મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
કોઈ માની આંખના અશ્રુ એ અમૃત છે, સાધુના અશ્રુ પણ અમૃત છે
જીવન દોર તો સીધો જ છે પણ આપણે એમા કેટકેટલી ગ્રંથીઓ (ગાંઠ) બાંધીએ છીએ!
પામર અને પરમનો ભેદ ન રાખે એ બ્રહ્મ છે
ઉત્તરાખંડના હરિદ્વારની પરમ પાવન તીર્થભૂમિ પર અમૃત સ્વરૂપા-અમૃતમયી ભગવતી મા ગંગાના વાયુમંડળના પ્રવાહિત થતી રામકથા ‘માનસ અમૃતમગમય’ના ચોથા દિવસે ગઈકાલે પ્રિય બાપુએ કથાના પ્રેમ સંવાદમાં કહ્યું હતું કે, આપણે આ કથા માટે ભૂમિકારૂપ જે પંક્તિઓ પસંદ કરી છે એમાં ત્રણ વાણીની વાત છે. તુલસીદાસજી આ ચોપાઈઓની બે-ત્રણ પંક્તિઓમાં જ ત્રણ પ્રકારની વાણીની ચર્ચા કરે છ. જોકે આપણા શાસ્ત્રોમાં તો વાણીના ઘણા પ્રકાર ગણાવ્યા છે. પણ અહીં ત્રણ વાણી છે (૧) નભવાણી-આકાશવાણી (૨) સાધુવાણી અને (3) બ્રહ્મવાણી-રામવાણી. તલગાજરડાની દ્રષ્ટીઅ નભવાણી એ સત્ય છે, સાધુવાણી એટલે પ્રેમ અને બ્રહ્મ-રામવાણી એ કરૂણા છે. આમ તુલસીજી વાણીની ત્રિવેણી વહાવે છે. આ વાણી અમૃત છે. દેવવાણી, દાનવવાણી, બૃહસ્પતિવાણી, આદિ જગદગુરૂ શંકરાચાર્યજીની વાણી, આચાર્યવાણી વગેરે અમૃત છે. મા કૌશલ્યા માનસની સાધુ છે. મા અમૃત છે, માનું વાત્સલ્ય અમૃત છે. કોઈપણ મા પોતાના બાળકના લાલન પાલન, વાત્સલ્યમાં, પરિવારની સેવામાં, માની આંખના આંસુ એ અમૃત છે.
સ્વામી રામસુખદાસજી એમના પૂર્ણ અશ્રિતોની ચિંતામાં, એમને યાદ કરતા જ એમની આંખોમાં આંસુ આવી જતા એ અમૃત છે. કોઈપણ દ્રઢાશ્રયી-કૃષ્ણપ્રેમી-ભજનાનંદીની આંખના અશ્રુ એ અમૃત છે. ખેડૂતના પરિશ્રમનો પરસેવો કે વરસાદની રાહમાં એની આંખમાં આવતા અશ્રુ એ પણ અમૃત છે. ઋગ્વેદ અને માનસમાં જળને અમૃત કહ્યું છે. શાસ્ત્રો એ ચાર આશ્રમોની વાત કરી છે એ ચાર આશ્રમ શાસ્ત્રીય આશ્રમ છે અને સાઘ્વીય આશ્રમ છે. કોઈએ મને પૂછ્યું હતું કે, બાપુ આપનો આશ્રમ ક્યો? જવાબ: મારો આશ્રમ કેવળ, આશ્રય. જરૂર ગૃહસ્થ છીએ એટલે ગૃહસ્થાશ્રમ પણ ખરો આશ્રમ નો કેવળ, કેવળ, કેવળ આશ્રય…. સાધુનો શબ્દ અમૃત છે, સાધુનો સ્પર્શ, સાધુનું આંતરીક-બાહ્ય રૂપ-સ્વરૂપ એ અમૃત છે, સાધુની રસરૂપી વાણી અને સાધુની સુગંધ એ અમૃત છે.
