ડિવાઇન એડ. તથા HRM એજન્સીનો 5માં વર્ષમાં મંગલ પ્રવેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જાણીતા અને પ્રતિષ્ઠિત ‘આકૃતિ એડવર્ટાઇઝીંગ’ વાળા ભગવતીપ્રસાદ પંડ્યાના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ઉછરેલા નિરવભાઈ પંડ્યાએ પોતાના પુરુષાર્થથી દેશભરમાં એક અનોખી ઓળખ ઊભી કરી છે. પિતા પાસેથી મળેલા માર્કેટિંગના પાયાના સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેમણે વ્યવસાયિક જગતમાં નવી ક્ષિતિજો સર કરી છે.
નિરવભાઈ પંડ્યા માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક (Entrepreneur) નથી, પરંતુ દેશની સુરક્ષા અને તપાસ ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. તેઓ ‘નેશનલ ક્રાઇમ બ્યુરો એન્ડ ઇન્વેસ્ટીગેશન’ જેવી ભારત દેશની પ્રતિષ્ઠિત એજન્સીમાં ફરજ બજાવીને પોતાની રાષ્ટ્રભક્તિ અને વહીવટી કુશળતાનો પરિચય આપી ચૂક્યા છે.
૨૧ જૂન ૨૦૨૨ના રોજ રાજકોટ શહેરમાં ડિવાઇન માર્કેટીંગ એજન્સીનો શુભ પ્રારંભ કરનાર નિરવભાઈએ ખૂબ જ ટૂંકા સમયમાં ડિજિટલ, ઓનલાઇન અને ઓફલાઇન માર્કેટીંગ ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. આજે આ એજન્સી ગુજરાત અને લંડન સુધી સફળ ઓળખ ઊભી કરી ચૂકી છે. ક્રિએટિવ સોલ્યુશન્સ અને મીડિયા મેનેજમેન્ટ દ્વારા એજ્યુકેશન, રિયલ એસ્ટેટ, મેડિકલ, કોસ્મેટીક્સ, જ્વેલરી, ફૂડ અને આઈટી ક્ષેત્રની અનેક કંપનીઓને માર્કેટમાં બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે.
સફળતાના પાંચમા વર્ષના મંગલ પ્રવેશના આ શુભ અવસરે, સમગ્ર દેશમાંથી ડૉક્ટર્સ, ઉદ્યોગપતિઓ, સ્નેહીજનો અને મિત્રો તરફથી નિરવ પંડ્યાને મો. 98794 50072 ઉપર અવિરત શુભેચ્છાઓ મળી રહી છે.


