ભારત તિબ્બત સંઘ આયોજીત કેમ્પમાં ૧૪૧ દર્દીની નાડીનું પરિક્ષણ
નિષ્ણાંત તબીબોએ દર્દીઓનું નિદાન કર્યુ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત તિબ્બત સંઘના ઉમાબેન તન્ના, ડો.રીનાબેન દવે, ડો.નીલમબેન પરમારની યાદી મુજબ ભારત તિબ્બત સંઘના તિબેટીયન નાડી ચિકિત્સા કેમ્પના મેડિકલ ડાયરેકટર રાજેશભાઇ જે.ભાતેલીયાના માર્ગદર્શન હેઠળ તેમની ઉપસ્થિતિમાં અને તેમની જહેમત હેઠળ તિબેટીયન નાડી ચિકિત્સકોનો હઠીલા, જટીલ અને અસાધ્ય રોગોથી લાંબા સમયથી પીડાતા દર્દીઓ માટે નિદાન કેમ્પ યોજાયો હતો. ૧૪૧ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પના ઉત્તમ આયોજન બદલ દર્દીઓએ રાજેશ જે. ભાતેલીયાને તેમજ ભારત તિબ્બત સંઘને અભિનંદન આપ્યા હતાં. નિધન કેમ્પમાં ડાયાબિટીસ, હૃદય રોગ, શ્વાસના રોગ, કિડની, કરોડરજ્જુ, મણકાની તકલીફ, ફેટી લીવર, પથરી, સાઇનસ, માસિક ધર્મ, નપુસંકતા, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, હોમોર્નલ ડિસઓર્ડર, સંતાન પ્રાપ્તિ, સંબંધી સમસ્યાઓ, માનસિક રોગ અને તમામ પ્રકારના કેન્સરથી પીડાતા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં ઓખા તેમજ ભુજ, કચ્છ અને અમરેલી સહિતના વિવિધ જિલ્લાના અને શહેરના દર્દીઓએ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા માટે દર્શિત આર. ભાતેલીયા સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.
કેમ્પની શુભેચ્છા મુલાકાત જનાર્દન પંડયા, જીતેશભાઇ પંડિત સહિતના લોકોએ લીધી હતી. ઉમદા આયોજન બદલ કેમ્પ ડાયરેકટર ભાવેશભાઇ જોશી (બાપજી), ડો.મૃણાલિનીબેન ઠાકર, ડો.રીનાબેન દવે, એડવોકેટ નિખિલ ભટ્ટ, દિવ્યાબેન ભટ્ટ, ઉમાબેન તન્ના, ડો.વિજય પીઠડીયા સહિતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.


