શહેર મહિલા મોરચા દ્વારા તમામ વોર્ડમાં ‘ઓટલાથી રસોડા સુધી’ રસોઇ બેઠક યોજાઇ
દૈનિક આહારમાં ’શ્રી અન્ન’ (મિલેટ્સ) અપનાવો અંતર્ગત મીલેટ્સ અનાજ અને ઓછા ખાદ્ય તેલ સંરક્ષણ અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ સંપન્ન
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને ઉત્તમ સ્વાસ્થ્ય અને પોષણ સુરક્ષા પૂરી પાડવાના હેતુથી દૈનિક આહારમાં બરછટ અનાજ—મિલેટ્સને વડાપ્રધાનએ ‘શ્રી અન્ન’ નામ આપ્યું છે અને તેનો મહત્તમ ઉપયોગ કરવાની ભાવભરી અપીલ કરી છે. વડાપ્રધાનના પ્રયાસોથી જ સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય પરંપરાગત ખોરાકને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ અંજુબેન વેકરીયાજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી માધવીબેન જોગિયાની આગેવાનીમાં રાજકોટ મહાનગરના તમામ વોર્ડમાં રસોઈ બેઠકનો કાર્યક્રમ રાખેલ અને વોર્ડના દરેક મહિલાઓને મીલેટ્સ અનાજના ફાયદા અને આપણા રસોડામાં ખાદ્યતેલનો ઓછો ઉપયોગ કરવાથી થતાં ફાયદાઓ વિશે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવભાઈ દવે ખાસ ઉપસ્થિત રહી બેહેનોને પ્રોત્સાહન આપેલ આ સાથે કોર્પોરેટર મીનાબા જાડેજા, દક્ષાબેન વાઘેલા, અલ્પાબેન દવે, રસીલાબેન સાકરીયા, પૂનમબેન, ધર્મિષ્તાબેન,પૂર્વ ડેપ્યુટી મેયર જસુમતીબેન વસાણી, રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી માધવીબેન જોગિયા, શહેર સંગઠન ના દીપાબેન કાચા, મેઘાબેન વેષ્ણવ, કિન્નરીબેન તથા વોર્ડના પ્રમુખો, વોર્ડના આગેવાનો અને મહિલા મોરચાના બહેનોએ આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બેહેનો ની રસોઈ બેઠક પરિપૂર્ણ કરેલ હતી.


