By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર : વશરામ સાગઠીયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર : વશરામ સાગઠીયા

Editor
Last updated: 2026/06/30 at 3:42 PM
17 minutes ago
Share
ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર : વશરામ સાગઠીયા
SHARE

જંગલેશ્વર ડિમોલેશનનો VIP ખર્ચનો વિવાદ વધુ ઉગ્ર બન્યો

ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર : વશરામ સાગઠીયા

વિવિધ બીલો મુકીને કરાયેલો ભ્રષ્ટાચાર, હજુ આમાં જેસીબી, હિટાચી સહિતના મશીનરીના ખર્ચના બીલો તો બાકી જ રહ્યાં છે

મહાનગરપાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી કરપ્ટેડ સ્ટેન્ડિંગ ચેરમેન આવ્યા હોય તો તે જયમીન ઠાકર છે : પૂર્વ વિપક્ષી નેતાના માજી સ્ટે.ચેરમેન પર આકરા પ્રહાર

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જંગલેશ્વર ખાતે ૧૪૦૦ જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં. સૌરાષ્ટ્રનું થયેલું સૌથી મોટા ડિમોલેશનમાં ખર્ચનો વિવાદ સામે આવ્યો છે. જેમાં ખાણીપીણીનું ૨૭ લાખનું બીલ મનપામાં મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ મીનરલ વોટર અને વીડિયોગ્રાફીનું બીલ પણ લાખોમાં મુકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ખર્ચાઓ હાલ વિવાદનું કેન્દ્ર બન્યાં છે અને વિપક્ષે આ અંગે તાત્કાલિક શાસકોને ઘેર્યા છે. પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ માજી સ્ટે.ચેરમેન જયમીન ઠાકર પર આકરા પ્રહાર કરતાં આક્ષેપ કર્યા હતાં કે ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર છે. અત્યાર સુધીમાં તેના જેવો કોઇ કરપ્ટેડ સ્ટેન્ડિંગ ચેરમેન મનપાના ઇતિહાસમાં આવ્યો નથી.

પૂર્વ નેતા વશરામ સાગઠીયાએ તત્કાલીન સ્ટે.ચેરમેન જયમીન ઠાકર પર ગંભીર આરોપો મૂકતાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં જયમીન ઠાકર જેવો ભ્રષ્ટાચારી ચેરમેન આવ્યો નથી. કરપ્ટેડમાં કરપ્ટેડ કોઇ ચેરમેન હોય તો તે જયમીન ઠાકર છે. ઉલ્લેખનીય છે કે જયમીન ઠાકરના કાર્યકાળ દરમિયાન જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેના ખર્ચના બીલો હાલ નવી રચાયેલી બોડીના જનરલ બોર્ડમાં મૂકવામાં આવતાં ભારે વિવાદ સર્જાયો છે અને આ વિવાદમાં વિપક્ષે પણ ઝંપલાવ્યું છે.

જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચના વિવાદમાં વશરામ સાગઠીયાએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મનપામાં મૂકવામાં આવેલા બીલમાં હજુ જેસીબી, હિટાચી મશીન તેમજ અનેક એવા ખર્ચાઓના બીલ મૂકવામાં આવ્યા નથી. જો આ બીલોને પણ ભેગા કરવામાં આવે તો કરોડો સુધીનો આંકડો આંબી જાય તેમ છે. જંગલેશ્વર ડિમોલેશન કરવાની પણ જરૂર ન્હોતી. કદાચ આ ડિમોલેશન કરવામાં ન આવ્યું હોત તો પણ ચાલત. પરંતુ ભાજપ સરકાર દ્વારા આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ગરીબોના ઘર તોડી પાડવામાં આવ્યા હતાં. ડિમોલેશનના કારણે ૧૪૦૦થી વધુ પરિવારોના હજારો લોકો બેઘર થયાં છે અને તેના મૂળીયામાં પણ ભ્રષ્ટાચારના ઊંડા પાયા ધરબાયેલા છે.

