વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કાર્યક્રમ ’મન કી બાત’ આવતીકાલે યોજાશે
સવારે ૧૧ વાગ્યે વડાપ્રધાન લોકો સાથે જોડાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો લોકપ્રિય કાર્યક્રમ ’’મન કી બાત’’ દ્વારા દર માસના અંતિમ રવીવારે ’મન કી બાત’ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ માસનો ’મન કી બાત’ નો કાર્યક્રમ આવતીકાલે તા. ૩૧-૦૫-૨૦૨૬ ને રવીવારે સવારે ૧૧.૦૦ કલાકે યોજવામાં આવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ’મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે જોડાશે.
આ કાર્યક્રમ મારફત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશવાસીઓ સાથે સંપર્કમાં રહે છે અને દેશવાસીઓ પાસેથી આવેલ વિવિધ સુચનો અંગે ચર્ચા-પરિસંવાદ કરવામાં આવે છે આ કાર્યક્રમનું ડી.ડી. ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. તેમજ રાજકોટ મહાનગરના તમામ વોર્ડમાં રાજકોટ શહેરના હોદેદારો જોડાઇને કાર્યક્રમને નિહાળશે. તો આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે.
રાજકોટ મહાનગરમાં ’મન કી બાત’ કાર્યક્રમની વ્યવસ્થા ’મન કી બાત’ ના ઇન્ચાર્જ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, મંત્રી ભરતભાઇ શીંગાળા તેમજ વિધાનસભા-૬૮માં પરાગ મહેતા, વિધાનસભા-૬૯માં દશરથ વાળા, વિધાનસભા-૭૦માં યોગેશ ભુવા અને વિધાનસભા-૭૧ માં રસિકભાઇ કાવઠીયા તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા અને સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે વ્યવસ્થા સંભાળી રહયા છે.


