By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં સફાઇ કરવા ઉતરેલા ચારને ઝેરી અસર થતાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં સફાઇ કરવા ઉતરેલા ચારને ઝેરી અસર થતાં મોત

Editor
Last updated: 2026/06/08 at 3:24 PM
2 months ago
Share
સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં સફાઇ કરવા ઉતરેલા ચારને ઝેરી અસર થતાં મોત
SHARE

સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં સફાઇ કરવા ઉતરેલા ચારને ઝેરી અસર થતાં મોત

યોગેશના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા, પત્ની હાલ ગર્ભવતી

કોઇપણ સેફટી વગર અંદર ઉતારતા મોત મળ્યું

 

અગ્ર ગુજરાત, સુરત

સુરતના ખાંડ બજાર વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ (રતિહ જ્વેલર્સ) ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસની અસરને કારણે અંદર જ ફસાઈ ગયા હતાં.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેય શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે નિમેષ વિઠ્ઠલભાઈ સાવલિયા (સુપરવાઈઝર-ઉં.વ.26) 2.વિકાસ કુમાર સંતોષભાઈ સોનાવણે (ઉં.વ.24) 3.વિજય ભીખાભાઈ આહિરે (ઉં.વ.24) 4.યોગેશ નાનાભાઈ જાદવના મોત નીપજયા હતાં.

હાલ પરિવારમાં યોગેશના મમ્મી અને બહેન સહિત અન્ય સભ્યો કોઈ પ્રસંગના કારણે ગામડે ગયેલા છે. અહીં માત્ર સંદીપભાઈ જ હાજર છે. યોગેશના લગ્ન હજી એકાદ વર્ષ પહેલાં જ થયા હતા અને તેની પત્ની હાલ ગર્ભવતી છે.

પહેલાં યોગેશ સફાઈ માટે અંદર ઉતર્યો અને ત્યારબાદ તે અંદર ફસાયો હતો. જેને બચાવવા વિકાસ અને વિજય અંદર ગયા હતાં, ત્યારબાદ ત્રણેય ફસાયા હતાં. ત્રણેયને બચાવવા સુપરવાઈઝર નિલેશે ફાયરને કોલ કર્યો અને બચાવવા તે પણ અંદર ઉતર્યો હતો. આમ આ ઘટનાક્રમ મુજબ ચારેયના મોત થયા હતાં.

રણજીતસિંહ ખડિયા(વરાછા ઝોન ‘એ’ ડિવિઝનલ ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, આજે સવારે 10:22 વાગ્યે ફાયર વિભાગને કંટ્રોલ રૂમ તરફથી એવો મેસેજ મળ્યો હતો કે કોઈ એક વ્યક્તિ પાણીના ખાડાની અંદર પડી ગયો છે. ઘટના સ્થળે આવતા જાણવા મળ્યું કે આ એક ઔદ્યોગિક એકમ છે, જે પોદ્દાર આર્કેડ સામે આવેલું છે અને તેનું નામ ‘રતિહ જ્વેલર્સ’ છે. ત્યાં તપાસ કરતા એકના બદલે ચાર વ્યક્તિ ETP પ્લાન્ટની અંદર હતા.

ત્યાં કોઈ પણ વ્યક્તિએ PPE કીટ પહેરેલી ન હતી અને આજુબાજુમાં પણ તપાસ કરતા આવી કોઈ પણ PPE ઇક્વિપમેન્ટ જાવા મળી નહોતી, જે નીતિ-નિયમો મુજબ હોવા જોઈએ. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક મોટી બેદરકારી કહી શકાય તેવું લાગે છે, બાકી તો આ બધો તપાસનો વિષય છે જે બાદમાં જ જાણવા મળશે. તપાસ થયા બાદ આ એક ઔદ્યોગિક એકમ હોવાથી તે ફાયર વિભાગના અંડરમાં ગુજરાત સરકારના નીતિ-નિયમ મુજબ આવતું નથી. આથી, આગળની જે પણ કાર્યવાહી હશે તે જે-તે વિભાગને સંલગ્ન હશે, તે ડિપાર્ટમેન્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા: ડીસીપી

આલોક કુમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે, સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તારના એક કારખાનામાં જ્વેલરી પ્રોસેસિંગ દરમિયાન જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે, તેને એકત્રિત કરવા માટે એક સેપ્ટિક ટેન્ક બનાવવામાં આવી છે. આ ટેન્કની સફાઈ દર બે મહિને નિયમિત રીતે કરવામાં આવતી હોય છે. આજે સવારે આ ટેન્કની સફાઈ કરવા માટે ત્રણ મજૂરો અને એક સુપરવાઈઝર અંદર ઉતર્યા હતા. ટેન્કમાં ઉતર્યા બાદ ગેસ ગૂંગળામણ અથવા અન્ય કોઈ કારણોસર તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા.

સેફ્ટીના અભાવની આશંકા

આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પ્રોપર્ટી છે, જેથી આ સુરત મહાનગરપાલિકા હેઠળ આવતું નથી. આમાં ફેક્ટરી એક્ટના અલગ નિયમો લાગુ પડે છે. શ્રમિકોની સેફ્ટી તરફ ધ્યાન આપવામાં આવ્યું હતું કે નહીં, તે કદાચ તપાસનો વિષય હોઈ શકે છે, પરંતુ અત્યારે આ બાબતે અમે સત્તાવાર કંઈ કહી શકીએ નહીં. શ્રમિકોની સ્થિતિ કેટલી ગંભીર છે તે તો હવે ડોક્ટરોની તપાસ બાદ જ જાણી શકાશે.

કંપનીવાળા સામે કડક કાર્યવાહી થવી જોઈએ: મૃતકનો ભાઈ

મૃતક યોગેશના ભાઈ સંદીપ જાદવે જણાવ્યું હતું કે, મને મારો ભાઈ યોગેશ જ્યાં કામ કરતો હતો તે કંપનીના શેઠ અથવા કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું કે, તમે આધારકાર્ડ લઈને અહીં આવી જાવ. જ્યારે હું આધારકાર્ડ લઈને અહીં આવ્યો, ત્યારે મેં જોયું તો મારો ભાઈ આ દુનિયામાં રહ્યો ન હતો. મારો ભાઈ અહીં કામ પર આવ્યો હતો. તે શેઠે મને ફોન કર્યો તે પહેલાં મેં મારા ભાઈને ફોન કર્યો હતો, પણ તેણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ કંપની તરફથી મને ફોન આવ્યો હતો. મારો ભાઈ જે કંપનીમાં કામ કરી રહ્યો હતો, તે કંપનીવાળા સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ.

You Might Also Like

શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત

સુરત અમલસાડી અને ભુવાસણ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ માટે ‘માનસપરિવર્તન’ પરિસંવાદ યોજાયા

સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ૨૦૬ તોલા દાગીનાની ચોરી

વીર શહીદોના પરિવાર માટે અજોડ કાર્ય કરતી સંસ્થા : ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’

શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત
સુરત

શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત

Editor By Editor 5 days ago
જસદણના ખેડૂત યુવક સાથે કાર વેચાણના નામે રૂ.3 લાખની છેતરપીંડી
બાબરાના મોટા દેવળીયા ગામે તળાવમાં ડૂબેલા બાળકનો મૃતદેહ મળ્યો
બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ ગામમાં ચાંદીપુરાથી બે બાળકોના મોત
પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?