By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    22 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી આત્મહત્યાનો ખેલ રચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી આત્મહત્યાનો ખેલ રચ્યો

Editor
Last updated: 2026/06/17 at 4:12 PM
23 hours ago
Share
પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી આત્મહત્યાનો ખેલ રચ્યો
SHARE

પ્રેમ સંબંધનો કરુણ અંત

પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી આત્મહત્યાનો ખેલ રચ્યો

કોઠી ગામે કેળાના ઝાડ પરથી લટકતી હાલતમાં મળેલી લાશ અંગે હત્યાનો ખુલાસો, પ્રેમીએ જ મોતને ઘાટ ઉતારી હતી ; મોબાઇલ તોડી પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કરેલો

અગ્ર ગુજરાત, રાજકોટ

જસદણ તાલુકાના કોઠી ગામમાં થોડા દિવસો પહેલાં કેળાના ઝાડ પર ફાંસે લટકતી હાલતમાં મળી આવેલી 23 વર્ષીય પરિણીતાના મોતનો ચોંકાવનારો ભેદ આખરે પોલીસ તપાસમાં બહાર આવ્યો છે. શરૂઆતમાં આત્મહત્યાનો કેસ જણાતો આ બનાવ હકીકતમાં હત્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટેકનિકલ તપાસ, મોબાઇલ ડેટા અને માનવ સૂત્રોની મદદથી આરોપી પ્રેમીની ઓળખ કરી તેની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ મુજબ મૃતક પરિણીતાના પોતાના ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. ઘટનાની રાત્રે બંને વચ્ચે થયેલા ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે પ્રેમીએ પરિણીતાની હત્યા કરી નાખી અને બાદમાં સમગ્ર ઘટનાને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગત 15મી તારીખની વહેલી સવારે કોઠી ગામના રામાપીર મંદિર સામે આવેલી એક વાડીમાં કેળાના ઝાડ સાથે એક મહિલાની લાશ લટકતી જોવા મળતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જસદણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ કોઠી ગામની રહેવાસી કાજલબેન તરીકે થઈ હતી.
પરિવારજનોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે કાજલબેન ઘટનાની રાત્રે પોતાના ઘરમાં પરિવાર સાથે બહાર સૂતા હતા. મધરાત્રિ બાદ તેમના પતિની ઊંઘ ઉડી જતા પત્ની પથારીમાં ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો દ્વારા આસપાસ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કાજલબેનનો કોઈ પત્તો મળ્યો નહોતો.
શોધખોળ ચાલી રહી હતી ત્યારે વહેલી સવારે તેમના મોબાઇલ પરથી પરિવારના સભ્યોને એક મેસેજ મળ્યો હતો કે તે ગામના એક ઓળખીતાના ઘરે છે. પરિવારજનો ત્યાં પહોંચ્યા છતાં કાજલબેન મળી આવ્યા નહોતા. આ દરમિયાન જ ગામમાંથી મહિલાની લાશ મળ્યાની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં મૃતદેહની ઓળખ કાજલબેન તરીકે થઈ હતી.
બનાવ શરૂઆતથી જ શંકાસ્પદ જણાતા પોલીસે માત્ર આત્મહત્યાની દિશામાં તપાસ મર્યાદિત રાખી નહોતી. મૃતકના મોબાઇલ કોલ રેકોર્ડ, લોકેશન ડેટા, સંપર્કમાં રહેલા લોકોની વિગતો તેમજ ટેકનિકલ પુરાવાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મૃતકના ગામના જ અશોક રણછોડ શાપરા સાથે નજીકના સંબંધો હોવાની માહિતી મળી હતી. તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ કાજલબેન રાત્રે લગભગ બે વાગ્યે પ્રેમી અશોકને મળવા ઘરેથી નીકળી ગયા હતા. બંનેએ કેટલાક કલાકો સાથે વિતાવ્યા બાદ કાજલબેન ઘરે પરત ફરી રહ્યા હતા. જોકે રસ્તામાં તેમને ખબર પડી કે પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા છે. આ પરિસ્થિતિથી ગભરાઈ ગયેલી કાજલબેન ફરીથી પ્રેમી પાસે પહોંચી ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કાજલબેને ત્યારબાદ અશોકને પોતાની સાથે લઈ જવાની અને હવે ઘરે નહીં જવાની વાત કરી હતી. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. ઝઘડો વધતા કાજલબેન જોરજોરથી બોલવા લાગ્યા હતા. આરોપીએ ભાંડો ફૂટી જવાની ભીતિથી પહેલે તેમના મોઢામાં કપડું દબાવી દીધું હતું. જેના કારણે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. ત્યારબાદ આરોપીએ કપડાથી ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા કર્યા બાદ આરોપી સામે સૌથી મોટો પડકાર ગુનાને છુપાવવાનો હતો. તેથી તેણે ઘટનાસ્થળથી થોડે દૂર આવેલા કેળાના ઝાડ પર મૃતદેહને મૃતકની જ સાડી વડે લટકાવી દીધો હતો, જેથી સમગ્ર બનાવ આત્મહત્યાનો લાગે. એટલું જ નહીં, મૃતકનો મોબાઇલ ફોન પણ પુરાવા તરીકે ઉપયોગમાં આવી શકે તેવી આશંકાથી આરોપીએ તેને તોડી નાંખ્યો હતો.
જોકે પોલીસની વૈજ્ઞાનિક અને ટેકનિકલ તપાસ સામે આરોપીની ચાલાકી લાંબો સમય ટકી શકી નહોતી. કોલ ડિટેલ રેકોર્ડ, મોબાઇલ લોકેશન, ડમ્પ ડેટા અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે તપાસનો દોર સીધો અશોક શાપરા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ખુલ્લો પડી ગયો હતો.
તપાસ દરમિયાન પોલીસે મૃતક અને આરોપી બંનેના બનાવ સમયે પહેરેલા કપડાં કબ્જે કર્યા હતા. ઉપરાંત તોડી નાખવામાં આવેલ મોબાઇલ ફોન પણ શોધી કાઢી મહત્વના પુરાવા એકત્રિત કર્યા હતા. ત્યારબાદ મૃતકના પતિની ફરિયાદના આધારે અશોક શાપરા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક કાજલબેનનું પિયર ચોટીલા તાલુકાના કેરાળા ગામે છે. તેમના લગ્નને હજુ એક વર્ષ જેટલો જ સમય થયો હતો. લગ્ન બાદ ગામના જ અશોક શાપરા સાથે તેમના સંબંધો વિકસ્યા હતા. પરંતુ જે સંબંધ પ્રેમથી શરૂ થયો હતો તેનો અંત અત્યંત દુઃખદ અને કરુણ રીતે થયો છે.
આ સમગ્ર કેસમાં જસદણ પોલીસે ઝડપી અને વૈજ્ઞાનિક તપાસ કરીને આત્મહત્યાની પાછળ છુપાયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખતા પોલીસ કામગીરીને પ્રશંસા મળી રહી છે. ગામમાં પણ આ બનાવને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને એક પરિણીતાના મોત પાછળ રહેલી હકીકત સામે આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

