By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંકમાં ભારે ખેંચતાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંકમાં ભારે ખેંચતાણ

Editor
Last updated: 2026/05/14 at 4:09 PM
29 minutes ago
Share
 મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંકમાં ભારે ખેંચતાણ
SHARE

 વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ યોજાતા લોબિંગ કરનારને મળ્યો સમય

 મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંકમાં ભારે ખેંચતાણ

રાજકોટ, સૌરાષ્ટ્ર અને વડોદરાના સત્તાધીશો માટે ગાંધીનગરમાં ફરી મનોમંથન શરૂ : ૨૦મી બાદ નામ જાહેર થવાની અટકળો : ‘મારા’ને ગોઠવવા છેલ્લી ઘડી સુધી લડી લેતા દિગ્ગજ નેતાઓ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે હવે તમામ જિલ્લાઓમાં તેના હોદ્દેદારોની વરણી કરવાની દિશામાં ક્વાયત હાથ ધરી છે જે અંતર્ગત આજથી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો બીજો તબક્કો શરુ થયો છે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને વડોદરાની મહાનગરપાલિકાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદેદારોના નામ પર મંથન ચાલી રહ્યુ છે.

આગામી દિવસોમાં એકસાથે તમામ નામ જાહેર કરાય તેવી સંભાવના છે. પ્રદેશ ભાજપના ઉપક્રમે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો બીજો તબક્કો આજથી શરુ થયો છે. 13 અને 14 મે એમ બે દિવસ માટે મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક અગાઉ મોકુફ રાખવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ અને વડોદરાના પ્રવાસે આવનાર હોવાથી આ બંને વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો પીએમના પ્રવાસની તૈયારીઓ કરી શકે તે માટે આ સૌરાષ્ટ્ર અને વડોદરાના હોદ્દેદારોની પસંદગી મુલત્વી રાખવામા આવી હતી. અગાઉ 6,7 અને 8 મે ના રોજ મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રાજ્યના અન્ય જિલ્લાઓ પરની સુનાવણી પૂર્ણ કરી દેવાઈ હતી પીએમનો પ્રવાસ પૂર્ણ થતા હવે આજથી બે દિવસ માટે મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં સૌરાષ્ટ્ર અને વડોદરા જિલ્લાની મહાનગરપાલિકાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદેદારો પર આખરી વિચારણા કરી નામ નક્કી કરવામાં આવશે.

નોંધનીય છે કે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક 6મે થી શરુ થઈ તે પહેલા મે માસના પ્રારંભે 1,2 અને 3 મેના રોજ ભાજપના નિરીક્ષકો રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા. પ્રત્યેક હોદ્દા માટે 3-3 નામોની પેનલ નિરીક્ષકો તરફથી તૈયાર કરાઈ છે અને પાર્લામેન્ટ્રી બોર્ડમાં આ નામોની પેનલ પર જ આખરી વિચારણાઓ કરવામાં આવી રહી છે. આ પ્રકારે રાજ્યભરના હોદ્દેદારોના નામ પર વિચારણા કરી આખરી નામોની યાદી જાહેર કરાશે. તમામ નામ એકસાથે જાહેર કરાય અને તેના આધારે રાજ્યભરમાં નવા વરાયેલા હોદ્દેદારો 21 મે સુધીમાં તેમનો હોદ્દો સંભાળવાની પ્રક્રિયા પૂર્ણ કરી દે તેવી સંભાવના છે.

રાજકોટ સહિત રાજ્યની 15 મહાનગરપાલિકાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હોવા છતાં પદાધિકારીઓની નિમણૂકમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે ચૂંટણી પરિણામના 15 દિવસમાં મેયર અને અન્ય હોદ્દેદારોની જાહેરાત થઈ જતી હોય છે, પરંતુ 28 એપ્રિલના પરિણામ બાદ 16 દિવસ વીતવા છતાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નામો નક્કી કરી શક્યું નથી. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખોની નિમણૂક કરવામાં ભાજપના નેતાઓમાં કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા છે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓ અંગે કોઈ નિર્ણય જાહેર ન કરતા મ્યુનિસિપલ કમિશનરો સામાન્ય સભા બોલાવી શક્યા નથી. સામાન્ય સભા બોલાવવા માટે ત્રણ દિવસ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કમિશનર દ્વારા જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ ચૂંટણીએ પ્રક્રિયા કરવાની હોય છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ફોર્મ ભરવામાં આવે છે. જે બાદ સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે. આજે 14 મેના રોજ હજી સુધી મહાનગરપાલિકાઓમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી.

રાજ્યની નવી બનેલી 7 મહાનગરપાલિકાઓમાંથી 5માં તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે. નવા કમિશનરો ચાર્જ સંભાળે અને વ્યવસ્થા સમજે ત્યારબાદ જ સામાન્ય સભાની પ્રક્રિયા શરૂ થશે. અત્યારની સ્થિતિ જોતા 19 મે (સોમવાર) સુધી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવી મોટી મહાનગરપાલિકાઓને નવા મેયર મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.

રાજકોટમાં ઉત્તેજના વધારે તેજ બની

રાજકોટ મનપામાં હોદેદારો માટે ઉત્તેજનામાં વધારો થયો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મેયર માટે નરેન્દ્રસિંહ જાડેજા અને ડો.નેહલ શુકલ રેસમાં આગળ છે. જયારે સ્ટે.ચેરમેન માટે પરેશ પીપળીયા, સંજયસિંહ રાણા, ડે.મેયર માટે રઘુવંશી સમાજના કોર્પોરેટર ઉપરાંત હિરેન ખીમાણીયા, અશ્વિન ભોરણીયા, માલતીબેન લાઠીયા, અંજનાબેન મોરઝરીયા, ડો.રિંકલ મેઘાણીના નામની પણ ચર્ચા થઇ રહી છે.

You Might Also Like

સૌરાષ્ટ્રમાં ત્રણ ગંભીર બનાવમાં ૧૦ લોકોના મોત

રાજકોટમાં ‘રાજકોટ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન

 સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન

રાણસિકીના દવે પરિવારનું ગૌરવ વધારતા ડૉ. આશા અર્જૂન દવે

વાવડીમાં શ્રમિક યુવક પર મિત્રનો પથ્થરોના ઘા ઝીકી જીવલેણ હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
ધર્મ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

Editor By Editor 5 days ago
તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું
રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ
પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ
વાવડીમાં શ્રમિક યુવક પર મિત્રનો પથ્થરોના ઘા ઝીકી જીવલેણ હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?