By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોનાની જકાતે ફરી ખોલ્યો દાણચોરીનો દરવાજો !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સોનાની જકાતે ફરી ખોલ્યો દાણચોરીનો દરવાજો !

Editor
Last updated: 2026/05/13 at 4:13 PM
1 hour ago
Share
સોનાની જકાતે ફરી ખોલ્યો દાણચોરીનો દરવાજો !
SHARE

સોનાની જકાતે ફરી ખોલ્યો દાણચોરીનો દરવાજો !

15 ટકા આયાત ડ્યુટી વધતા ‘ગોલ્ડ સ્મગ્લિંગ સિન્ડિકેટ’ ફરી સક્રિય થવાની દહેશત

ગઈકાલ સુધી દાણચોરીનો ભય બતાવતી સરકારે હવે જકાત વધારતા બજારમાં ચર્ચાઓ ગરમ : એરપોર્ટથી દરિયાઈ માર્ગ સુધી ફરી ગેરકાયદે સોનાની હેરફેરના ભણકારા

અગ્ર ગુજરાત, રાજકોટ

દેશમાં સોનાની આયાત પર 15 ટકા સુધીની જકાત લાગુ થતાં હવે ફરી એક વખત ગોલ્ડ સ્મગ્લિંગનો કાળો ધંધો જીવંત થવાની દહેશત ઉભી થઈ છે. બજારમાં ખુલ્લેઆમ ચર્ચા ચાલી રહી છે કે, જ્યાં ડયુટી વધારે ત્યાં દાણચોરી વધારે અને હવે એ જ ચક્ર ફરી શરૂ થવાની સંભાવનાઓ ઊભી થઈ રહી છે. ખાસ વાત એ છે કે ગઈ કાલે જ કેન્દ્ર સરકારે જાહેરમાં કહ્યું હતું કે સોના પર આયાત જકાત વધારવાથી દાણચોરીનો ખતરો વધી શકે છે, છતાં ટૂંકા ગાળામાં જ ડયુટી વધારાતા વેપારીઓ, જ્વેલર્સ અને અર્થશાસ્ત્રીઓમાં નવાઈ સાથે ચિંતા પણ જોવા મળી રહી છે.
ભારતમાં સોનાની માંગ વિશ્વમાં સૌથી વધુ ગણાય છે. લગ્નસરા, તહેવારો અને રોકાણ તરીકે સોનાની ભારે ખરીદી થતી હોય છે. આવી સ્થિતિમાં જ્યારે આયાત મોંઘી બને છે ત્યારે કાયદેસર વેપાર કરતાં ગેરકાયદે રસ્તા સસ્તા પડી જાય છે. નિષ્ણાતોના મતે 15 ટકા સુધીની જકાત એટલે દાણચોરો માટે સીધો પ્રોફિટ ઝોન ઉભો થવો. અગાઉ પણ જ્યારે સોનાની આયાત ડયુટી વધારવામાં આવી હતી ત્યારે દેશભરમાં દાણચોરીના અજબ-ગજબ કિસ્સાઓ બહાર આવ્યા હતા. એરપોર્ટ પર મુસાફરોના પેટમાં કેપ્સ્યુલ ગળી સોનુ લાવવાના બનાવોથી લઈને શૂઝના તળિયામાં, બેલ્ટમાં, ટ્રોલી બેગના હેન્ડલમાં, લેપટોપના સર્કિટમાં અને મહિલાઓના મેકઅપ કીટમાં સોનુ છુપાવી લાવવામાં આવતું હતું. કેટલાંક કેસોમાં તો સોનાને પેસ્ટ અથવા પાવડર સ્વરૂપે કેમિકલમાં ભેળવી લાવવામાં આવ્યું હતું.
મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને કોચીન એરપોર્ટ પર અનેક વખત એવી ગેંગ પકડાઈ હતી જે ગલ્ફ દેશોમાંથી રોજના મુસાફરો મારફતે થોડું-થોડું સોનુ ભારતમાં ઉતારતી હતી. દાણચોરો માટે સૌથી મોટો આધાર કેરિયર નેટવર્ક બન્યો હતો. ગરીબ અથવા મધ્યમવર્ગીય મુસાફરોને થોડા હજાર રૂપિયાની લાલચ આપી તેમના મારફતે સોનુ દેશમાં ઘુસાડવામાં આવતું હતું.
માત્ર એરપોર્ટ જ નહીં, દરિયાઈ માર્ગો પણ દાણચોરી માટે સૌથી સુરક્ષિત ગણાતા રહ્યા છે. ગુજરાતનો લાંબો દરિયાકિનારો વર્ષોથી ગેરકાયદે હેરફેર માટે સંવેદનશીલ માનવામાં આવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠા વિસ્તારમાં રાત્રિના સમયે બોટ મારફતે સોનાની હેરફેર થતી હોવાના કેસો અગાઉ સામે આવી ચૂક્યા છે. દાણચોરો આંતરરાષ્ટ્રીય પાણીમાં મોટી બોટમાંથી નાની બોટમાં માલ ઉતારી કિનારે પહોંચાડતા હતા.
હવે ફરી ડયુટી વધતા એ જ જૂના રસ્તા સક્રિય થાય તેવી ચર્ચા છે. સૂત્રોના મતે હવે ગેરકાયદે સોનાની હેરફેર માટે ત્રણ નવા ટ્રેન્ડ વધુ ખતરનાક બની શકે છે. પ્રથમ બોડી કેરિયર મોડ્યુલ, જેમાં મુસાફરો શરીરમાં કે કપડામાં સોનુ છુપાવી લાવે. બીજું કુરિયર અને પાર્સલ રૂટ, જેમાં મશીનરી પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અથવા ગિફ્ટ આઈટમમાં સોનુ છુપાવવામાં આવે. ત્રીજું મલ્ટી-રૂટ સ્મગ્લિંગ, જેમાં દુબઈથી નેપાળ અથવા બાંગ્લાદેશ મારફતે સોનુ ભારતમાં લાવવામાં આવે જેથી સીધી ફ્લાઈટની તપાસથી બચી શકાય.
એજન્સીઓને સૌથી વધુ ચિંતા હવે ગોલ્ડ પેસ્ટ અને લિક્વિડ ગોલ્ડ ટેક્નિકની છે. સ્મગ્લરો સોનાને કેમિકલ સ્વરૂપે ફેરવી સામાન્ય વસ્તુ જેવી અંદર લાવે અને પછી લેબમાં ફરી શુદ્ધ સોનામાં પરિવર્તિત કરે એવી પદ્ધતિ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી છે. જ્વેલરી બજારમાં માનવામાં આવે છે કે ડયુટી વધતા કાયદેસર આયાત ઘટશે અને કેશ માર્કેટ ફરી સક્રિય બનશે. હવાલા નેટવર્ક સાથે જોડાયેલા લોકો માટે પણ આ મોટો અવસર બની શકે છે. કારણ કે ગેરકાયદે સોનાની ચુકવણી મોટાભાગે હવાલા મારફતે જ કરવામાં આવતી હોય છે.
સવાલ હવે સરકારની નીતિ પર પણ ઊભો થયો છે. ગઈ કાલે જ દાણચોરીનો ભય બતાવી આયાત જકાત ન વધારવાની દલીલ કરાઈ હતી, તો હવે અચાનક વધારો કેમ ? સરકારના વર્તુળોમાં માનવામાં આવે છે કે વધતા આયાત બિલ, કરંટ એકાઉન્ટ ડેફિસિટ અને વિદેશી ચલણ પરનું દબાણ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. પરંતુ બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, જો જકાત ખૂબ ઊંચી રાખવામાં આવશે તો કાયદેસર વેપાર ઘટશે અને ગેરકાયદે નેટવર્કને બળ મળશે. હવે આગામી દિવસોમાં એરપોર્ટ, બંદરો અને સરહદી વિસ્તારોમાં કસ્ટમ્સ, ડીઆરઆઈ અને સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટો પડકાર દાણચોરી રોકવાનો રહેશે. કારણ કે ભારતનો સોનાપ્રેમ જેટલો જૂનો છે, એટલો જ જૂનો તેનો ગેરકાયદે વેપાર પણ રહ્યો છે.

