વિતરાગ નેમિનાથ સોસાયટીમાં સોમેશ્વર મહાદેવ મંદિરમાં પરસોત્તમ માસની ઉજવણી
પુજારી દંપતિ દ્વારા ભગવાનની પૂજા-અર્ચના
અગ્ર ગુજરાત, રાજકોટ
વિતરાગ – નેમિનાથ સોસાયટી ખાતે આવેલ “શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર”ની મંદીર કમીટી દ્વારા જણાવવામાં આવેછે કે બધાજ તહેવારો જેમકે શિવરાત્રી, જન્માષ્ટમી,નવરાત્રી આસ્થા, શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે ભક્તજનો ઉમંગ, ઉલ્લાસ થી ઉજવે છે ત્યારે હિન્દુ ધર્મમાં પવિત્ર અને આધ્યાત્મિક ઉન્નતિનો માસ એવો “અધીકમાસ” કહીએ છીએ પણ ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું હોવાથી તેનો મહિમા અનેરો છે આ માસમાં દુર્ગુણો છોડી સદમાર્ગ અપનાવાનો સંદેશ છે દૈનિક જીવનમાં દોડધામ ની વચ્ચે મનુષ્ય કરુણા,સેવા જેવા ગુણો મેળવે એ આ માસનો મુખ્ય હેતુ છે આવા ભક્તિભાવ સાથે મંદિર પરિસરમાં વિદ્વાન પુજારી દંપતિ તથા ગોપી મંડળ દ્વારા ગોરમાં તથા પુરુષોત્તમરાયજી નું શ્રદ્ધાથી પૂજન કરે છે.
આ માસ દરમિયાન ગોપીઓ વનભોજન, ત્રિવેણીસંગમ મા સ્નાન કરવાનો મહિમા છે તેના થી પ્રકૃતિનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે, વૃક્ષો, નદીઓ જેવા કુદરતી વાતાવરણ વચ્ચે ભગવાનનું નામ સ્મરણ કરવાથી મન શુદ્ધ બને છે અને પરસ્પર પ્રેમ વધે છે,
આ પુજન મા ખેતરખેડવા તથા ગિરિરાજ પરિક્રમાનું પણ પ્રતિકાત્મક પૂજન કરવાનો પણ અનેરો મહિમા છે, કેમકે ભારત વર્ષ એ ખેતીપ્રધાન દેશ છે જેથી ખેતરખેડવાનું પણ મહત્વ છે જેનાથી કૃષિ અને આધ્યાત્મિકતાનો સમન્વય થાય છે.


