જૈન ટેલેન્ટ બ્રિજ દ્વારા સમાજના તેજસ્વી છાત્રો, લોકોનું રવિવારે કરાશે સન્માન
વિવિધ કેટેગરીના ૪૦થી વધુ એવોર્ડસથી જૈન પ્રતિભાઓને નવાજવામાં આવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી તા.૧૩ જૂન ૨૦૨૬ શનિવારના રોજ અમદાવાદ ખાતેના પ્રખ્યાત અમદાવાદ મેનેજમેન્ટ એસોશીએશન હૉલ, વસ્ત્રાપુર ખાતે સમગ્ર ભારતમાંથી પ્રતિભાશાળી જૈન યુવાનો/સાધર્મિક બંધુ ભગિની કે જેમણે કોઈ વિશેષ આવડત દ્વારા પોતાના ટેલેન્ટ દ્વારા સમાજ માં કઈક નોખું અનોખુ કરી આગળ આવેલ છે તેવા તમામનું એક ભવ્યાતિભવ્ય ટેલેન્ટ મંચ હેઠળ અનેક આગેવાનો, નેતાઑ, શુભચિંતકો ની હાજરી માં એવાર્ડ આપી સન્માનિત/બહુમાન/અનુમોદના કરવામાં આવશે જે દ્વારા તેઓ વધુ ને વધુ પ્રોત્સાહિત બની સમાજ ને આગળ વધારવામાં જે દ્વારા દેશ ને ઉન્નતિ ના શિખરો સર કરવામાં સહાયક બનશે. આ સમારોહ માં જૈન એક્સલન્સ ઍવોર્ડ, ગૌરવ એવોર્ડ, ઇનફલૂએન્સર અવૉર્ડ , રાઇજિંગ યૂથ ઍવોર્ડ, સમાજ રત્ન ઍવોર્ડ તથા જિનશાશન સમર્પિત ટોપ ટવેન્ટી સંસ્થાઓ જેવા વિવિધ કેટેગરી ના ૪૦ થી વધુ એવોર્ડ્સથી ઉપરોક્ત મલ્ટી ટેલેન્ટેડ પ્રતિભાઓ/સંસ્થાઓને નવાજવામાં આવશે.
આ એવાર્ડ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ વિવિધ કેન્દ્રીય મંત્રી, કેબિનેટ, રાજ્યકક્ષાના મંત્રી, સાંસદો તેમજ અનેક રાજકીય સામાજિક શૈક્ષણિક સેવાકીય ક્ષેત્રો માંથી મહાવનુભાવો ને નિમંત્રિત કરવામાં આવેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શબ્દો “ટેલેન્ટ ટેમ્પરામેન્ટ અને ટેકોનોલોજી” દ્વારા આગળ વધવા જણાવેલ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ વિશેષ નિમંત્રિત કરવામાં આવેલ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અરુણાચલ પ્રદેશના રાજયપાલ, આચાર્ય ભગવંત વિજયકીર્તિ ચંદ્ર સૂરિ મહારાજ, આચાર્ય પૂ. વિજયમુનિ ચંદ્ર સૂરિ મહારાજ, આચાર્ય મહાયશ સૂરિ મહારાજ વિગેરેના શુભેચ્છા સંદેશ આવી ગયેલ છે. સૌરાષ્ટ્ર-રાજકોટ વિભાગ માટે શરૂઆત થી જ માર્ગદર્શક તરીકે દિલીપભાઇ દેસાઇ- ડો. તેજસભાઈ શાહ અને યુવા ટીમ ના સહાયક તરીકે ડો. જીનાલી ટોળીયા તથા દ્રષ્ટિ પારેખનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે જેઓએ રાજકોટના જૈન ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહને રૂબરૂ મળી માહિતગાર કરી ખાસ નિમંત્રણ પાઠવેલ હતું. તેમણે ખૂબ રાજીપો વ્યકત કરી કાર્યક્રમ ની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.
જૈન ટેલેન્ટની ટીમના જૈન સમાજના આગેવાનો દેવલભાઈ શેઠ-ટ્રસ્ટી શંખેશ્વર તીર્થ, જિગ્નેશભાઈ મેહતા-ટ્રસ્ટી ધાનપ અને મહેન્દ્રપુરમ તીર્થ, કૌશલ શાહ-ટ્રસ્ટી- આણંદજી કલ્યાણજી પેઢી પાલિતાણા, કર્તવ્ય શાહ-જૈન એલર્ટ ગ્રુપ, નિર્વાણ શાહ – તપોવન, સંદીપ સંઘવી-યુનિવર્સલ સોફ્ટવેર, વૈભવ શાહ-મોનાર્ક નેટવર્થ કેપિટલ, માર્ગદર્શક પ્રકાશભાઇ સંઘવી-રત્નમણી ગ્રુપ, આશિષ શાહ-હેત ગ્રાફિક્સ તથા શરૂઆત થી જ સમર્પણ ભાવ થી જોડાયેલ યુવા ફાઉન્ડર યશ શાહ, ધીરલ મેહતા, આયુષી શાહ, મિલોનીબેન શાહ, નિધિબેન શાહ, જામનગર ખાતે આદેશભાઈ મેહતા તેમજ અનેક જૈન બંધુ ભગિની જોડાયેલા રહેશે. વધુ માહિતી માટે જૈન ટેલેન્ટ બ્રિજ અમદાવાદ કેન્દ્રીય કાર્યાલયના મો – ૯૮૯૮૨ ૩૧૬૮૪, ૯૫૧૨૧૨૧૬૮૪ પર સંપર્ક થઈ શકશે, તેમજ રાજકોટ ખાતે ઓવરઑલ માર્ગદર્શક ટીમના ડો. તેજસ શાહ, દિલીપભાઇ દેસાઇ તથા તેમજ યુવા ટીમનું પ્રતિનિધિત્વ માટે યુવા ટેલેન્ટ એવા ડો. જીનાલી ટોળિયા તથા દ્રષ્ટિ પારેખ કાર્યરત છે તેમ અખબારી યાદીમાં ડો. તેજસભાઈ શાહે જણાવેલ છે.


