મોરબીમાં ટ્રાફિક ડ્રાઇવ : નિયમ તોડનાર વાહન ચાલકો સામે કાર્યવાહી
3૦ હજારનો મુદામાલ જપ્ત કરાયો
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી શહેરના રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મોરબી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફ્લો, ટ્રાફિક શાખા અને મહિલા પોલીસની ટીમોએ મોરચો સંભાળ્યો હતો.
પોલીસે શહેરના તમામ મુખ્ય પોઈન્ટ્સ પર ટ્રાફિક ચેકિંગ મજબૂત કર્યું હતું અને જનતામાં જાગૃતતા લાવવા માટે પ્રયાસો કર્યા હતા. આ ઓપરેશનમાં જાહેરનામાનો ભંગ કરનારા તેમજ કાયદો હાથમાં લેનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી ૨ વાહનો કબ્જે કરાયા હતા અને ૧૧ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. મોરબી પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જરાય ચલાવી લેવામાં આવશે નહીં. ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી રૂપિયા ૩૦,૫૦૦/-નો દંડ વસુલ કરાયો હતો.


