આવતીકાલે 14 જૂન, વિશ્વ રક્તદાતા દિવસ : રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા બ્લડ કેમ્પોની સેવા
આ વર્ષે વૈશ્વિક સ્તરે માનવતાનું એક ટીપું. રક્ત આપો જીવન બચાવો.) થીમ નક્કી કરવામાં આવી- વિનય જસાણી
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વ રકતદાતા દિવસ દર વર્ષ 14 જૂને ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) દ્વારા 14 જુન 2005માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ તો આ દિવસ કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ દિવસ છે, એટલે ઉજવવામાં આવે છે કે જેઓએ 1900માં ABO રકત–જુથોની શોધ કરેલ જેમાં A, B, AB અને O બ્લડ ગ્રુપનો સમાવેશ થાય છે. જેઓને આ શોધ માટે 1430માં નોબલ પારિતોષીકથી સન્માનિત કરવામાં આવેલ. કાર્લ લેન્ડસ્ટેઇનર ઓસ્ટ્રીયન જીવવિજ્ઞાની,ચિકિત્સક અને ઈમ્યુનોલોજીસ્ટ હતા. આ શોધે લોહીના સંચારમાં એક નવો યુગ શરૂ કર્યો તેણે રકતદાનને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવ્યું સાથે આરએચ ફેકટર તેમજ પોલીયો વાયરસની શોધ પણ તેઓએ કરેલ. આમ 14 જુન વિશ્વ રકતદાતા દિવસ તરીકે રકતદાતાઓનો આભાર તેમજ રકતદાન અંગે જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ જણાવ્યું હતું કે, 14 મી જૂન 2026ના રોજ ઉજવાતો ‘વિશ્વ રક્તદાતા દિવસ’ (World Blood Donor Day) એ સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટેનો વિશેષ દિવસ છે. આ વર્ષે વૈશ્વિક સ્તરે “One Drop of Humanity. Give Blood. Save Lives.” (માનવતાનું એક ટીપું. રક્ત આપો. જીવન બચાવો.) થીમ નક્કી કરવામાં આવી. અકસ્માત, સર્જરી, કેન્સર કે થેલેસેમિયા (Thalassemia) જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ મુખ્ય ઉદ્દેશ્ય છે.
વિનય જસાણી જણાવે છે કે, ગુજરાતમાં રક્તની અછતને પહોંચી વળવા માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિવિધ હોસ્પિટલો અને સંસ્થાઓ જેમ કે P.D.U. Civil Hospital, B.T. Savani Kidney Hospital ખાતે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે.
ઘરે આવતા પ્રસંગોમાં જન્મદિવસ નિમિત્તે કે કોઈ વ્યક્તિના સ્મૃતિરૂપ દિવસ નિમિત્તે તથા અન્ય પ્રસંગોપાત રકતદાન કેમ્પનું પણ આયોજન કરો તો આ તકલીફનું આંશીક નિવારણ થઈ શકે તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, અંગદાન, સ્કીનદાન તેમજ કોઈપણ જીવદયાના સેવાના કાર્ય માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિન ય જસાણી 94282 00660 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


