By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  PPPથી ચાલતી ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન હવે સંપૂર્ણ મનપા હસ્તક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 PPPથી ચાલતી ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન હવે સંપૂર્ણ મનપા હસ્તક

Editor
Last updated: 2026/06/30 at 3:45 PM
16 minutes ago
Share
 PPPથી ચાલતી ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન હવે સંપૂર્ણ મનપા હસ્તક
SHARE

 PPPથી ચાલતી ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન હવે સંપૂર્ણ મનપા હસ્તક

 ૨૫-૨૫ છાત્રોની મર્યાદા દૂર કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા વિચારણા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં વર્ષ 2015થી PPP મોડલથી ત્રણેય ઝોનમાં એક એક ઈંગ્લીશ મીડિયમ પ્રાયમરી સ્કૂલ ચાલી રહી છે. જો કે, વર્ષ 2027થી SNK સ્કૂલ દ્વારા એમઓયુને આગળ વધારવાની અનિચ્છા વ્યકત કરી છે. ત્યારે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જ આ ત્રણેય શાળાઓનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. જેના માટે તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલનો સંપૂર્ણ વહીવટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવી જતા સૌથી મોટો ફાયદો એ થશે કે, હાલ જે શાળા દિઠ 25-25 વિદ્યાર્થીઓની મર્યાદા હતી તે દૂર થઈ જશે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે.

રાજકોટ શહેરના ત્રણ ઝોન ઉપરાંત ગાંધીગ્રામ કે જ્યાં અંદાજિત 1 લાખની વસતી છે ત્યાં પણ એક ઈંગ્લીશ મીડિયમની પ્રાયમરી સ્કૂલ શરૂ કરવાની માગ ઉઠી છે.

સૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવા પ્રત્યે ભારે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જેને લીધે હાલ રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા એક પણ નથી. હાલ જે 3 શાળા કાર્યરત છે તે પણ PPPના ધોરણે છે. આગામી વર્ષથી SNK સાથેના 11 વર્ષના MoUનો અંત આવશે. જોકે આ વચ્ચે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા આગામી વર્ષ 2027થી શહેરમાં 3 અંગ્રેજી માધ્યમની સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. જેથી આગામી વર્ષથી ત્રણેય શાળાઓમાં માત્ર 25- 25 જ નહીં પરંતુ અનલિમિટેડ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.

આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી રમેશ જેઠવાએ જણાવ્યું હતું કે, વર્ષ 2015થી PPPના ધોરણે SNK દ્વારા રાજકોટ કોર્પોરેશન એરિયામાં ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી પરંતુ સંજોગોવસાત વર્ષ 2027 થી તેઓ આ સ્કૂલ ચલાવવા ઇચ્છતા નથી અને એમઓયુ પૂર્ણ કરે છે. જેથી આ માટે રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર આ ત્રણેય શાળાઓ એમ જ કંટીન્યુ રહે અને તેનું હસ્તાંતરણ સંપૂર્ણ સરકારી શાળા તરીકે થઈ જાય તે માટેની કાર્યવાહી ચાલુ છે. થોડા સમયમાં કાર્યવાહી પૂર્ણ થશે અને તેથી કોઈપણ વિદ્યાર્થીઓને અડચણ રહેશે નહીં.સરકારી અંગ્રેજી માધ્યમની 3 પ્રાથમિક શાળા શરૂ થશે તેમાં મંજુર થનારા મહેકમ મુજબ કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલા જ્ઞાન સહાયકોને કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરી મૂકવામાં આવશે.

અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ PPPના ધોરણે હતી ત્યારે ડ્રો સિસ્ટમથી એડમિશન આપવામાં આવતું હતું અને તેમાં 25-25 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળતા હતા પરંતુ આ ત્રણેય શાળાઓ સરકારી શાળા તરીકે હસ્તાંતરણ થઈ જતા ત્યાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધી વિદ્યાર્થીઓને એડમિશન મળી શકશે. હાલ PPPના ધોરણે કાર્યરત અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ એટલે સાધુવાસવાણી રોડ પર આવેલી રવિન્દ્રનાથ ટાગોર વિદ્યાલય, ભક્તિનગર સર્કલ પાસે વાણીયાવાડીમાં આવેલી કવિ નર્મદ સ્કૂલ અને દૂધની ડેરી પાસે સ્થિત હોમી ભાભા સ્કૂલ જ્યાં કાર્યરત છે તે જ સ્થિતિમાં આગામી વર્ષથી યથાવત રહેશે.

ગાંધીગ્રામમાં પણ સ સ્કૂલ શરૂ કરવાની માગ

શાસનાધિકારીએ કહ્યું હતું કે, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવે તે માટેની અરજીઓ છેલ્લા એક મહિનાથી મળી રહી છે. જે અરજીઓને ધ્યાનમાં લઈને હાલ સરકારી અંગ્રેજી માધ્યમની ત્રણેય પ્રાથમિક શાળાઓ જે વિસ્તારમાં છે તેનાથી ગાંધીગ્રામ વિસ્તારની સ્કૂલ કેટલા કિલોમીટરના અંતરે છે, કેટલા વિદ્યાર્થીઓ ઉપલબ્ધ થઈ શકે તેમ છે તેવી પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ વિચારણા કર્યા પછી દરખાસ્ત કરવામાં આવશે.

You Might Also Like

વિરાણી અઘાટમાં 26 વર્ષના યુવકનું નિંદરમાં જ હાર્ટ એટેકથી મોત

ચોટીલા દર્શનથી પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત: બાઈક સ્લીપ થતાં પતિનું મોત

પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત

નહેરુનગરમાં હિંસક અથડામણ : બે જૂથ વચ્ચે છરીઓ ઉડી

 મનપાનો અનોખો પ્રોજેકટ! મોબાઇલથી દૂર રાખવા રમકડાં ગ્રંથાલયનો કરાયો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
રાજકોટ

ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો

Editor By Editor 6 days ago
રાજકોટ સહિતની અદાલતમાં જજોની જગ્યા ખાલી, ફાઇલોના થપ્પા લાગ્યા
માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
પત્નીની હત્યા અને સાસુ પર જીવલેણ હુમલો: 8 વર્ષ જૂના કેસમાં આરોપીને આજીવન કેદ
2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?