By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  વરસાદી સિઝન માટે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 વરસાદી સિઝન માટે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ

Editor
Last updated: 2026/06/15 at 4:24 PM
2 hours ago
Share
 વરસાદી સિઝન માટે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ
SHARE

 વરસાદી સિઝન માટે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ

 રોગચાળાને અટકાવવા ત્રણેય ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ તૈનાત

 શહેરના આરોગ્ય કેન્દ્રમાં દવાઓનો બફર સ્ટોક તૈયાર : નિચાણવાળા વિસ્તારનું પ્રોપર મેપીંગ કરી ત્યાંની સર્ગભા અને ધાત્રી બહેનોની યાદી બનાવાઇ

 સ્થળાંતરની સ્થિતિમાં મુશ્કેલી ન પડે તે માટેના આશ્રય સ્થાનોનું લીસ્ટ તૈયાર, ત્યાં દિવસમાં બે વખત આરોગ્યની ચકાસણી કરાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાય નહીં તેના માટે મનપા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના પ્લાનિંગ અંતર્ગત તમામ વહીવટી અને તબીબી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચોમાસા દરમિયાન સંભવિત રોગચાળાના ફેલાવાને અટકાવવા અને કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક ધોરણે ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના કારણે રોગચાળો વકરે નહીં અને નાગરિકોને આરોગ્યલક્ષી કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર અત્યારથી સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. જેમાં ત્રણેય ઝોન માટે રેપિડ રિસ્પોન્સ ટીમો બનાવાઈ છે. તેમજ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો બફર સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે.

રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ પ્રી-મોન્સૂન પ્લાનની વિગતો આપતા જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ઊભી થનારી કોઈપણ આકસ્મિક કે ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ એમ દરેક ઝોન દીઠ 2-2 રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT)ની રચના કરવામાં આવી છે. આ ટીમો ઈમરજન્સીના કિસ્સામાં કે રોગચાળાના પ્રાથમિક લક્ષણો દેખાતા જ જે-તે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે દોડી જઈને જરૂરી બચાવ અને સારવારની કામગીરી સંભાળશે.

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના એવા સંભવિત વિસ્તારોનું પ્રોપર મેપિંગ કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની કે તે વિસ્તાર સંપર્કવિહોણો થઈ જવાની શક્યતા વધુ રહેલી હોય છે. આવા પાણીના ડૂબમાં જઈ શકે તેવા વિસ્તારોની ઓળખ (આઈડેન્ટિફાય) કરીને ત્યાં વસવાટ કરતી તમામ સગર્ભા મહિલાઓ અને ધાત્રી બહેનોની એક લાઈવ લિસ્ટ અને ચોક્કસ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, જો વરસાદ દરમિયાન આવી કોઈ બહેનોને મેડિકલ ઈમરજન્સી ઊભી થાય, તો તેમનો એડવાન્સ ડિલિવરી પ્લાન અગાઉથી જ સુનિશ્ચિત કરી શકાય અને ન કરે નારાયણ ને કોઈ પરિસ્થિતિ વણસે તો તેમને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય.

આ ઉપરાંત, પૂર જેવી સ્થિતિમાં સ્થળાંતર કરવું પડે તો તેના માટેના આશ્રય સ્થાનોની પણ અગાઉથી ઓળખ કરી લેવામાં આવી છે. આશ્રય સ્થાનો પર આઈસોલેશન અને સારવાર માટે મેડિકલ ટીમ દ્વારા દિવસમાં 2 વખત ફરજિયાત આરોગ્ય તપાસ (મેડિકલ ચેકઅપ) કરવામાં આવશે તેવી સૂચનાઓ તમામ મેડિકલ ઓફિસરને આપી દેવામાં આવી છે. બીજી તરફ, ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તમામ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ, સાધનો અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવાયો છે.

 

દવાઓનું ચોક્કસ સુપરવિઝન કરાશે

રાજકોટનાં તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં ઈમરજન્સી દવાઓ તેમજ એપિડેમિક એટલે કે રોગચાળા નિયંત્રણ માટે વપરાતી દવાઓનો મર્યાદિત સ્ટોક રાખવાની સાથે-સાથે એડિશનલ બફર સ્ટોકિંગ કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દવાનો જથ્થો ખૂટી ન પડે તે માટે દર મહિને તેનું ચોક્કસ સુપરવિઝન કરવામાં આવે છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત રિવ્યુ મીટિંગ લઈને સ્ટોક અંગેની માહિતી મેળવ્યા બાદ જ આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

 

સહકાર આપવા લોકોને તંત્રની અપીલ

વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના નિયંત્રણ માટે મચ્છરોનો ઉપદ્રવ રોકવા એન્ટી-એડલ્ટ અને એન્ટી-લાર્વિસાઈડ દવાઓનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરાયો છે. આ સાથે જ મેલેરિયાના તાવ સામે અક્સીર ગણાતી ક્લોરોક્વિન ટેબ્લેટ્સ અને અન્ય જરૂરી દવાઓનો સંગ્રહ પણ પૂરતા પ્રમાણમાં કરી લેવામાં આવ્યો છે. નાગરિકો પોતાના ઘરની આસપાસ પાણી જમા ન થવા દે અને તંત્રની કામગીરીમાં સહકાર આપે તેવી અપીલ પણ આરોગ્ય અધિકારી દ્વારા કરાઈ છે.

You Might Also Like

રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા

રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી

ભિક્ષાવૃત્તિ કરવા જતી પત્ની પતિને ન ગમી, જાહેરમાં કર્યો જીવલેણ હુમલો

તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો,  કહી નાનાજી સસરાની હત્યા

કુવાડવા નજીક અકસ્માતમાં મોતને ભેટેલા મોલડીના 4 હતભાગીઓની એક સાથે અર્થી નીકળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ
રાજકોટ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

Editor By Editor 6 days ago
સબસીડી વાળા મળતા રાંધણ ગેસના બાટલાના વાર્ષિક કવોટામાં ૫નો ઘટાડો
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પાંચ દિ’ પાછો ઠેલવાયો
વલ્લભીપુરના તોતણીયાળામાં પોલીસ દારૂના હપ્તા ઉઘરાવે છે : સરપંચ મોરી
પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ અને અંડર-૧૩ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન સ્પર્ધાઓનું આયોજન  
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?