By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાયબર માફિયાઓ સામે ગુજરાત સરકારનો મોટો પ્રહાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સાયબર માફિયાઓ સામે ગુજરાત સરકારનો મોટો પ્રહાર

Editor
Last updated: 2026/06/02 at 4:25 PM
2 days ago
Share
સાયબર માફિયાઓ સામે ગુજરાત સરકારનો મોટો પ્રહાર
SHARE

સાયબર માફિયાઓ સામે ગુજરાત સરકારનો મોટો પ્રહાર

આજથી ઓપરેશન મ્યુલ હંટ 2.0 નો રાજ્યવ્યાપી પ્રારંભ

હર્ષ સંઘવીની મોડી રાત સુધી મેરેથોન બેઠક; પોલીસ, સાયબર નિષ્ણાતો અને બેંકોના સંકલનથી શંકાસ્પદ ખાતાધારકો પર કડક કાર્યવાહી થશે

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં ઝડપથી વધી રહેલા સાયબર ગુનાઓ, ઓનલાઈન છેતરપિંડી અને નાણાકીય ફ્રોડના વધતા જોખમ વચ્ચે રાજ્ય સરકારે હવે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી લૂંટતા સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે આજથી સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. આ અભિયાન દ્વારા સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા શંકાસ્પદ બેંક ખાતાઓ અને તેના સંચાલકોને શોધી કાઢીને કાયદાના શિકંજામાં લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ મહત્વાકાંક્ષી અભિયાનના પ્રારંભ પૂર્વે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોડી રાત્રે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, સાયબર સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતો તેમજ વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઉપરાંત રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓ વિડીયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા.
બેઠક દરમિયાન રાજ્યમાં વધતા ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન ટાસ્ક ફ્રોડ, બેંકિંગ સ્કેમ અને અન્ય સાયબર ગુનાઓની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અગાઉ ચલાવવામાં આવેલા ‘મ્યુલ હંટ 1.0’ના પરિણામોનું મૂલ્યાંકન કરીને આગામી કામગીરી માટેની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે સાયબર ગુનાખોરીમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કાયદાકીય કાર્યવાહીથી બચવા ન દેવામાં આવે.
મ્યુલ એકાઉન્ટ્સ પર રહેશે ખાસ નજર
સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડીથી મેળવવામાં આવેલા નાણાં સીધા પોતાના ખાતામાં જમા કરાવવાને બદલે અન્ય લોકોના નામે ખોલાવવામાં આવેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આવા ખાતાઓને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. ગુનેગારો આ ખાતાઓનો ઉપયોગ નાણાંને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે કરે છે, જેના કારણે તેમની ઓળખ સુધી પહોંચવું મુશ્કેલ બને છે.
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ હેઠળ આવા શંકાસ્પદ ખાતાઓની ઓળખ કરી તેમને તાત્કાલિક ફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ ખાતા ખોલાવનાર, તેનો ઉપયોગ કરનાર અને સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા લોકોની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાનને અસરકારક બનાવવા માટે રાજ્ય પોલીસ અને વિવિધ સરકારી-ખાનગી બેંકો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ધરાવતા ખાતાઓની માહિતી ઝડપથી એકત્રિત કરીને તેના આધારે તપાસ આગળ વધારવામાં આવશે.
રાજ્યના તમામ જિલ્લા સાયબર સેલને 24 કલાક સજ્જ રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યાં જ્યાં શંકાસ્પદ પ્રવૃત્તિઓની માહિતી મળશે ત્યાં તાત્કાલિક દરોડા અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર અભિયાનની મોનિટરિંગ પણ ઉચ્ચ કક્ષાએથી કરવામાં આવશે.
પોલીસના પ્રાથમિક તારણો મુજબ અનેક કિસ્સાઓમાં વિદેશમાં બેઠેલા સાયબર માફિયાઓ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સ્થાનિક એજન્ટોની મદદથી મ્યુલ એકાઉન્ટ્સ ઊભા કરે છે. આ એજન્ટો કમિશનની લાલચ આપીને સામાન્ય લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજો મેળવી બેંક ખાતા ખોલાવે છે. પછી આ ખાતાઓનો ઉપયોગ કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીમાં થાય છે. તેથી ‘મ્યુલ હંટ 2.0’ દરમિયાન પોલીસ આવા સ્થાનિક કડીઓ સુધી પહોંચીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરશે. અધિકારીઓનું માનવું છે કે સ્થાનિક સ્તરે કાર્યરત એજન્ટો સામે કડક કાર્યવાહી થવાથી વિદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવાનો માર્ગ સરળ બનશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને પણ સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે કોઈપણ અજાણી વ્યક્તિને લાલચમાં આવીને પોતાનું બેંક ખાતું, એટીએમ કાર્ડ, ચેકબુક અથવા પીન નંબર સોંપવો નહીં. ઘણા લોકો થોડી કમાણીની આશામાં પોતાના ખાતાની વિગતો અન્ય લોકોને આપી દેતા હોય છે, પરંતુ પાછળથી તે જ ખાતું સાયબર ગુનામાં વપરાતું હોય છે.
તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ વ્યક્તિનું ખાતું ગેરકાયદેસર વ્યવહારમાં વપરાશે તો તપાસ દરમિયાન તેને પણ કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

મ્યુલહંટ 1.0માં મળ્યું હતું મોટું સફળતા પરિણામ

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અગાઉ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન મ્યુલ હંટ 1.0’માં નોંધપાત્ર સફળતા મળી હતી. આ અભિયાન દરમિયાન રાજ્યભરમાં 913 મ્યુલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ કેસોમાં કુલ 565 એફઆઈઆર નોંધાઈ હતી અને 638થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અંદાજે રૂ. 2,289 કરોડના સાયબર ફ્રોડના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જે રાજ્યમાં સાયબર ગુનાઓ સામેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાંથી એક ગણાય છે.
હવે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ દ્વારા સરકાર અને પોલીસ વધુ વ્યાપક સ્તરે સાયબર ગુનાખોરી સામે જંગ શરૂ કરી રહી છે. આગામી દિવસોમાં આ અભિયાનના પરિણામે અનેક મોટા સાયબર રેકેટ્સનો ભાંડો ફૂટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધર્મી યુવક દ્વારા સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો વધુ એક વિવાદિત મામલો
રાજકોટ

વિધર્મી યુવક દ્વારા સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો વધુ એક વિવાદિત મામલો

Editor By Editor 6 days ago
JEE એડવાન્સનું પરિણામ જાહેર, રાજકોટનો વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્ર ટોપર
રાજકોટમાં JDF ના ૨૨ વર્ષની અવિરત સેવાના અવસરે ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે ‘મેગા ચેકઅપ કેમ્પ-૨૦૨૬’ યોજાશે
ડેમોમાં પાણી ખૂટ્યું, હવે માત્ર વરસાદનો જ આશરો: ગુજરાતના ૧૪૭ જળાશયોમાં કટોકટીની સ્થિતિ
મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?