કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.૨૭-૨૮ ફરી ગુજરાત પ્રવાસે
વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવવાના છે. આગામી 27 અને 28 જૂનના રોજ નિર્ધારિત આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.
તેમના આગમનને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં પૂર્ણ કરવામાં આવી છે. જો આપણે સમગ્ર કાર્યક્રમની રુપરેખા જોઈએ તો તેઓ 27 જૂનના રોજ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારેબાદ બીજા દિવસે એટલે કે 28 જૂનના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે.
આ ઉપરાંત તેઓ રાણીપ વિસ્તારમાં પણ અનેક વિકાસકાર્યોના લોકાર્પણન કરશે. જેનાથી સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આ પ્રવાસ દરમિયાન સરકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા પણ કરી શકે છે. ગૃહમંત્રીના આ પ્રવાસને રાજકીય અને વિકાસની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રાજ્યના અગ્રણી નેતાઓ અને અધિકારીઓ સાથેની તેમની આ મુલાકાત ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને નવી ગતિ આપશે તેવી ધારણા છે.


