By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    2 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ

Editor
Last updated: 2026/07/03 at 4:25 PM
12 minutes ago
Share
RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ
SHARE

RTOની પોલ ખૂલી : AI ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૫૭.૨૬ ટકા નાપાસ

નોર્મલ ટ્રેકમાં પાસીંગનો રેસીયો ૫૦ થી ૬૦ ટકા, AI આવતા લાઇસન્સ લેનાર અરજદારની યોગ્યતાની બરાબરની ચકાસણીમાં ચોંકાવનારા પરિણામો

સૌથી વધારે કાર ચાલકો સિગ્નલ અને પેરેરલ પાર્કિંગમાં થતા નાપાસ : પાસ થવાનો રેશિયો ઘટયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત રાજયભરની આરટીઓ કચેરીમાં હાલમાં એઆઇ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી રહી છે. જેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યાં છે. જેમાં ૭૭ ટકા ઉમેદવારો નાપાસ થઇ રહ્યાં છે. લોકોની ડ્રાઇવિંગ ક્ષમતાની તંત્રની મીઠી નજરની પોલ એઆઇએ ખોલી નાંખી છે.

રાજકોટ સહિત રાજ્યના 26 RTOમાં AI ટ્રેક શરૂ કરાયા છે. પરંતુ આ મશીનરી સામે માણસ લાચાર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નોર્મલ ટ્રેકમાં ફોર વ્હીલર વાહનોમાં ટેસ્ટ ટ્રેક પર પાસીંગ રેશિયો 50થી 60 ટકા હતો. AI ટ્રેક શરૂ થતા તેમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં ફોર વ્હીલર ટેસ્ટ આપતા અરજદારોમાં માત્ર 15થી 20 ટકા અરજદારો જ પાસ થઈ રહ્યા છે. ટુ-વ્હીલર અરજદારોમાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે. અધિકારીઓની ટીમે આપેલી માહિતી અનુસાર સૌથી વધુ ફોર વ્હીલર ચાલકો સિગ્નલ અને પેરેરલ પાર્કિંગમાં ફેલ થતા જોવા મળ્યા હતા.

આ ટેસ્ટ માટે 130 સેકન્ડ હોય છે. જેમાં મોટા ભાગના અરજદારો ફેલ થઈ રહ્યા છે. સાથે સાથે કેટલાક અરજદારો સિગ્નલ અંગે જાગૃત ન હોવાથી અને સૂચનાઓનું પાલન ન કરવાના અભાવે નાપાસ થતા હોવાનું સામે આવ્યું છે. સિગ્નલ રેડ હોવા છતાં ફોર વ્હીલર ચાલકો ટેસ્ટ માટે આગળ વધે છે, અંતમાં પરિણામ ફેલ આવે છે.

રાજ્યના 26 RTO/ARTO ખાતે 1 મેથી 28 જૂન 2026 દરમિયાન લેવાયેલા AI આધારિત ટેસ્ટના પરિણામોએ ચોંકાવનારી તસવીર રજૂ કરી છે. કુલ 76,161 ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટમાં હાજર રહ્યા હતા, જેમાંથી 43,611 ઉમેદવારો પાસ થયા જ્યારે 32,550 ઉમેદવારો નિષ્ફળ રહ્યા. આમ કુલ પાસ ટકાવારી 57.26 ટકા અને નિષ્ફળતા 42.73 ટકા નોંધાઈ છે. ખાસ કરીને LMV (ફોર વ્હીલર) ટેસ્ટમાં પરિણામ અત્યંત નબળું રહ્યું છે. ફોર વ્હીલરની પરીક્ષામાં 32,729 ઉમેદવારોમાંથી માત્ર 7,588 ઉમેદવારો પાસ થયા છે, એટલે કે પાસ ટકાવારી માત્ર 23.18 ટકા રહી છે, જ્યારે 25,141 ઉમેદવારો (76.81%) નિષ્ફળ રહ્યા છે.

