દીવમાં વર્ષોથી ચાલતો હાઉસ ટેકસના પ્રશ્નનો કોર્ટના ચૂકાદા દ્વારા અંત
બોમ્બે હાઇકોર્ટે પીટીશન કરી રદ
અગ્ર ગુજરાત, રાજકોટ
છેલ્લા આઠેક વર્ષથી દીવમાં હાઉસ ટેકસમાં તોતીંગ વધારો કરવામાં આવેલ છે. આ વધારાનો અનેક લોકોએ જે તે સમયે નારાજગી દર્શાવી અને વિરોધ નોંધાવેલ હતો. જેમાં રાજકીય આગેવાનો, સ્થાનિક સંસ્થાઓ, વિવિધ સમાજો વગેરેનો સમાવેશ થાય છે. આ સમય દરમ્યાન મ્યુનિસિપાલિટીનું ઇલેકશન પણ આવ્યું હતું. આ ઇલેકશતનમાં જનતાએ એક જ માંગ કરેલ કે હાઉસ ટેકસમાં મહદઅંશે ઘટાડો કરો પરંતુ માત્ર આશ્વાસન મળ્યું પણ રીઝલ્ટ તો જીરો જ આવ્યું હતું.
ત્યારબાદ દીવ જિલ્લાના બે નાગરિકોએ બોમ્બે હાઇકોર્ટમાં ચારેક વર્ષ પહેલા રીટ પીટીશન દાખલ કરી હતી. આ સમગ્ર કેસના અતે હાઇકોર્ટે પોતાના ચૂકાદામાં રીટ પીટીશન રદ કરી અને આ ચૂકાદો સરકારશ્રીના તરફેણમાં આવ્યો હતો.
અત્યાર સુધી દીવ-ઘોઘલા અરબન એરિયાની જનતા અસમન્જસમાં હતી કે ટેકસ ભરવો કે નહી હવે આ કોર્ટના ચૂકાદાથી હાઉસ ટેકસના મુદ્દાનો અંત આવ્યો હતો.


