પડધરી તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ પીપળીયાનું હાર્ટએટેકથી મોત
મધરાત્રે છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ હોસ્પિટલ પહોંચતા બેભાન થઈ ગયા
અગ્ર ગુજરાત, રાજકોટ
પડધરી તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય કલ્પેશભાઈ પીપળીયાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. મધરાત્રે છાતીમાં દુ:ખાવો ઉપડતા મિત્રને ફોન કરી જાણ કરી હતી. જોકે તેઓને હોસ્પિટલ ખસેડતા બેભાન થઈ ગયા હતા અને દમ તોડી દીધો હતો. બનાવના પગલે સામાજિક – રાજકીય આગેવાનો દોડી ગયા હતા. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, કલ્પેશભાઈ છગનભાઇ પીપળીયા (ઉંમર વર્ષ 44, રહે. ખોડલધામ સોસાયટી, મેંગો માર્કેટ પાસે, કુવાડવા હાઇવે રોડ, રાજકોટ) આજે રાત્રે 3.15 વાગ્યાં આસપાસ છાતીમાં દુ:ખાવો થતા તત્કાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડતા બેભાન થઈ ગયા હતા અને ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરાયા હતા.
તેમના મોટાભાઈ ભરતભાઈએ જણાવ્યું કે, કલ્પેશભાઈને રાત્રે છાતીમાં દુ:ખાવો ઉપડતા સ્કંદ હોસ્પિટલમાં ખસેડાયા હતા કલ્પેશભાઈ એ ખુદે પોતાના મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે તેમને છાતીમાં દુખે છે મજા નથી દવાખાને જવું છે .
જેથી મિત્ર સહિતના પાડોશીઓ કલ્પેશભાઈ ને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કલ્પેશભાઈ ને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે પોતે બે ભાઈમાં નાના હતા. તાજેતરમાં પડધરી તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેઓ થોરીયાળી ખોડાપીપર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયા હતા. અગાઉ તેઓ રાજકોટમાં વોર્ડ નંબર ચારના કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાર્યરત હતા. તેમના અવસાન ના સમાચાર જાણીને સામાજિક રાજકીય આગેવાનો દોડી ગયા હતા. બનાવથી ઘેરો શોક છવાયો હતો.


