By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    12 minutes ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 day ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગૃહ, મહેસુલ અને પંચાયત વિભાગ વહિવટમાં મોખરે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

ગૃહ, મહેસુલ અને પંચાયત વિભાગ વહિવટમાં મોખરે

Editor
Last updated: 2026/06/17 at 4:57 PM
6 minutes ago
Share
ગૃહ, મહેસુલ અને પંચાયત વિભાગ વહિવટમાં મોખરે
SHARE

રાજયના એન્ટ્રી કરપ્શન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ ભારે ચિંતાજનક

ગૃહ, મહેસુલ અને પંચાયત વિભાગ વહિવટમાં મોખરે

૨૦૨૫માં ૧3 ઉચ્ચ અધિકારીઓ સહિત 3૧૦ સરકારી કર્મચારીઓ સામે કાયદાકીય સંકજો કસાયો, ૧.૭૨ કરોડથી વધુની લાંચની રકમ રિકવર કરાઇ

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB)ના સત્તાવાર વિશ્વસનીય સૂત્રો થકી મળેલા આંકડા અને જાણકારી અનુસાર એક ચિંતાજનક ચિત્ર જોવા મળ્યું છે. સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોના કામો માટે ટેબલ નીચેથી થતી આર્થિક લેવડદેવડ અટકવાનું નામ નથી લેતી. વર્ષ 2025ના વાર્ષિક અહેવાલથી લઈને 15 જૂન 2026 સુધીના તાજા આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવનારો ‘ગૃહ વિભાગ’ અને સામાન્ય જનતા સાથે સીધો સંકળાયેલો ‘મહેસૂલ તેમજ પંચાયત વિભાગ’ ભ્રષ્ટાચારના મામલામાં મોખરે છે.

સત્તાનો દુરુપયોગ, અપ્રમાણસર મિલકતો (DA) અને મસમોટી લાંચના છટકાઓ સાબિત કરે છે કે, વહીવટી તંત્રમાં ઉચ્ચ વર્ગ-1ના અધિકારીઓથી લઈને વર્ગ-3ના કર્મચારીઓ સુધી ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા ઉતરી ગયા છે. વર્ષ 2025ના સમગ્ર ગાળા દરમિયાન ગુજરાતમાં કુલ 213 આર્થિક ગુનાઓ નોંધાયા હતા, જેમાં 174 સફળ ટ્રેપ અને 16 અપ્રમાણસર મિલકતોના કેસનો સમાવેશ થાય છે. આ ગુનાઓમાં વર્ગ-1 ના 13 ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 310 આરોપીઓ સામે કાયદાકીય સકંજો કસાયો હતો, અને અંદાજે રૂ. 1.72 કરોડથી વધુની લાંચની રકમ રિકવર થઈ હતી.

ચાલુ વર્ષે એટલે કે, 15 જૂન 2026ની સ્થિતિએ પણ માત્ર સાડા પાંચ મહિનામાં જ રાજ્યમાં 83 ગંભીર ભ્રષ્ટાચારના કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 126 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને રૂપિયા 75.71 લાખથી વધુની લાંચ પકડાઈ છે. આ આંકડા દર્શાવે છે કે, એસીબીની સક્રિયતા છતાં સરકારી બાબુઓમાં કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી. ભ્રષ્ટાચારના આ મહાસાગરમાં સૌથી ચોંકાવનારા એવા બે ‘મેગા કેસ’ સામે આવ્યા છે, જે સરકારી તંત્રની નૈતિકતાના લીરેલીરા ઉડાડે છે.

વર્ષ 2026નો અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રેપ કેસ રાજકોટ સી.જી.એસ.ટી. (CGST) કચેરીમાં નોંધાયો, જ્યાં વર્ગ-2ના સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમાર બોધ્ધે એક વ્યક્તિ સાથે મળીને જીએસટી નંબર ભરવા તથા ખોટા બિલની અરજી પતાવવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ. 25 લાખની લાંચ માંગી હતી, જે રકઝકના અંતે રૂ. 20 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા.

ઊર્જા વિભાગના વર્ગ-1 ના ઉચ્ચ અધિકારી અશ્વિન ચૌધરી (મુખ્ય વિદ્યુત નિરીક્ષક, ગાંધીનગર) સામે એસીબીએ મોટી કાર્યવાહી કરી. સોલાર પ્રોજેક્ટના સેફ્ટી સર્ટિફિકેટ માટે લાંચ લેતા આ અધિકારીના ગાંધીનગર અને સુરતના નિવાસ સ્થાનેથી સર્ચ દરમિયાન કુલ રૂ. 2,64,97,880ની અપ્રમાણસર રોકડ અને સોના-ચાંદીની લગડીઓ મળી આવી હતી.

પોલીસ-શિક્ષણ વિભાગ પણ ACBની રડારમાં

આ સિવાય વર્ષ 2025ના ઇતિહાસ પર નજર કરીએ તો, શિક્ષણ વિભાગ હેઠળ સર્વ શિક્ષા અભિયાનમાં ડેપ્યુટેશન પર કાર્યરત માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2ના સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર, નિપૂણ ચોક્સી સામે રૂ. 3,08,90,279 (62.43% અપ્રમાણસર મિલકત)નો સૌથી મોટો ડી.એ. કેસ નોંધાયો હતો. તેમજ વર્ષ 2025ના સૌથી મોટા ટ્રેપ કેસમાં સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ફરિયાદી વિરૂદ્ધ કેસ ન કરવા માટે રૂ. 30 લાખની લાંચ લેતા ગુનામાં સંડોવાયેલા જોવા મળ્યા હતા. બીજી તરફ, વન અને પર્યાવરણ, શ્રમ, નાણાં, તેમજ માહિતી પ્રસારણ જેવા વિભાગોમાં કેસોની સંખ્યા મર્યાદિત કે ઝીરો રહી છે.

ભ્રષ્ટાચાર સામે ક્યાં ફરિયાદ કરવી?

નાગરિકોએ એ સમજવાની જરૂર છે કે, ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ માત્ર એસીબીની નથી, પરંતુ સમગ્ર સમાજની છે. વહીવટી તંત્રને સ્વચ્છ અને પારદર્શક બનાવવા માટે જનજાગૃતિ અનિવાર્ય શસ્ત્ર છે. જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી કાયદેસરના કામ માટે લાંચની માંગણી કરે, તો નાગરિકોએ ડર્યા વગર તાત્કાલિક ACB ના ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવી જોઈએ. તમારો એક જાગૃત ફોન કોલ ભ્રષ્ટાચારીને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.

You Might Also Like

આચાર્યના પુત્રનું ધો.૧૦ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી ચારધામ યાત્રા કરી આવેલા વૃધ્ધા પોઝિટીવ

ધો.૧૦ અને ૧૨ના નાપાસ છાત્રોની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ

બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ

નર્મદા નહેરમાંથી આવતીકાલથી સિંચાઇ માટે પાણી છોડવાની સરકારની જાહેરાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે
રાજકોટ

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

Editor By Editor 5 days ago
ઓછા ગુણવાળા સનધિ અધિકારી બની શકે તો ૯૦ વાળા શું કરી શકે : SP ગુર્જર
જેતપુર-જૂનાગઢ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે જીઆરડી જવાનનું મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ
હર્ષ સંઘવીએ ખુલ્લો મૂક્યો નવનિર્મિત સાંઢિયા ફોરલેન બ્રિજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?