ક્લાસ વન અધિકારી લાંચમાં સપડાતા ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો પરપોટો ફૂટી ગયો : કોંગ્રેસ
રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં ચાલતી તોસ્તાન તોડબાજી : ભ્રષ્ટાચારીઓને સસ્પેન્ડ નહીં અન્ય રાજ્યોની જેમ બરતરફ કરવાની માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 3), સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ રાજકોટ), પૂર્વ ઉપપ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ નાગજીભાઈ વિરાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. રાજ્યભરમાં તોસ્તાન તોડબાજી ચાલી રહી છે. જ્યાં મુખ્યમંત્રી બિરાજમાન છે તે ગાંધીનગરમાં પણ ક્લાસ વન અધિકારીઓ પણ સરકારનો કોઈ જાતનો ડર રાખ્યા વગર કટકટાવે છે. રાજ્ય સરકારની કચેરીઓ, પોલીસ ચોકીઓ, પોલીસ સ્ટેશન, મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, તાલુકા પંચાયત, કેન્દ્ર સરકારની કચેરીઓમાં પણ ‘ગાંધીછાપ’ વગર કામ થતા નથી એ જગ જાહેર છે.
ગાંધીનગરમાં ઉર્જા વિભાગ નો ક્લાસ વન અધિકારી પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો. ભ્રષ્ટ અને લાંચિયા અધિકારી અશ્વિન બી ચૌધરી ના ઘરેથી સર્ચ ઓપરેશન દરમિયાન 2.64 કરોડની મતા પણ મળી. ચૌધરી એ મોહરું છે પડદા પાછળ કોણ છે.
રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો પરપોટો ફૂટી ગયો છે અને શાસક પક્ષના આદેશથી સત્તાધિશોની સીધી દોરવણી હેઠળ ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવે છે અને લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓના ગાંધીનગર બેઠેલા રાજકીય ગોડ ફાધરોના ઇશારે લાંચિયા અને ભ્રષ્ટાચારીઓ રાજ્યભરમાં બેકાબુ બન્યા છે. લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ નિવૃત્ત થયા બાદ પણ વહીવટ ચલાવતા હોય છે. ગુજરાતમાં લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓને છાવરવાની નીતિ બંધ કરવી જોઈએ અને અન્ય રાજ્યોની જેમ સસ્પેન્ડ નહીં પરંતુ બરતરફ (ઘરભેગા) કરવા જોઈએ.
ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ માટે સતત કાર્યવાહી કરવામાં આવે છે જેમાં દર વર્ષે 200 થી વધુ કેસો નોંધવામાં આવે છે અને લાંચિયા અધિકારીઓ કર્મચારીઓને વચેટીઓને ઝડપી પાડવામાં આવે છે. ગત વર્ષે 213 ભ્રષ્ટાચારના ગુનામાં 310 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાંચ આંકડા નો પગાર લેતા ક્લાસ વન અધિકારીઓ પણ એક ડજનથી વધુ છે ક્લાસ ટુ ના અધિકારીઓ 35 ક્લાસ થ્રીના 134 કર્મચારીઓ સહિત 310 ભ્રષ્ટાચારીઓ સામે જોકસાયો હતો છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 900 થી વધુ ભ્રષ્ટાચાર ના કેસ નોંધીને 1200 થી વધુ લાંચિયા ભ્રષ્ટાચારીઓ અને વચ્ચે ત્યાંની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગૃહ વિભાગ (પોલીસ તંત્ર) અને મહેસુલ વિભાગ (રેવન્યુ વિભાગ) મોખરે છે. અગાઉ વડોદરા ખાતે એસીબી ની બગલમાં નીચેના મજલે લાંચ લેવા હતા મામલતદાર પકડાયા હતા. અને જૂનાગઢના એસીબીના પીઆઈ પણ અમદાવાદ ખાતે લાંચમાં જબ્બે કરાયા હતા. એટલે લાંચ લેવામાં ACB કચેરી પણ બાકાત નથી જ્યાં વાડ ચીભડા ગળે ત્યાં ફરિયાદ ક્યા કરવી ?


