By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    4 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રૂપિયાને ટેકો આપવા સરકાર-RBI ની ડબલ સ્ટ્રાઈક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રૂપિયાને ટેકો આપવા સરકાર-RBI ની ડબલ સ્ટ્રાઈક

Editor
Last updated: 2026/06/06 at 5:00 PM
58 seconds ago
Share
રૂપિયાને ટેકો આપવા સરકાર-RBI ની ડબલ સ્ટ્રાઈક
SHARE

કરંસી ક્રાઈસિસ સામે ભારતનું આર્થિક બ્રહ્માસ્ત્ર

રૂપિયાને ટેકો આપવા સરકાર-RBI ની ડબલ સ્ટ્રાઈક

વ્યાજ આવક અને કેપિટલ ગેઈન ટેક્સમાં મોટી રાહતો; બોન્ડ માર્કેટથી લઈને NRI રોકાણ સુધી અનેક છૂટછાટો, વિદેશી હુંડિયામણ 50 અબજ ડોલર આવવાની આશા

અગ્ર ગુજરાત, મુંબઈ

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે વધતા યુદ્ધી તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ભારતીય અર્થતંત્રને સંભવિત આંચકાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એકસાથે આક્રમક પગલાં લીધા છે. રૂપિયાની કિંમત પર વધતા દબાણને હળવું કરવા અને વિદેશી હુંડિયામણના પ્રવાહને મજબૂત બનાવવા માટે સરકારે વિદેશી રોકાણકારોને અનેક કરરાહતો આપતા દેશના નાણાકીય બજારમાં નવી ઉર્જા ફૂંકવાનો પ્રયાસ કર્યો છે. નિષ્ણાંતોના મતે આ પગલાંઓના પરિણામે આગામી મહિનાઓમાં અંદાજે 40થી 50 અબજ ડોલર સુધીની વિદેશી મૂડી ભારતમાં પ્રવેશી શકે છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII/FPI) માટે વ્યાજ આવક પર લાગતો આવકવેરો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. ઉપરાંત સરકારી જામીનગીરીઓમાં રોકાણ પર લાગતા કેપિટલ ગેઈન ટેક્સમાંથી પણ રાહત આપવામાં આવી છે. અત્યાર સુધી વ્યાજ આવક પર 20 ટકા ટેક્સ તેમજ ટૂંકા ગાળાના નફા પર 30 ટકા અને લાંબા ગાળાના નફા પર 12.5 ટકા સુધીનો કર લાગતો હતો. આ કરબોજ દૂર થતાં ભારતીય બોન્ડ બજાર હવે વૈશ્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક બનશે.
રિઝર્વ બેંકે પણ વિદેશી મૂડી આકર્ષવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અગાઉ વિદેશી રોકાણકારોને માત્ર 10 વર્ષની મુદતના સરકારી બોન્ડમાં વિશેષ સુવિધા મળતી હતી, જ્યારે હવે 15, 30 અને 40 વર્ષની અવધિના બોન્ડમાં પણ રોકાણની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી લાંબા ગાળાના વૈશ્વિક ફંડ્સ અને પેન્શન ફંડ્સ ભારત તરફ આકર્ષાય તેવી શક્યતા વધી છે. આ ઉપરાંત બિનનિવાસી ભારતીયો (NRI) અને વિદેશમાં વસતા ભારતીય નાગરિકો માટે ભારતીય શેરબજાર તથા અન્ય નાણાકીય સાધનોમાં રોકાણની મર્યાદા વધારવામાં આવી છે. વિદેશી ચલણની અદલાબદલી સંબંધિત નિયમોમાં પણ સરળતા લાવવામાં આવી છે. નિકાસકારોને તેમની વિદેશી આવક દેશમાં લાવવા માટેનો સમયગાળો ફરી નવ મહિના કરવામાં આવ્યો છે, જેના કારણે ડોલરની ઉપલબ્ધિમાં વધારો થશે.
તાજેતરમાં ઈરાન સંકટ અને હોર્મુઝ જળમાર્ગ અંગેની ચિંતાઓને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. સાથે જ વિદેશી રોકાણકારો દ્વારા નાણાં ઉપાડી લેવાના કારણે રૂપિયો દબાણમાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સરકારે અને આરબીઆઈએ મળીને ચલણ બજારમાં વિશ્વાસ વધારવા માટે આ નીતિગત બાઝુકા ચલાવ્યા છે. આર્થિક નિષ્ણાંતોનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 90 ડોલરની આસપાસ સ્થિર રહે અને ચાલુ ખાતાની ખાધ જીડીપીના 2.1 ટકા સુધી મર્યાદિત રહે તો વર્તમાન નાણાકીય વર્ષમાં બેલેન્સ ઓફ પેમેન્ટ પર પડનાર દબાણમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. વર્ષ 2013માં પણ સમાન પ્રકારના પગલાંથી લગભગ 12 અબજ ડોલરની વિદેશી મૂડી ભારતમાં આવી હતી, પરંતુ આ વખતે આપવામાં આવેલી રાહતો વધુ વ્યાપક અને આકર્ષક હોવાથી વિદેશી રોકાણનો પ્રવાહ વધુ મોટો રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરકાર અને રિઝર્વ બેંકની આ સંયુક્ત વ્યૂહરચના માત્ર રૂપિયાને ટેકો આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્રને સ્થિરતા અને રોકાણ માટે વિશ્વસનીય ગંતવ્ય તરીકે મજબૂત બનાવવાનો પ્રયાસ પણ છે.

