By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ન્યારી ડેમે રીલ બનાવવા પહોંચેલા અમદાવાદના બે વિદ્યાર્થી SOG ની ઝપટે ચડી ગયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ન્યારી ડેમે રીલ બનાવવા પહોંચેલા અમદાવાદના બે વિદ્યાર્થી SOG ની ઝપટે ચડી ગયા

Editor
Last updated: 2026/05/16 at 4:04 PM
1 hour ago
Share
ન્યારી ડેમે રીલ બનાવવા પહોંચેલા અમદાવાદના બે વિદ્યાર્થી SOG ની ઝપટે ચડી ગયા
SHARE

હાથમાં જર્મન પિસ્તોલ, લક્ઝરી કારમાં સીન સપાટા

ન્યારી ડેમે રીલ બનાવવા પહોંચેલા અમદાવાદના બે વિદ્યાર્થી SOG ની ઝપટે ચડી ગયા

ત્રીજો ઝડપાયેલ રાજકોટનો સગીર સંબંધીના ઘરેથી લાવ્યો હતો લાયસન્સવાળું હથિયાર

અમદાવાદનો ઝડપાયેલ બુટલેગર પુત્ર ફરી વિવાદમાં; અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ધમાલ મચાવી ગાડીઓમાં કરી હતી તોડફોડ

હથિયાર, કારતુસ, અને લક્ઝરી કાર સહિત રૂ.83.65 લાખનો મુદ્દામાલ જપ્ત

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો અને નશીલા પદાર્થો સામે પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે ત્યારે એસ.ઓ.જી. ટીમે ફિલ્મી અંદાજમાં ફરતા ત્રણ યુવકોને પિસ્તોલ સાથે ઝડપી પાડતા શહેરમાં ભારે ચર્ચા જાગી છે. લક્ઝરી કારમાં ફરવા નીકળેલા અમદાવાદ-ગાંધીનગરના બે વિદ્યાર્થી અને રાજકોટના એક સગીર પાસેેથી જર્મન બનાવટની પિસ્તોલ, જીવતું કાર્ટીસ, મોંઘીદાટ કાર અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.83.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા યુવકો ન્યારી ડેમ વિસ્તારમાં હથિયાર સાથે ‘સીન સપાટા’, ફોટોશૂટ અને રીલ બનાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ તેમના શોખ પર એસ.ઓ.જી.ની સતર્ક નજર પડી જતા આખો ખેલ ખુલ્લો પડી ગયો હતો.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગેરકાયદેસર હથિયારો સામે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે એસ.ઓ.જી. શાખાના પીઆઈ એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઈ વી.વી. ધ્રાંગુ અને નાર્કોટિક્સ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ન્યારી ડેમ મેઇન રોડ પર સરલા કામદાર રોટરી પાર્ક પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલી નંબર GJ-01-KW-0007 વાળી લક્ઝરી કાર પર પોલીસની નજર ગઈ હતી. કારમાં બેઠેલા યુવકોની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી જર્મન બનાવટની પિસ્તોલ અને જીવતું કાર્ટીસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય ધ્રુમીલ અમીતભાઈ ઠાકોર તથા ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત રાજકોટના કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂ.1.25 લાખ કિંમતની જર્મન બનાવટની પિસ્તોલ, જીવતું કાર્ટીસ, રૂ.80 લાખની લક્ઝરી કાર અને અંદાજે રૂ.2.40 લાખના 3 મોબાઇલ ફોન મળી કુલ રૂ.83,65,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ બનાવમાં સૌથી વધુ ચર્ચા ગાંધીનગરના કુડાસણના રહેવાસી આદિત્યસિંહ રાઠોડને લઈને થઈ રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આદિત્યસિંહ એક નામચીન બુટલેગરના પુત્ર તરીકે ઓળખાય છે અને અગાઉથી જ ન્યુસન્સ સર્જવા માટે જાણીતો રહ્યો છે. પોલીસના રેકોર્ડ પ્રમાણે તેની સામે અગાઉ અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બે, નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક તથા ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ ચાર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલા ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ આદિત્યસિંહે મિત્રો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. ગાડીઓમાં તોડફોડ અને ગેરવર્તણૂકના બનાવમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. હવે ફરી એકવાર હથિયાર સાથે ઝડપાતા તેની રીલબાજ અને બેફામ જીવનશૈલી ચર્ચામાં આવી ગઈ છે.
પોલીસ તપાસ દરમિયાન મહત્વની માહિતી સામે આવી હતી કે, ઝડપાયેલ પિસ્તોલ લાયસન્સવાળી હોવાનું જાણવા મળ્યું છે. આ હથિયાર રાજકોટના સગીરે પોતાના સંબંધીના ઘરેથી લાવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, હથિયાર લાયસન્સ હોવા છતાં તે અન્ય લોકો સુધી કેવી રીતે પહોંચ્યું અને જાહેર સ્થળે કેમ લાવવામાં આવ્યું તે મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં સોશિયલ મીડિયા પર રીલ અને સ્ટેટસ માટે યુવાઓમાં જોખમી સ્ટંટ, હથિયાર સાથે ફોટોશૂટ અને દાદાગીરી દર્શાવવાની હોડ વધી રહી છે. આવી હરકતો ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. માત્ર દેખાડા માટે હથિયાર સાથે ફરવું કે જાહેર સ્થળે તેનો પ્રદર્શન કરવું ગંભીર ગુનો બની શકે છે. સદભાગ્યે આ બનાવમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી, પરંતુ સમયસર પોલીસે કાર્યવાહી ન કરી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.ફિલ્મી અંદાજમાં દબદબો ઉભો કરવાની કોશિશમાં નીકળેલા યુવકોને હવે કાયદાનો કડક પાઠ ભણવાનો વારો આવ્યો છે. રાજકોટ પોલીસની આ કાર્યવાહી શહેરના અન્ય યુવાઓ માટે પણ ચેતવણી સમાન માનવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન એસ.ઓ.જી. શાખાના પીઆઈ એન.બી. ચૌધરી, પીએસઆઈ વી.વી. ધ્રાંગુ, એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઈ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ મૌલિકભાઈ સાવલિયા, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા તેમજ ક્યુઆરટી ટીમના અશ્વીનભાઈ ડાંગર, જનકસિંહ ગોહિલ, ચાપરાજભાઈ દોરિલા, શક્તિસિંહ ગોહિલ અને ડ્રાઇવર રાહુલભાઈ મકવાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

You Might Also Like

 IAS બાદ હવે IPSની બદલીની સંભવિત તૈયારીઓ

 મનપા ગત વર્ષના પુસ્તકોનું ૧૦ ટકાથી વેંચાણ કરશે

પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય

 જૂના વેંચાયા વગર જર્જરીત થયા ત્યાં ૨૬૭૯ નવા આવાસ બનાવવા જાહેરાત

 રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મનપા ગત વર્ષના પુસ્તકોનું ૧૦ ટકાથી વેંચાણ કરશે
રાજકોટ

 મનપા ગત વર્ષના પુસ્તકોનું ૧૦ ટકાથી વેંચાણ કરશે

Editor By Editor 47 minutes ago
બિગકેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે સાસણ ગીરમાં સમીટનો ભવ્ય પ્રારંભ
 રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર
જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી
ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?