કોર્પોરેશન દ્વારા જયમીન ઠાકરના કાર્યકાળ દરમિયાન જંગલેશ્વરનું જેટલા ખર્ચે ડિમોલેશન કરવામાં આવ્યું છે તેટલા ખર્ચે પીડિત પરિવારોને આવાસ બનાવી દેવામાં આવ્યા હોત તો પણ રૂપિયા વધે તેવો દાવો વશરામ સાગઠીયાએ જયમીન ઠાકર પર કરેલા આકરા પ્રહારમાં કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ડિમોલેશનના ખર્ચમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તત્કાલીન પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા મીલીભગતથી આ ખર્ચો થયો હોવાનું સંભવિત જાણવા મળી રહ્યું છે.

વધુમાં વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે ડિમોલેશનની દરખાસ્ત અને સંભવિત ખર્ચાઓ મહાનગરપાલિકાના કમિશનરના ટેબલ પરથી જ પસાર થતાં હોય છે. આ ખર્ચાઓ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં પણ કયાંકને કયાંક મનપાના કમિશનરની પણ સંડોવણી હોય શકે છે? આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણાં ભ્રષ્ટાચારો ખુલ્લા પડી શકે તેમ છે. અમે ડિમોલેશન પહેલાં જંગલેશ્વર વિસ્તારમાં ત્રણથી ચાર સભાઓ પણ કરી હતી અને સરકારમાં અરજ પણ કરી હતી કે આ ડિમોલેશન અટકાવવામાં આવે પરંતુ તેની પણ કોઇ જાતની દરકાર લેવામાં આવી હતી નહી.

વશરામ સાગઠીયાએ ભાજપ અને જયમીન ઠાકર પર આકરા પ્રહાર કરતાં રોષ ઠાલવ્યો હતો કે સરકારમાં કોર્ટને પણ અવગણવામાં આવી રહી છે. ભાજપ પાસે કોર્ટનું પણ ચાલતું ન હોય અને ભાજપ સરકાર કોર્ટને પોતાના ખિસ્સામાં લઇ ફરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. કોર્ટે પણ જંગલેશ્વરના ડિમોલેશનનો નિર્ણય લેવો પડયો હતો અને ડિમોલેશન બાબતે આદેશ આપ્યા હતાં.

હું નહીં ભાજપના પણ ઘણાં મિત્રો જયમીન ઠાકર ભ્રષ્ટાચારી હોવાનું કહી રહ્યાં છે

વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે જયમીને ઘણાં કૌભાંડ કર્યા છે અને ભ્રષ્ટાચાર કર્યા છે તેવું હું નહીં પણ ભાજપના ઘણાં મિત્રો આક્ષેપ કરી રહ્યાં છે. જયમીન ભ્રષ્ટાચારી હોવાનું ખુદ તેના પક્ષના જ સાથી કાર્યકરો આ વાત કરી રહ્યાં છે. જયમીને ઘણાં ઘણાં કૌભાંડો કર્યા છે.

જયમીને મારા પર કેસ કરવો હોય તો કરી દે : વશરામ સાગઠીયા

જયમીન ઠાકરે ઘણાં કૌભાંડો કર્યા છે તેવું અનેક વખત છાપાઓમાં પણ આવી ગયું છે અને ચેનલોમાં પણ ચલાવવામાં આવ્યું છે. જો મારા આક્ષેપો સામે જયમીન ઠાકરને વાંધો હોય તો મારી પર કેસ કરી શકે છે. તેવી ચેલેન્જ પણ પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જયમીન ઠાકરને આપી છે. મારી દરેક વાત સત્ય છે અને હું આ વાત સાથે વળગેલો છું. જયમીન ઠાકરને મારી વાત સાથે કોઇપણ સમસ્યા કે વાંધો હોય તો મારી સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