You Might Also Like

જામનગરમાં ગોકુલનગર જકાતનાકા પાસે આવારા તત્વો વચ્ચે ધોકાવાળી

મોઢ વણિક જ્ઞાતિ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓનું સન્માન

શેઠ ઉપાશ્રય આંગણે અરિહંત વંદનાવલી યોજાઇ

નવી ઔદ્યોગિક નીતિથી રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર ચમકશે: ધારાસભ્ય રમેશ ટીલાળા

સૌરાષ્ટ્ર ડ્રગ મેન્યુફેકચર્સ એસો.ની બેઠક યોજાઇ : વિવિધ મુદ્દે ચર્ચા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શોખ ગજબનો! : દેશી રજવાડાંના દસ્તાવેજો, ચલણ, દુર્લભ તસવીરોના સંગ્રાહક રમેશગીરી ગોસાઈ
લેખક

શોખ ગજબનો! : દેશી રજવાડાંના દસ્તાવેજો, ચલણ, દુર્લભ તસવીરોના સંગ્રાહક રમેશગીરી ગોસાઈ

Editor By Editor 6 days ago
જેતપુરના દેવકીગાલોલ નજીક રોડ પરથી ઈંગ્લિશ દારૂનો જથ્થા ભરેલી કાર ઝડપાઇ
ગામ કે શહેર? હવે વસ્તી નહીં, વિકાસ નક્કી કરશે ઓળખ
LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?