By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ

Editor
Last updated: 2026/06/02 at 5:46 PM
2 days ago
Share
કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
SHARE

કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ

ભારત યુદ્ધવાદી નથી,બુદ્ધવાદી છે

 

કિલ્લારી રામકથાનું ભાવવાહી સમાપન, હવે પછીની રામકથા તા.૧3-૬-૨૬થી તા.૨૧-૬-૨૬ દરમ્યાન કોચી (કેરળ)ની ભૂમિ પર યોજાશે

કિલ્લારી-મહારાષ્ટ્રની ભૂમિ પર પ્રવાહિત થયેલી રામકથા ‘માનસ વાલ્મીકી આશ્રમ’નું ગયા રવિવારે (3૧-૫-૨૬) ભાવવાહી વાતાવરણમાં ભાવમયી સમાપન થયું હતું. આઠમો દિવસ શનિવારનો  કથા સેવાનો પ્રેમ સંવાદ આગળ વધારતા પ્રિય બાપુએ કહ્યું હતું કે દુનિયામાં કથાકથિત મહાસત્તા તો ઘણી હોય પણ ‘મહારાષ્ટ્ર’ માત્ર એક જ છે. સંતો-ભક્તોની ભૂમિ છે મહારાષ્ટ્ર. બાલ્યાવસ્થાનું એક હદયસ્પર્શી સ્મરણ કહેતા, બાપુએ ભીની આંખે કહ્યું કે, હું નાનો હતો અને અમારા રામજી મંદિરની બાજુના, માટીના ઘરના નાનકડા ફળીયામાં હું ખાટલી ઢાળીને સૂતો ત્યારે મારા દાદીમાની ‘કાળી સાડી’ ઓઢીને સુતો એ એમ જ જીવન સાથે કાળો રંગ જોડાયેલો છે.

આપણે ત્યાં પાંચ ‘પ’કારની વિશેષતા અને એ પાંચ ‘પ’ આભૂષણ છે. (૧) પરાક્રમ (૨) પૂરૂષાર્થ (3) પ્રારબ્ધ (૪)પરોપકાર અને (૫) પરમાત્માની પ્રાપ્તી. આદી શંકરાચાર્ય પ્રતિનીના ત્રણ પ્રકાર દર્શાવે છે (૧) શાસ્ત્ર પ્રતિતી (૨) ગુરૂ પ્રતિતી-ગુરૂનિષ્ઠા અને (3) આત્મ પ્રતિતી. ગુરૂના એક વચન પર ભરોસો એ જ ગુરૂ પ્રતિતી. મીરાબાઈની ગુરૂનિષ્ઠા-ગુરુ પ્રતિતીને લીધે એને સર્વસ્વ કૃષ્ણમય જીવન અર્પી દીધું. ‘કૈવલ્ય દર્શન’ના એક ગ્રંથ છે એમાં એક સરળ શ્લોક-મંત્ર છે જેમાં આશ્રમનું દર્શન છે એ શ્લોક આપણે સૌ ગાઈએ…

શ્રઘ્ધા સેવિત સદગુરૂ:

સ્વભાવ જોયદેશ પાલને વીર્યલાભ:

સર્વ એવ ગુરૂ સંતાષહર્તા: સંશય છેદતા:

શાંતિદાયકા: સત્સંગ: બ્રહ્મવત કરણીય:

વિપરતમ સત વિષવત્ વર્જીનિયમ

શ્રવણનું આખરી પરિણામ શું? શ્રવણનું પરિણામ શરણ છે, શરણનું પરિણામ મરણ છે, મરણ અએટલે કે કોઈ જૂદા જ પ્રદેશમાં પહોંચી જવું આપણો બીજો જન્મ થાય છે ગુરૂ શરણથી આપણું ગૌત્ર, ગાત્ર અને ચરિત્ર બધુ જ બદલાય જાય છે. ઓશો કહેતા કે દરેક સદપૂરૂષ એ શાસ્ત્ર-ઉપનિષદનો પુર્નજન્મ છે તો મરણનું આખરી ફળ વિસ્મરણ, વિસ્મરણનું પરિણામ નિરંતર સ્મરણ અને નિરંતર સ્મરણનું પરિણામ છરણ… એક શેર કરું?

તુમ્હારે જૈસે દેખને વાલે હમને કહી નહીં દેખે!

દિલો મેં હૈ રંજ કિતને પાલે, ઐસા આદમી નહીં દેખે.

મારા સદગુરૂ-દાદાજી પાસે માનસનો સ્વાઘ્યાય થતો હતો ત્યારે મને દાદાએ મને ચોપાઈઓના ગાઠા સાથે ‘ચરણાષ્ટક’ કહ્યા હતા એનું સ્મરણ થાય છે, આપને એ કહું… માનસમાં ચરણાષ્ટક (ચરણ અષ્ટક છે. ચરણ દર્શન, ચરણવંદન, ચરણરજ, ચરણસ્પર્શ, મરણ પ્રક્ષાલન. ચરણ પૂજા, ચરણ સેવા અને ચરણ પાદૂકા… તુલસીદાસજીના રામચરિત માનસમાં ક્યાં-ક્યાં, ક્યા પ્રસંગમાં આ ચરણ અષ્ટક છે એ ચોપાઈઓનું બાપુએ સ-દ્રષ્ટાંત ગાન કરી એની વિશેષતા વિસ્તારથી સમજાવી હતી.