અગાઉ કેવી રીતે થતી હતી સોનાની દાણચોરી ?

* પેટમાં કેપ્સ્યુલ ગળી સોનુ લાવવું
* શૂઝ, બેલ્ટ, ટ્રોલી બેગમાં છુપાવવું
* ઇલેક્ટ્રોનિક્સમાં સોનાની પ્લેટ ફિટ કરવી
* મહિલાઓના કોસ્મેટિક્સમાં ગોલ્ડ પેસ્ટ
* દરિયાઈ માર્ગે રાત્રે બોટ મારફતે સપ્લાય
* ગરીબ મુસાફરોને કેરિયર બનાવવાં

હવે કયા નવા રસ્તાથી દાણચોરી વધી શકે ?

* ગોલ્ડ પેસ્ટ અને લિક્વિડ ગોલ્ડ ટેક્નિક
* કુરિયર પાર્સલ દ્વારા સપ્લાય
* દુબઈ-નેપાળ-ભારત રૂટ
* હવાલા નેટવર્ક મારફતે પેમેન્ટ
* નાના ભાગમાં સોનુ વહેંચી અલગ-અલગ કેરિયર મારફતે એન્ટ્રી

ડયુટી વધતા કોને ફાયદો ?

* દાણચોરી ગેંગ
* હવાલા ઓપરેટરો
* ગેરકાયદે ગોલ્ડ માર્કેટ
* કેશ ટ્રાન્ઝેક્શન કરનારા વેપારીઓ

સરકાર માટે હવે સૌથી મોટો પડકાર

* એરપોર્ટ પર કડક સ્કેનિંગ
* દરિયાઈ બોર્ડર પર પેટ્રોલિંગ
* હવાલા નેટવર્ક પર કાર્યવાહી
* ગોલ્ડ પેસ્ટ અને કેમિકલ ટેસ્ટિંગ વધારવું
* આંતરરાજ્ય સ્મગ્લિંગ ગેંગ પર નજર રાખવી

 

You Might Also Like

 માધવરાવ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મોચી પ્રીમિયર લીગ – એમ.પી. એલ. 5.0” નો ભવ્ય શુભારંભ

રાજકોટ ડિવિઝન કાર્યાલયમાં મહિલા કર્મચારીઓની સુવિધા અને આરામ માટે નવીનીકૃત વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન

બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી

રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ

મારવાડી યુનિવર્સિટી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ટંકારાના યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન
રાજકોટ

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

Editor By Editor 5 days ago
રાજકોટમાં સૂર્યપ્રકોપ, ૪૨.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર
ગુજરાત સરકારનું સુગમ પોર્ટલ લોન્ચ : હવે સરકારી કામમાં નહીં પડે ધક્કા
ઉના શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સમીક્ષા
મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?