H2o એટલે પાણી પણ અમૃતનું કોઈ સુત્ર હોય તો આપો! ભક્ત, સંત, વૈષ્ણવજન, દાસ આ બધા શબ્દ સાધુના પર્યાય છે. આપણે એવા સાધુની શોધમાં છીએ કે જે અમૃતરૂપ નહીં પણ અમૃતકૂપ છે, અમૃતકુંભ પણ નહીં સાધુ તો અમૃતકૂપ છે. મને ને તમને કોઈ એવો સાધુ મળી જાય તો આપણું જીવન પણ બ્રહ્મમય બને. સાધુ એ છે જે દરેકમાં બ્રહ્મને જોવે. પામર અને પરમનો ભેદ નીકળી જાય એ બ્રહ્મ. આપણું તો કેવું છે કે આપણો હેતુ સિઘ્ધ થાય તો એ પરમ અને હેતુ નિષ્ફળ જાય તો પારમ! આપણા હેતુ શુદ્ધ નથી. જ્યારે નિરંતર સર્વના- લોક કલ્યાણમાં જેનું ચિત્ત હોય છે એ સાધુ. સાધુનો મહિમા તો ભગવાન રામ પણ નથી કહી શક્યા.
છાંદોગ્ય ઉપનિષદના એક શ્લોકમાં સાધુ સંહિતા છે આ શ્લોકમાં સાધુવંદના છે. સબબિધી સાધુતાના લક્ષણો આ શ્લોકમાં છે.
કો સમસ્તય ખલુ સામ્ના ઉપાસન
સાધુ યદ ખલુ સાધુ તસૌમત્યા…
છાંદોગ્ય ઉપનિષદ-વેદમાં પણ સાધુ-સાધુતાનો મહિમા ગવાયો છે. આ શ્લોકમાં નમ્રતા એ સાધુનું ચરમ શિખર છે. આપણી દરેક ઈન્દ્રીયોના આહાર હોય છે પણ એ આહાર માંસાહાર થઈ ગયા છે. આપણું શરીર, હાથ, નાક, કાન, જીભ, આંખ, મુખ આ પાંચેય ઈન્દ્રીયોના આહાર શુદ્ધ હોવા જોઈએ. કોઈને કઠોર વચન કહીએ છીએ ત્યારે જીભ-મુખનો આહાર ‘નોનવેજ’ થઈ જાય છે જેનું અંત: કરણ શુદ્ધ હોય તે હંમેશ સ્મરણમય જ રહે છે.
ગાય-ગૌમાતા પણ અમૃત છે. ગાયનું દૂધ અમૃત છે પંચગવ્ય એ અમૃત છે. ગાયની પૂજા તો કરીએ પણ ગાયને પ્રેમ આપો. પ્રિયતા પણ જરૂરી છે. આપને વિનંતી કરૂ કે ગાયોનું જતન કરો. ગૌ માતા અમૃતમયી છે.
કથા રત્નો
૧) ઈશ્વર સર્વત્ર-સર્વ સમર્થ છે એ ઉરમાં રહી શકે અને ઉદરમાં પણ રહી શકે છે
૨) વેદ અને વેદના જ્યાં ત્યાં ન રખાય! યોગ્ય સ્થાને જ રખાય-કહેવાય
3) ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું રે…. મેલવું અંતરનું અભિમાન હોજી……-ગંગાસતિ
૪) H2o એટલે પાણી, પણ અમૃતનું કોઈ સૂત્ર નથી!
૫) ભારતીય ઋષિઓ-મુનિઓ-સંતો-ભક્તોનું ચિતંન એટલું ઉદર્વ છે કે દુનિયાના લોકો ઉપર જોઈ-જોઈને એ લોકોની ગરદન (ડોક) દુખવા લાગે છે-ઓશો


