મેરા યુવા ભારત દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે વીર સાવરકર જન્મ જયંતી નીમિતે નિબંધ સ્પર્ધા યોજાઈ
૧૦૦થી વધારે વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
મુખ્ય મહેમાન અને વકતા ભાજપ અગ્રણી કાથડભાઈ ડાંગર, પોલીટેક્નિક કોલેજના પ્રિન્સિપાલ ડો. આશીતભાઈ પંડયા, મિકેનિકલ એન્જી. ના HOD ડો. એચ.આર. સપ્રમેર અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળના હસ્તે વિજેતા સ્પર્ધકોને શિલ્ડ અને સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ રાજકોટ ખાતે વીર સાવરકરજીની જન્મ જયંતી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન રાજકોટ જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભરથાર સાહેબ તથા માય ભારતના રાજુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વોર્ડ નં.૧ના પ્રભારી કાથડભાઈ ડાંગર પોલટેક્નિક કોલેજના પ્રિન્સિપાલ ડો. આશીતભાઈ પંડયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયાના વરિષ્ઠ અગ્રણી અરૂણભાઇ નિર્મળ, તથા રાજુભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહી વિર સાવરકરજી ને પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત 100 વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ભાજપ અગ્રણી કાથડભાઈ ડાંગર, પોલીટેક્નિક કોલેજના પ્રિન્સિપાલ ડો. આશીતભાઈ પંડયા, મિકેનિકલ એન્જી. ના HOD ડો. એચ.આર. સપ્રમેર અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળ ના વરદ હસ્તે શિલ્ડ અને સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
વીર સાવરકરજી વિષયક નિબંધ સ્પર્ધામાં જજીસ તરીકે પ્રો. ટાંક, પ્રો. સાવન પ્રજાપતિ એ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન સરડવા, આભારવિધિ એસ.કે. ચારોલા, પ્રિન્સિપાલ હિતેન્દ્રસિંહ ડોડીયાએ કરી હતી. આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા યુવાનોમાં દેશ પ્રત્યેનો પ્રેમ વધે છે અને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા મળે છે, એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


