બેડી, આણંદપર-સોખડાની નવી નગર યોજનાને રૂડાની લીલીઝંડી
તરઘડીથી બાઘીગામના રોડ માટે રૂ.૬.૮૪ કરોડના કામને મંજૂરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૬ના રોજ ૧૮૨મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં મુદાઓને બહાલી આપવામાં આવી. જેમાં સત્તામંડળ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૩૯/૧(બેડી) અને સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૪૦/૧આણંદપર (નવાગામ)-સોખડાની નક્કી થયેલ હદમાં સુધારો કરવા મંજૂરી આપી છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ (૧) હેઠળ સત્તામંડળની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૪૦/૨ આણંદપર(નવાગામ)-સોખડાબનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે પણ મંજૂરી આપવામાં આવી છે.
તરઘડી ગામ થી બાઘીગામના રોડની બાકી રહેતી આશરે ૨.૫૦ કી.મી. લંબાઈમાં અંદાજીત રૂ.૬.૮૪ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવેલ.
આ બેઠકમાં ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, જીલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઇ પીપળીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીના પ્રતિનિધિ તરીકે આઈ.એસ.આહીર, રૂડાના સી.ઈ.એ. જી.વી.મિયાણી, કલેક્ટરના પ્રતિનિધિ તરીકે એ.એસ.ઝાંપડા, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે આર.ડી.પરમાર તથા RMCના સીટી એન્જી. કે.કે.મહેતા હાજર રહેલ હતા.


