By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Editor
Last updated: 2026/06/25 at 3:17 PM
1 month ago
Share
પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો
SHARE

ચારિત્રની શંકાએ લીધો જીવ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

ખારચીયા ગામની પરિણીતાના મોતના કેસમાં ફોરેન્સિક પીએમથી સત્ય બહાર આવ્યું; બે માસૂમ સંતાનો માતાની મમતા વિહોણા થયા

અગ્ર ગુજરાત, રાજકોટ

ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે પરિણીતાના ગળાફાંસાથી થયેલા મોતના બનાવમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આત્મહત્યાનો બનાવ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ સમગ્ર ઘટનાક્રમ બદલાઈ ગયો છે. પરિણીતાએ પોતે ગળાફાંસો ખાધો ન હતો, પરંતુ તેના પતિએ જ દોરડા વડે ગળાટૂંપો આપી હત્યા કરી હોવાનું સામે આવતા ભાયાવદર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ખાસ કરીને બે નાનાં સંતાનોની માતાના મોત પાછળ પતિ જ જવાબદાર હોવાનું બહાર આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, મૂળ ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામના વતની અને હાલ મોરબી જિલ્લાના શક્ત શનાળા ગામે રહેતા રાજેશભાઈ ઉર્ફે રવિ માવજીભાઈ હેડમ્બાએ પોતાની બહેન ઇલાબેનના મોત અંગે બનેવી હિતેન્દ્ર લાખા બગડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઇલાબેનના લગ્ન આશરે અગિયાર વર્ષ પહેલાં ખારચીયા ગામના હિતેન્દ્ર બગડા સાથે થયા હતા. દંપતીને નવ વર્ષનો દીકરો સાહિલ અને છ વર્ષની દીકરી જયેષ્ઠા એમ બે સંતાનો છે. બહારથી સામાન્ય લાગતું આ દાંપત્યજીવન અંદરખાને સતત તણાવ અને શંકાના વાદળોથી ઘેરાયેલું હતું.
પરિવારજનોના જણાવ્યા મુજબ હિતેન્દ્ર પોતાની પત્નીના ચારિત્ર અંગે વારંવાર શંકા કરતો હતો. આ શંકાના આધારે તે ઇલાબેનને શારીરિક તેમજ માનસિક રીતે હેરાન કરતો રહેતો હતો. પતિના ત્રાસથી કંટાળીને ઇલાબેન અનેક વખત પોતાના પિયર મોટી વાવડી તથા સગાંઓના ઘરે રિસામણે જતી રહી હતી. જોકે, સંતાનોના ભવિષ્ય અને ઘર સંસાર બચી રહે તે આશાએ તે ફરી સાસરે પરત ફરતી હતી.
ગત 23મી તારીખે ઇલાબેનના ભાઈ રાજેશભાઈ મોરબી ખાતે નોકરી પર હતા ત્યારે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે તેમની બહેન ઇલાબેને ગળાફાંસો ખાઈ લીધો છે. ત્યારબાદ ઇલાબેનના દિયરે પણ તાત્કાલિક ભાયાવદર આવવા જણાવ્યું હતું. સમાચાર મળતા જ રાજેશભાઈ અને તેમના ભાઈ હિતેષ ત્યાં પહોંચી ગયા હતા.
હોસ્પિટલમાં બહેનનો મૃતદેહ જોતા જ પરિવારજનોને અનેક શંકાઓ જન્મી હતી. મૃતદેહના ચહેરા પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત માથાના વાળ અને કપાળ પર ધૂળ ચોંટેલી હતી. બીજી તરફ હિતેન્દ્રએ પરિવારજનોને જણાવ્યું હતું કે બપોરે બંને પતિ-પત્ની વાડીમાં ગયા હતા. ત્યાં ઇલાબેન પાણી ભરવાના બહાને ઓરડીમાં ગયા બાદ પરત ન ફરતા તપાસ કરતાં તેઓ દોરડાથી લટકતા હાલતમાં મળી આવ્યા હતા. આ વાત પરિવારજનોના ગળે ઉતરી નહોતી. કારણ કે ઇલાબેન પોતાના બે નાનાં સંતાનોને ખૂબ પ્રેમ કરતી હતી અને આત્મહત્યા જેવું પગલું ભરે તેવું તેમને લાગતું નહોતું. વધુમાં મૃતદેહ પર દેખાતા નિશાનોએ પણ પરિવારની શંકા મજબૂત બનાવી હતી. પરિવારજનોએ સામાન્ય પોસ્ટમોર્ટમને બદલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરી હતી. ત્યારબાદ મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. આ નિર્ણય આખા કેસમાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થયો.
ફોરેન્સિક નિષ્ણાતોની તપાસમાં ખુલ્યું કે ઇલાબેનનું મોત આત્મહત્યાથી નહીં પરંતુ ગળાટૂંપો આપવાથી થયું હતું. એટલે કે, તેમને કોઈએ દોરડા વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ખુલાસા બાદ પતિએ રચેલી આત્મહત્યાની કહાની ખોટી સાબિત થઈ હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ પરિવારજનોએ સીધી હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે હિતેન્દ્ર લાખા બગડા વિરુદ્ધ હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પતિની સતત શંકા અને ત્રાસના કારણે દાંપત્યજીવનમાં લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો. પોલીસ હવે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. સાથે જ હત્યા બાદ આપઘાતનો દેખાવ ઉભો કરવા માટે કોઈ પુરાવા સાથે ચેડાં કરાયા હતા કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનામાં સૌથી કરુણ બાબત એ છે કે નવ વર્ષનો દીકરો અને છ વર્ષની દીકરી હવે માતાની મમતાથી વંચિત થઈ ગયા છે. એક તરફ માતાનું મોત અને બીજી તરફ પિતા સામે હત્યાના આરોપો વચ્ચે બંને માસૂમ સંતાનોનું ભવિષ્ય અનિશ્ચિતતામાં ધકેલાઈ ગયું છે.
ફિલહાલ પીઆઈ એચ. એમ. ધાંધલ અને તેમની ટીમે આરોપીની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે. ફોરેન્સિક તપાસના આધારે ખુલ્લો પડેલો આ કેસ ફરી એકવાર દર્શાવે છે કે ઘણી વખત આત્મહત્યા જેવો દેખાતો બનાવ પાછળ ભયાનક હત્યાનું સત્ય છુપાયેલું હોય છે.

 

You Might Also Like

સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની

શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે નિઃશુલ્ક સંગીત સંધ્યા

લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે

જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો

રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહેસાણામાં ચાર મહિનામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની ૧3૧ સગીરાઓ ગર્ભવતી બની
ગુજરાત

મહેસાણામાં ચાર મહિનામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની ૧3૧ સગીરાઓ ગર્ભવતી બની

Editor By Editor 6 days ago
પોરબંદરમાંથી પસાર થતા NH-151 AD અને ૧૫૧ Kને ફોરલેન કરવા માંગણી
રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા અંગે મેયરની ખુલ્લી કબૂલાત: ડ્રેનેજ ભળવા અને જૂની પાઇપલાઇનને ગણાવી જવાબદાર
જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં ૩૬ વર્ષ બાદ યોજાઈ GSની ચૂંટણી: આદિત્ય તેરૈયા ૧૦૪ મતે વિજેતા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?