વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા બસ સ્ટેશનમાં દર છાસ વિતરણ કેન્દ્ર સંપન્ન
ત્રીસ હજારથી વધુ લોકોએ સેવાનો લાભ લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ઉનાળાના આકરા તાપમાં,કાળજાળ ગરમીમાં એસટીમાં મુસાફરી કરતા યાત્રાળુઓના કાળજે ઠંડક પહોંચાડવાના શુભાશયથી રાજકોટ શહેરના સેન્ટ્રલ એસટી બસ પોર્ટમાં તાજી અને પૌષ્ટિક અમૃત રૂપી છાશ અને શીતળ જળનું વિતરણ સતત તેર રવિવાર સુધી કરવામાં આવ્યું. અંદાજિત ત્રીસ હજારથી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. શહેરના જાણીતા જીવદયા પ્રેમી જૈનશ્રેષ્ઠી સ્વ. વિરેન્દ્રભાઈ દોશીની પુણ્યસ્મૃતિમાં મીનાબેન વિરેન્દ્રભાઈ દોશી પરિવાર તરફથી તમામ રવિવાર નો ખર્ચ આપવામાં આવેલ આ માટે સંસ્થા દાતા પરિવારનો આભાર માની ઋણ સ્વીકાર કરે છે
હીટ વેવ, ઓરેન્જ એલર્ટ કે ૪૫ ડિગ્રી ગરમીની પરવા કર્યા વગર સેવા જેમનો સ્વભાવ છે તેવા દેવદુર્લભ કાર્યકર્તાઓ કે જેમના વગર આ સેવા કાર્ય શક્ય જ ન બને એવા સેવાભાવી અનુપમ દોશી, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, પરિમલભાઈ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, વિજય કુંભાણી, અશ્વિન સોનગરા, અશ્વિન ચૌહાણ, પ્રદીપભાઈ ઉનડકટ,હરેશભાઈ બોરીયા દક્ષિણભાઈ જોશી, હિરેનભાઈ મહેતા,ચેતન મહેતા,અશોકભાઇ જાંબુવાળા, દીપકભાઈ ચૌહાણ, દીપ કણજારીયા, જનાર્દન આચાર્ય, ઉદયભાઇ ગાંધી, વસંતભાઈ વાગડિયા, પંકજ ઓઝા, જીતુભાઈ રાઠોડ, વિપુલભાઈ ભટ્ટ,શરદભાઈ દવે, તુષારભાઈ ત્રિવેદી, હાર્દિક સૂચક, મહેશ જીવરાજાની, નયન ગંધા, મહેશભાઈ વ્યાસ, મહેશ પરમાર,પર્વ દોશી સહિતના સેવાકાર્યમાં સહભાગી બનેલ
સંસ્થાની જનસેવાની ઉમદા આશીર્વાદરૂપ પ્રવૃતિને કુંદનબેન કાંતિલાલ શેઠ પરિવાર, એસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશન, અનુપકુમાર શાહ, પ્રફુલભાઈ ગોસ્વામી, હરદેવસિંહ જાડેજા, કાશ્મીરાબેન મુકેશભાઈ દોશી, નલીનભાઇ તન્ના, શર્મિષ્ઠાબેન ડોબરીયા સહિતના સ્વજનોએ મુલાકાત લઇને બિરદાવેલ સંસ્થાની જનસેવાની પ્રવૃતિમાં સહયોગી બનવા માટે અનુપમ દોશી ૯૪૨૮૨૩૩૭૯૬ નો સંપર્ક સાધવા જણાવાયું છે