રામકથાના સમાપન દિવસે-નવમા દિવસે (રવિવવારે) કથા સેવાનો પ્રેમમય સંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે પૂ. રામ કિકરજી મહારાજ કહેતા કે-ગીતામાં યોગ છે, માનસમાં પ્રયોગ છે, ગીતાનું ભાષ્ય હનુમાનચાલીસા છે હનુમાનચાલીસા એ ગુરૂચાલીસા છે. હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ ગુરૂ પંક્તિ છે. બાપ, તમને જીવનમાં કોઈ વ્યક્તિત્વમાં ગુરૂ ન મળે તો હનુમાનજીને ગુરૂપદે માનજો.

સાધુ-મુની-ઋષિની કેટલીક નિષ્ઠા હોય છે દરેક સાધુ કે મુનીમાં આ નિષ્ઠા હોવી જોઈએ. (૧) મૌન નિષ્ઠા (૨) ગુરૂ નિષ્ઠા (મંત્ર નિષ્ઠા) (3) માળા નિષ્ઠા (૪) મનન નિષ્ઠા (૫) મારૂતિ નિષ્ઠા-હનુમંત નિષ્ઠા અને (૬) માનસ નિષ્ઠા…. માનસમાં કેટલા આશ્રમ છે! એની ચર્ચા આપણે કરતા હતા તો કિર્તી (સહગાયક)એ મને લીસ્ટ આપ્યું છે એ આપને જણાવું… (૧) ભારદ્વાજ આશ્રમ (૨) નારદ આશ્રમ (3) મનુ-શતરૂપા આશ્રમ (૪) કપટમુની આશ્રમ (૫) વિશ્વામિત્ર આશ્રમ (૬) ગૌતમ આશ્રમ (૭) વાલ્મીકી આશ્રમ-જે વિષયને કેન્દ્રમાં રાખી આપણે આ કથા ગાઈ રહ્યા છીઅએ તે (૮) રામ આશ્રમ (૯) ચિત્રકૂટ આશ્રમ (૧૦) મુનિ સુતીક્ષણ આશ્રમ (૧૧) પંચવટી આશ્રમ (૧૨) શબરી આશ્રમ (૧3) અગત્સ્ય આશ્રમ (૧૪) કાલનેમી આશ્રમ (૧૫) ભુસુંડી આશ્રમ (૧૬) પરમ આશ્રમ (૧૭) અત્રિ આશ્રમ અને આ (૧૮) કિલ્લારી આશ્રમ. કથાક્રમમાં રામરાજ્યની સ્થાપના અને લક્ષ-કુશના જન્મ પ્રસંગની સાથે નવ દિવસીય રામકથાને વિરામ અપાયો હતો. પ્રિય બાપુના હવે પછીની રામકથા કે કેરાળાના કોચી શહેરની ભૂમિ પર તા.૧3-૬-૨૬થી તા.૨૧-૬-૨૬ દરમ્યાન યોજાશે જે કથાનું નિયમીત રૂપે ‘આસ્થા’ ટીવી ચેનલ પરથી તેમજ ચિત્રકુટ ધામ-તલગાજરડાના યુ-ટ્યુબ ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.

કથા રત્નો

(૧) સાધુ ચલતા સરળ સદગ્રંથ છે

એના સ્મરણમાં સીતાજીના કેથ છે

પાને પાને પરમેશ્વરનો ભાવ લખ્યો,

સમતા, શીલ, સંતોષ સ્વભાવ લખ્યો

કોમળ કરૂણાના છાપ્યા રે નિબંધ…. અનુબાપુ હરિયાણા

(૨) ભાગી જવું સહેલું છે, જાગી જવું કઠીન છે.

(3) કથા સ્વયં સાધુ છે

(૪) કથામાં આપણે આવીએ છીએ એવા કથા પછી આપણે હોતા નથી!

(૫) દરેક ઘરમાં રામચરિત માનસ અને ભગવદગીતા હોવા જ જોઈએ અથવા તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય એનો ગ્રંથ ઘરમાં રાખો.

(૬) આપણા શાસ્ત્રોમાં નવ રસ છે. દરેક રસમાં ‘નિમિત ભેદા’ હોય છે

(૭) પ્રત્યેક વ્યક્તિ પોતાના જન્મદિવસે એ જેટલા વર્ષના થયા હોય એટલા કલાકનું મૌન રાખો, જન્મદિવસ પહેલા અને જન્મદિવસે મૌન પૂર્ણ કરવું

(૮) મુનિ હોય એ મૌન નિષ્ઠ હોય છે.

(૯) હનુમાન ચાલીસા એ ગુરૂ ચાલીસા છે, હનુમાન ચાલીસાની પ્રત્યેક  પંક્તિ ગુરૂ છે.

You Might Also Like

મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ

વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ

વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ

કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ

આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટથી પસાર થતી ટ્રેનની સુરક્ષા વધુ મજબૂત, વરસાદી પાણીની સમસ્યા નિવારાય
રાજકોટ

 રાજકોટથી પસાર થતી ટ્રેનની સુરક્ષા વધુ મજબૂત, વરસાદી પાણીની સમસ્યા નિવારાય

Editor By Editor 1 day ago
સરપંચની હેરાનગતિથી વ્યથિત યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજુલાના ચાંચબંદર-વિક્ટર પોર્ટ ખાડી પુલના નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
સગીરા વશ નહી થતાં નરાધમે પહેલા માળેથી નીચે ફેંકી દીધી
ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ જનગણનાની શરૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?