By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    13 hours ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ

Editor
Last updated: 2026/05/12 at 4:59 PM
13 hours ago
Share
 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ
SHARE

 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ

 વલસાડના આબ્રામાં વિસ્તારના પરિવારે કલેકટરને અરજી કરી : છેલ્લા ૨૦ વર્ષથી માનસિક-શારીરિક હેરાન કરતો હોવાની પિતાએ વ્યથા ઠાલવી

 

અગ્ર ગુજરાત, વલસાડ

વલસાડમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક વૃદ્ધ પિતાએ પોતાના પુત્રના અસહ્ય ત્રાસથી કંટાળીને સમગ્ર પરિવાર માટે ‘ઈચ્છા મૃત્યુ’ની પરવાનગી માંગી છે. અબ્રામા વિસ્તારમાં રહેતા આ પરિવારે કલેક્ટર સમક્ષ લેખિતમાં વિનંતી કરી છે.

વલસાડના અબ્રામા ખાતે રહેતા સુરેશભાઈ નાઈકે કલેક્ટરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમનો નાનો પુત્ર હેમંત નાઈક (ઉં.વ. 43) છેલ્લા 20 વર્ષથી દારૂના રવાડે ચઢી ગયો છે. તે દરરોજ દારૂ પીને ઘરે આવે છે અને વૃદ્ધ માતા-પિતા તેમજ જન્મથી દિવ્યાંગ બહેનને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે, આખા ઘરને નરક બનાવી દીધું છે આનો કોઈ રસ્તો કરો. પુત્ર હેમંત ઘરમાં અપશબ્દો બોલે છે, તોડફોડ કરે છે અને અસહ્ય ગંદકી ફેલાવે છે.

સુરેશ નાઈકે જણાવ્યું કે, મારો પુત્ર ધમાલ કરે છે, અશ્લિલ શબ્દો બોલે છે, અમે 20 વર્ષથી એનો ત્રાસ સહન કરીએ છીએ. તે શાંતિથી જમવા પણ દેતો નથી. અમારે હવે જીવીને શું કરવું. જો તંત્ર બીજી કોઈ જગ્યાએ એની સગવડ કરતું હોય તો અમે રાજી છીએ, પણ એ અમારા જ ઘરમાં રહીને અમારૂ જ જમીને નરક સમાન યાતના આપે એ અમને નહીં ગમે. વૃદ્ધના જણાવ્યા અનુસાર, પુત્ર ઘરે આવે ત્યારે ઘરમાં એવી દુર્ગંધ ફેલાય છે કે પરિવારનું જીવવું મુશ્કેલ બની જાય છે.

પરિવારે આ મામલે અનેકવાર પોલીસની મદદ લીધી છે. પોલીસે પુત્ર પાસે ઘણીવાર માફી પત્ર લખાવ્યા છે અને સમાજના આગેવાનોએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ સમજાવટ કે પોલીસ કાર્યવાહીની તેના પર કોઈ અસર થઈ નથી. જેલમાંથી છૂટ્યા કે પોલીસ સ્ટેશનથી આવ્યા બાદ તે બમણા વેગથી પરિવાર પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દે છે. આખરે, કોઈ ઉપાય ન રહેતા લાચાર પિતાએ કલેક્ટર સમક્ષ આ આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે.

 

પરિસ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી

જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે, આર્થિક રીતે તેઓને કોઈ મુશ્કેલી નથી. આ વૃદ્ધ રેલવેના કર્મચારી હતા. હાલ તેઓને પેન્શન મળી રહ્યું છે. તેઓનો નાનો પુત્ર હેરાન કરે છે. પુત્રથી કંટાળીને ઈચ્છામૃત્યુની માંગ કરતા તેઓને હાલ સમજાવવામાં આવ્યાં છે. ભારતના સંવિધાનમાં આવી રીતે ઈચ્છા મૃત્યુની કોઈ જોગવાઈ નથી, તેથી અમે તેમને સમજાવ્યા છે. મેં વલસાડના પ્રાંત અધિકારીને સૂચના આપી છે કે તેઓ જાતે વૃદ્ધના ઘરે જાય અને પરિસ્થિતિની સમીક્ષા કરે. પ્રથમ તબક્કે પુત્રને બોલાવીને સમજાવવામાં આવશે. જો સમજાવટથી કામ નહીં ચાલે, તો ‘સીનિયર સિટીઝન એક્ટ’ હેઠળ પુત્ર સામે કડક પગલાં લેવાશે. ઉપરાંત, CRPC ની કલમ 106 થી 110 હેઠળ તેને પાબંદ કરવામાં આવશે અને જરૂર જણાયે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.

You Might Also Like

સુરતના કાકરાપાર ડેમની નહેરમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત

 રાજુલાના છતડીયા નજીક નેશનલ હાઈવે પર ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ

 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં

 બગોદરા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં રેલમછેલ

 PNGમાં ૧.૫૦ અને CNGમાં રૂ.૧નો વધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું
રાજકોટ

મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું

Editor By Editor 7 days ago
રોડથી લઈને દરિયા માર્ગે ઘુસાડાતો 2.50 કરોડનો શરાબનો જથ્થો ઝડપાયો
૫૫ વર્ષ વટાવી ચૂકેલા કર્મચારીઓને પાણી ચૂ પકડાવવાની ચાલતી તૈયારીઓ
 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક
નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?