સમૂદાય માટે ઘરેથી ભાણુ લાવવા ફરમાન, પાણી-બેઠક વ્યવસ્થા અલગ રાખી
SHARE

વિસાવદરના ભૂતડી ગામની ઘટનાથી ચકચાર મચી

ધાર્મિક પ્રસંગમાં દલિત સમૂદાય માટે ઘરેથી ભાણુ લાવવા ફરમાન, પાણી-બેઠક વ્યવસ્થા અલગ રાખી

રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આભડછેટના આક્ષેપ : અનુસૂચિત જાતિના લોકોમાં ભારો ભાર રોષ : આયોજકો અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી : ૨૧મી સદીમાં પણ પછાત માનસિકતાની ચર્ચા

અગ્ર ગુજરાત, વિસાવદર

આઝાદીના દાયકાઓ બાદ પણ સમાજમાં આભડછેટ અને જ્ઞાતિવાદની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જૂનાગઢના વિસાવદરના ભૂતડી ગામમાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રામજી મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. જેના કારણે સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની વિગત એવી છે કે ભૂતડી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા રામજી મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે આખા ગામ માટે સમૂહ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજકો અને કાર્યકરો તરીકે સેવા આપતા પાંચ શખ્સોએ અનુસૂચિત જાતિના મહોલ્લામાં જઈને ગ્રામજનોને આમંત્રણ તો આપ્યું, પરંતુ આ આમંત્રણમાં માન-સન્માનને બદલે અપમાનજનક શરતો મૂકવામાં આવી હતી.

આયોજકોએ દલિત સમાજના લોકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તમારે જમવા આવવું હોય તો ઘરેથી પોતાના થાળી અને વાટકા સાથે લઈને આવવાનું રહેશે. એટલું જ નહીં, ગામના અન્ય લોકો જમી લે ત્યારબાદ જ તમારે જમવા બેસવાનું રહેશે તેવી શરત પણ લાદવામાં આવી હતી.

​આ ગંભીર આભડછેટ અને જ્ઞાતિવાદી માનસિકતાનો ભોગ બનેલા યુવાન અજય બોરીચાએ આ બાબતે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે આયોજકોએ માત્ર વાસણોની જ શરત નહોતી મૂકી, પરંતુ દલિત સમાજ માટે બેઠક વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધા પણ ગામના અન્ય લોકોથી તદ્દન અલગ રાખવાનું નક્કી કર્યું હતું. ધાર્મિક ઉત્સવના બહાને આ પ્રકારે જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કરવામાં આવતા આખરે મામલો વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ ઘટનાને લઈને સામાજિક અગ્રણીઓ પણ મેદાનમાં આવ્યા છે અને આ પ્રકારની હલકી માનસિકતા ધરાવતા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

​આ મામલે સામાજિક અગ્રણી ઉમેશભાઈએ ચીમકી ઉચ્ચારી છે કે જો આયોજકોની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એસ.પી. કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. આઝાદ ભારતમાં બંધારણે દરેક નાગરિકને સમાન અધિકાર આપ્યા છે, ત્યારે મંદિરના પવિત્ર પ્રાંગણમાં અને તે પણ ભગવાનના પ્રસાદ લેવામાં આ પ્રકારે ભેદભાવ રાખવો તે કાયદાકીય અને નૈતિક રીતે ગુનો છે. હાલમાં વિસાવદર પોલીસે આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે અને લોકોમાં આક્રોશ ફેલાયો છે.

5 આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ

​વિસાવદર પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમ તેમજ એટ્રોસિટી એક્ટની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં જે પાંચ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે તેમાં બાબુ હપાણી, નરેન્દ્ર સીરોયા, રમણીક સોરઠીયા, અતુલ સીરોયા અને ફુલા સીરોયાનો સમાવેશ થાય છે. આ પાંચેય આરોપીઓ ભૂતડી ગામના જ રહેવાસી છે અને તેમણે ધાર્મિક પ્રસંગે જ્ઞાતિવાદી વૈમનસ્ય ફેલાવી એકબીજાને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નર્મદા કોર્ટની સજા સામે રાહત આપવા ધારાસભ્ય ચૈતર વસાવાની HCમાં અરજી
ગુજરાત

નર્મદા કોર્ટની સજા સામે રાહત આપવા ધારાસભ્ય ચૈતર વસાવાની HCમાં અરજી

Editor By Editor 5 days ago
નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ
કોર્પોરેશન ૭૮ પેઢીમાં ત્રાટકયું, ૧૧3 કિલો વાસી ખોરાકનો નાશ, ૧૬ સંચાલકોને નોટીસ
રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ માત્ર ફારસરૂપ હોવાનો કચવાટ
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે મુખ્યમંત્રી સમક્ષ ફરી ઉઠ્યો સશક્ત અવાજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?