શું છે સરકારનો ‘કરંસી બાઝુકા’?

* વિદેશી રોકાણકારોને ટેક્સમાં મોટી રાહતો
* વ્યાજ આવક પર ટેક્સ નાબૂદ
* સરકારી બોન્ડ પર કેપિટલ ગેઈન ટેક્સમાં છૂટ
* એનઆરઆઈ રોકાણ મર્યાદામાં વધારો

રૂપિયો શા માટે દબાણમાં આવ્યો?

* અમેરિકા-ઈરાન યુદ્ધી તણાવ
* હોર્મુઝ જળમાર્ગ અંગે અનિશ્ચિતતા
* ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી
* વિદેશી રોકાણકારો દ્વારા નાણાં ઉપાડાયા

વિદેશી રોકાણકારોને શું મળશે?

* વ્યાજ આવક પર શૂન્ય ટેક્સ
* લાંબા ગાળાના બોન્ડમાં વધુ વિકલ્પ
* સરળ નિયમનકારી પ્રક્રિયા
* રોકાણ પર વધુ વળતરની સંભાવના

50 અબજ ડોલરની આશા કેમ?

* બોન્ડ માર્કેટ વધુ આકર્ષક બન્યું
* ટેક્સ બોજ લગભગ દૂર
* વૈશ્વિક ફંડ્સ માટે અનુકૂળ માહોલ
* ભારતની આર્થિક વૃદ્ધિ મજબૂત

આરબીઆઈના મુખ્ય પગલાં

* 15, 30 અને 40 વર્ષના બોન્ડમાં રોકાણ છૂટ
* ડોલર પ્રવાહ વધારવાના પ્રયાસ
* રૂપિયાને સ્થિર રાખવાની વ્યૂહરચના
* ચલણ બજારમાં વિશ્વાસ વધારવો

નિકાસકારોને મોટો ફાયદો

* નિકાસી આવક લાવવાનો સમય ફરી 9 મહિના
* ડોલરની ઉપલબ્ધિ વધશે
* વિદેશી ચલણ ભંડારને ટેકો
* વેપાર પ્રવાહમાં સરળતા

નિષ્ણાંતો શું કહે છે?

* બેલેન્સ ઓફ પેમેન્ટનું જોખમ ઘટશે
* રૂપિયામાં સ્થિરતા આવશે
* વિદેશી હુંડિયામણ વધશે
* વૈશ્વિક અસ્થિરતા ઓછી થાય તો રોકાણ વધુ ઝડપથી આવશે
* ભારતીય અર્થતંત્રને લાંબા ગાળે મજબૂતી મળશે

You Might Also Like

E85 ફ્યુઅલની એન્ટ્રી: પેટ્રોલ કરતાં ₹20 સસ્તુ

વલ્લભીપુરની રાજપરા-ભા, દરેડ મહિલા દૂધ ઉત્પાદક મંડળીની સભા મળી

જેતપુર અને વીરપુર થી થોરાળા ગામ તરફ જતા મુખ્ય માર્ગમાં મસમોટા ખાડાઓ

ગીરના જંગલમાંથી બેબેસિયાના કાળા ઓછાયામાંથી 11 સિંહોને નવજીવન મળ્યું

ઉનામાં હૈયું કંપાવતી ઘટના ,બે માસૂમ સગીર બાળકોને દારૂ પીવડાવ્યો! 

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ
રાજકોટ

ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ

Editor By Editor 12 minutes ago
પાણીજન્ય રોગચાળાનો હાહાકાર : તાવના ૭૧૧, ટાઇફોઇડ-કમળાના ત્રણ-ત્રણ દર્દીઓ
ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે PGVCLના હેલ્પરને વીજ કરંટ લાગ્યો
બાબા બાગેશ્વરે વિરોધીઓને દરબારમાં આવવા આપ્યું સીધું આમંત્રણ!
 મે માસમાં GST કલેકશન રૂ.7262 કરોડે પહોંચ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?