બીજી તરફ ટુ-વ્હીલર ટેસ્ટમાં 43,432 ઉમેદવારોમાંથી 36,023 ઉમેદવારો પાસ થયા છે અને 82.94 ટકાની ઊંચી સફળતા નોંધાઈ છે, જ્યારે માત્ર 7,409 ઉમેદવારો (17.05%) નિષ્ફળ રહ્યા છે. રાજ્ય સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયામાં પારદર્શિતા અને માનવીય હસ્તક્ષેપ ઘટાડવા માટે AI આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અમલમાં મૂક્યા છે, જેમાં સેન્સર અને કેમેરાની મદદથી ઉમેદવારની કામગીરીનું સ્વયંસંચાલિત મૂલ્યાંકન કરવામાં આવે છે. આ આંકડાઓ દર્શાવે છે કે AI સિસ્ટમમાં ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ વધુ કઠિન બન્યો છે અને નિયમોના સંપૂર્ણ પાલન કરનારા ઉમેદવારોને જ સફળતા મળી રહી છે.

ડિસ્પ્લેની સૂચનાને અવગણતા ફેઇલ

નવા ટ્રેકના ફેલ થવાના કેટલાક કારણો પણ સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને સિગ્નલ ગ્રીન થયા બાદ આગળ વધવાનું હોય છે છતાં રેડ સિગ્નલ ટેસ્ટ માટે અરજદારો આગળ વધે છે. સાથે ઢાળ ચઢતા વાહન પરત આવે ત્યારે ફેલ થાય છે. સાથે મોટા ભાગના અંતિમ પેરેરલ પાર્કિંગમાં પ્રોપર પાર્ક કરી શકતા નથી અને સમય વધુ નીકળે છે જેથી ફેલ થઈ રહ્યા છે. સાથે આપેલ ડિસ્પ્લેની સૂચનાને અવગણવાથી ફેલ થઈ રહ્યા છે.

નિયમથી અજાણ હોવાથી નાપાસ

આ ટેસ્ટ ટ્રેક પર ફેલ થવાના મુખ્ય કારણોમાં અરજદારો ખાસ કરીને ટ્રાફિક રૂલ્સની અવેરનેસ હોવી ખુબજ જરૂરી હોય છે. સાથે વ્હીકલ પ્રોપર આવડવું જરૂરી છે, આ ટ્રેક માટે વીડિયોગ્રાફી જોઈ સમજીને ટેસ્ટ આપવો ખૂબ જરૂરી છે. તેને સમજ્યા કે જોયા વગર ટેસ્ટ આપનાર અરજદારો પેરેરલ પાર્કિંગ કે રિવર્સમાં ફેલ થતા હોય છે.

You Might Also Like

RTO દ્વારા GJ-03-QD સીરિઝના ગોલ્ડન-સિલ્વર ફેન્સી નંબરોનું ૮ જુલાઈથી પુનઃ ઇ-ઓક્શન

અકસ્માત કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી કોર્ટ

ધોરણ-૧૨ની છાત્રા પર જૂનાગઢના નરાધમે દુષ્કર્મ આચરી બળજબરીથી કરાવી નાખ્યો ગર્ભપાત!

રાજકોટ ચક્કર મારી પરત ઘરે જતાં યુવાનનું ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં મોત

 ટ્રેનમાં ગુમ થયેલો સામાન RPFએ શોધી ૨૭ મુસાફરોને સુરક્ષિત પરત કર્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર
રાજકોટ

સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર

Editor By Editor 2 hours ago
પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
વિદ્યાર્થીઓને બેવડો માર! પાઠય પુસ્તકની સાથે શાળામાં વિષય નિષ્ણાંતોની પણ ઘટ
રાજુલાના વડ ગામે વાડી વિસ્તારમાં સિંહણે મહિલા પર કર્યો હુમલો
દરિયાઇ પ્રવાસન સ્થળોના વિકાસથી ગુજરાતના અર્થતંત્રને વેગ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?