સાહિત્ય સેતુ અને વિરાણી હાઈસ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી
શાળાના છાત્રો, શિક્ષકો અને પુસ્તકપ્રેમીઓએ સમૂહ વાંચન કર્યું : નિત્ય વાંચનના સામુહિક શપથ લેવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરીત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ અને શહેરની વર્ષો જૂની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિરાણી હાઈસ્કૂલ દ્વારા ભારતની પુસ્તકાલય ચળવળના પ્રણેતા કેરળના મહાન ચિંતક પી એન પાનીકરની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં તારીખ ૧૯ જૂન રાષ્ટ્રીય વાંચન દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત દેશના આવતીકાલના નાગરિકો એવા યુવાનો અને છાત્રોમાં વાંચનની ટેવ વિકસે તેમજ વાંચન પ્રત્યે જાગૃતિ લાવવા રાષ્ટ્રીય વાચન દિવસ નિમિત્તે શહેરના મોઢવણિક સમાજના અગ્રણી કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ કવિ સંજુ વાળા, લોકસાહિત્યકાર શાંતિભાઈ રાણીગા અને પુરુષાર્થ યુવક મંડળના કિશોરભાઈ રાઠોડના અતિથિવિશેષ પદે સમૂહ વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેનું શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશીએ દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યુ હતું.
રાષ્ટ્રીય વાંચન દિવસ નિમિતે યોજાયેલ સમૂહ વાંચન કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ, શિક્ષકો તેમજ સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો નાટ્યકાર કૌશિક સિંધવ, કવિ પ્રકાશ હાથી, પ્રદીપ ભાગ્યોદય, લેખક ધર્મેન્દ્રસિંહ રાઠોડ, નવીનભાઈ ધામેચા, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના અગ્રણી સુનિલ વોરા, સેવાભાવી સ્વજન ચિરાગ ધામેચા, ગ્રંથાલય ભારતીના રાજુભાઈ ત્રિવેદી, મેડીકલ કોલેજના એડિશનલ ડીન ડૉ.અનિલ સિંહ, નિવૃત બેંકર રમેશભાઈ ઠક્કર, મિલન ચોલેરા, પ્રોફેસર રાહુલ ગોહેલ સહિતના વાંચનપ્રેમીઓએ એક કલાક સુધી પોતાના મનગમતા પુસ્તકનું વાંચન કરેલ અને સમૂહ વાંચન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતાં.
આ પ્રસંગે એક હજાર જેટલા પુસ્તકો વાંચન માટે રાખવામાં આવેલ તેમજ પુસ્તકો આપણા સાચા મિત્રો છે, પુસ્તકો જીવન ઘડતરમાં ઉપયોગી છે સહિતના સૂત્રો લખેલ બેનર પણ લગાડવામાં આવ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન શાળાના શિક્ષક પ્રણવ શુક્લે કરેલ.કાર્યક્રમના અંતમાં આભારવિધિ જનાર્દન આચાર્યે કરી હતી. સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, હરેન્દ્રસિંહ ડોડીયા, હસુભાઈ શાહ,પંકજ રૂપારેલિયા, પરિમલભાઇ જોશી, ઉપમન્યુભાઈ રાવલ, નૈસધભાઈ વોરા, જયેન્દ્રભાઈ મહેતા, મહેશભાઈ વ્યાસ,કામેબ માઝી તેમજ શાળા પરિવાર કાર્યરત રહ્યા હતાં.


