By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ  : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ  : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા

Editor
Last updated: 2026/05/05 at 5:49 PM
2 months ago
Share
અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ  : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા
SHARE

અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ  : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા

BAPS દ્વારા સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન કરતા નવમા સંસ્કારધામનું લોકાર્પણ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત “પ્રમુખરાજ સંસ્કારધામ” ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચૈતન્યના અનોખા માહોલમાં ધામધૂમપૂર્વક પૂર્ણ થયો. ત્રિદિવસીય આ પાવન મહોત્સવે રાજકોટ શહેરને ભક્તિમય બનાવી દીધું હતું, જેમાં હજારો હરિભક્તો, સંતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુભક્તિ તથા ધર્મપ્રેમની અનોખી અભિવ્યક્તિ કરી હતી.

મહોત્સવનો મંગલ પ્રારંભ તા.૨ મે, શનિવારના રોજ વહેલી સવારે ૫:૩૦ વાગ્યે વિશ્વશાંતિ મહાયજ્ઞથી કરવામાં આવ્યો હતો. મંદિરની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં વૈદિક મંત્રોચ્ચારના ગુંજન વચ્ચે યોજાયેલ આ યજ્ઞે સમગ્ર પરિસરને પવિત્ર અને દિવ્ય બનાવ્યો હતો. યજ્ઞકુંડોમાં અહૂતિઓ અર્પણ કરતાં ભક્તોએ પરોપકાર, સેવા અને સમર્પણના સંદેશને પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા મેળવી હતી. “અન્યની સેવા કરવી એ જ જીવનનું સાચું સુખ છે” જેવા સંદેશ સાથે યજ્ઞભાવનાએ ભક્તોના હૃદયમાં માનવીય મૂલ્યો પ્રત્યે નવી જાગૃતિ પેદા કરી હતી.

પ્રમુખરાજ સંસ્કારધામથી ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતો તથા નગરના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા વિધિવત્ પૂજન સાથે યાત્રાનો આરંભ થયો હતો. આ નગરયાત્રામાં અક્ષરપુરુષોત્તમ મહારાજ રથમાં વિરાજમાન રહી શહેરભરમાં ભક્તોને દર્શન આપતા હતા. સ્વામિનારાયણ મહામંત્રના ગુંજતા નાદ, કીર્તન-ભજન અને ગુરુપરંપરાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સુધી દરેક વર્ગના લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને સાંસ્કૃતિક વેશભૂષામાં સજ્જ બાળમંડળે યાત્રાની શોભામાં વધારો કર્યો હતો. નગરયાત્રામાં વ્યસનમુક્તિનો સંદેશ આપતો વિશેષ “વ્યસનમુક્તિ રથ” પણ સામેલ રહ્યો હતો, જે દ્વારા નગરજનોને વ્યસનોથી દૂર રહી સ્વસ્થ અને સંસ્કારસભર જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી. ઘોડેસવારોની આકર્ષક હાજરીએ યાત્રાની ભવ્યતા વધારી હતી. સાથે પરંપરાગત વાજિંત્રોના મધુર નાદ અને તીર-કામઠા સાથે દાહોદથી આવેલ લોકનૃત્ય મંડળીએ પોતાના પ્રાદેશિક નૃત્ય દ્વારા સમગ્ર નગરયાત્રામાં રંગ જમાવ્યો હતો. તેમની રજૂઆતથી ઉપસ્થિત નગરજનો મંત્રમુગ્ધ બની ગયા હતા.

સાંજે ૭:૩૦ વાગ્યે યોજાયેલી જાહેર રવિસભા મહોત્સવનું એક મુખ્ય આકર્ષણ બની રહી હતી. આ પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા આશીર્વચન અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામીના આશીર્વચન, પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીના માર્ગદર્શન અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના ઉર્જાસભર પ્રવચન દ્વારા ભક્તોને સંસ્કારયુક્ત અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા મળી હતી. સંતોએ પોતાના વક્તવ્યોમાં મંદિરના મહત્વને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, પરંતુ તે મનને શાંતિ આપતું, જીવનને દિશા આપતું અને માનવતાને મજબૂત બનાવતું પવિત્ર કેન્દ્ર છે.

મહોત્સવ દરમિયાન શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો અને મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મહિલા આગેવાનોમાં વોર્ડ નં. ૧૮ની કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા તથા ભારતીબેન પરસાણા ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.

તા.૪ મે, સોમવારના રોજ વહેલી સવારે પ્રમુખરાજ સંસ્કારધામ ખાતે મૂર્તિઓની વૈદિક વિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પૂજ્ય સંતોના પવિત્ર હસ્તે મંદિરના દ્વાર ખુલ્લા મુકાતા જ ભક્તોમાં અનોખો આનંદ અને ભાવવિભોરતા છવાઈ ગઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારબાદ અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૭૦ જેટલી વિવિધ વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. પ્રમુખરાજ સંસ્કારધામ હવે ભવિષ્યમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, સંસ્કાર, શિક્ષણ અને સમાજસેવાના કેન્દ્ર તરીકે સેવા આપશે તેવી ભાવના સાથે આ પાવન ધામ તમામ શહેરીજનો માટે ખુલ્લું મુકાયું છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો લો-કાર્બન સિમેન્ટ પ્લાન્ટ
અમદાવાદ

ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો લો-કાર્બન સિમેન્ટ પ્લાન્ટ

Editor By Editor 3 hours ago
રાજકોટ પોલીસમાં આંતરિક ફેરબદલ : 30 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી
 સૌરાષ્ટ્રમાં સાંબેલધાર, દક્ષિણમાં કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ
ભારતના 19 રાજ્યોમાં ચાલતું નિઃશુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશનમ અભિયાન
ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગા સ્ટુડિયોનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?