એવા તો બોલ્યા કરે, મારે જવાબ દેવાનો ન હોય : જયમીન ઠાકર

પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જયમીન ઠાકર વિરૂધ્ધ કરેલા ભયંકર આક્ષેપો અંગે જયમીન ઠાકરે જણાવ્યું હતું કે વિપક્ષનું કામ બોલવાનું છે, આક્ષેપો કરવાનું છે. આવા તો બોલ્યા કરે તેનો જવાબ દેવાનો ન હોય. રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી વિશે પણ કેટલાક લોકો બોલ્યા કરે છે, મારા કિસ્સામાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. વશરામ સાગઠીયાના કહેવાથી મારે માની લેવાનું ન હોય. વિપક્ષનું કામ સત્તાધારી પક્ષ સામે આક્ષેપો કરવાનું જ હોય છે. જો આવા આક્ષેપોના જવાબ દેવા બેસીએ તો નવરા પણ થઇ ન શકીએ. જેથી આવા તો બોલ્યા કરે તેને અવગણીને આગળ ચાલવાનું હોય.

મેયર અને મ્યુનિ.કમિશનર ગાંધીનગરમાં

જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચને લઇને રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ધમાસાણ મચી છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનનો અધધ ખર્ચ રાજય માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ ખર્ચની રાજય સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે. રાજકોટમાં ખર્ચને લઇને ચાલતાં વિવાદને કઇ રીતે ડામવો અને ઘીના ઠામમાં ઘી પડે તે રીતે પરિસ્થિતિને હેંડલ કરવી તે માટે થઇને શહેરના પ્રથમ નાગરિક મેયર ડો.નેહલ શુકલ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ગાંધીનગર પહોંચ્યા છે. સંભવિત જંગલેશ્વરના ડિમોલેશન ખર્ચના વિવાદ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પરિસ્થિતિની ફરી થાળે પાડવા સરકાર સાથે બેઠક યોજવામાં આવી હોવાની ચર્ચા સૂત્રોમાં થઇ રહી છે.

મનપાના વિવાદમાં જયમીન ઠાકર કેન્દ્ર સ્થાને હોવાની ચર્ચા

ડિમોલેશનના ખર્ચને લઇને હાલ શહેરભરમાં વિવાદ અને ચર્ચા થઇ રહી છે. પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ માજી સ્ટે.ચેરમેન જયમીન ઠાકર પર નિશાન સાધ્યું છે અને જયમીન ઠાકર ભ્રષ્ટાચારી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે શહેરમાં એક ચર્ચા એવી પણ થઇ રહી છે કે મનપામાં જયારે કોઇપણ વિવાદ સર્જાય છે ત્યારે તેના મૂળમાં જયમીન ઠાકર હોવાનું સામે આવી છે. મનપાના મોટા ભાગના વિવાદમાં જયમીન ઠાકર કેન્દ્ર સ્થાને રહ્યાં છે તેવી ચર્ચા લોકમુખે અને સૂત્રોમાં થઇ રહી છે.

You Might Also Like

વિરાણી અઘાટમાં 26 વર્ષના યુવકનું નિંદરમાં જ હાર્ટ એટેકથી મોત

ચોટીલા દર્શનથી પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત: બાઈક સ્લીપ થતાં પતિનું મોત

પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત

નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી

 PPPથી ચાલતી ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન હવે સંપૂર્ણ મનપા હસ્તક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓના પૂન: પ્રવેશમાં સફળતા: રમેશભાઈ ટીલાળા
રાજકોટ

શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓના પૂન: પ્રવેશમાં સફળતા: રમેશભાઈ ટીલાળા

Editor By Editor 6 days ago
ડુપ્લીકેટ ગુજરાત મોડલ! નકલી IPS અને બ્રાન્ડના નામે વેંચાતા કપડા, ચશ્મા મળ્યા
રાજુલા નજીક હાઇવે પર બાઇક સવાર પશુ સાથે અથડાતાં મોત
ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે પ્લેન સામ-સામે આવી ગયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?