આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન
જીનીયસ સ્કૂલ, એક્સપ્રેસ ઈન્ડિયા એલિવેટર કંપની અને ડીસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા યોજાઈ હતી ટૂર્નામેન્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
જીનીયસ સ્કૂલ, એક્સપ્રેસ ઈન્ડિયા એલિવેટર કંપની અને ડીસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટ દ્વારા આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટ “જીનીયસ સ્કૂલ, એક્સપ્રેસ ઈન્ડિયા એલિવેટર કંપની કપ” ફૂટબોલ ટુર્નામેન્ટ 2026 નું સાનદાર સમાપન તારીખ 28.6.2026 ના રેલ્વે લોકો કોલોની ના ફૂટબોલ ગ્રાઉંડ ખાતે કરવામાં આવેલ.
આ ટુર્નામેન્ટ માં અંડર 14 માં 6 ટીમો એ ભાગ લીધેલ તેમાં ડીએલએસએસ જય ઇન્ટર નેશનલ સ્કૂલ, વાયસીસી, એસએનકે સ્કૂલ, નિર્મલા સ્કૂલ, માસ્ટર એફસી અને જીનીયસ સ્કૂલ. આ કેટેગરી માં ફાઇનલ મેચ માં ડીએલએસએસ જય ઇન્ટર નેશનલ સ્કૂલ ની ટીમે વાયસીસી ની ટિમ ને 1-0 થી પરાજય આપી ચેમ્પિયનશિપ મેળવેલ.
અંડર 17 માં પણ 6 ટીમો એ ભાગ લીધેલ નિર્મલા સ્કૂલ, વાયસીસી, એસએનકે ‘એ’, માસ્ટર એફસી એસએનકે ’બી’ અને ક્રાઇસ્ટ સ્કૂલ. આ કેટેગરી માં ફાઇનલ મેચ માં નિર્મલા સ્કૂલ ની ટીમે વાયસીસી ની ટિમ ને 3-1 થી પરાજય આપી ચેમ્પિયનશિપ મેળવેલ.
સીનિયર ગર્લ્સ ની કેટેગરી માં એફસી રાજકોટ, માસ્ટર એફસી, ક્રાઇસ્ટ સ્કૂલ, નિર્મલા સ્કૂલ, બૉલ બસ્ટર (મહિલા કોલેજ) ની ટીમો એ ભાગ લીધેલ. આ કેટેગરી માં ફાઇનલ મેચ માં માસ્ટર એફસી ની ટીમે એફસી રાજકોટ ની ટિમ ને 4-0 થી પરાજય આપી ચેમ્પિયનશિપ મેળવેલ.
જીનીયસ સ્કૂલના ડી. વી. મહેતા અને એક્સપ્રેસ ઈન્ડિયા એલિવેટર કંપની ઉસ્માનભાઈ બેલીમ નો જોરદાર સહયોગ મળી રહ્યો છે. ગ્રાઉંડ માટે અમિત સિયાળીયા, ભરત સિયાળીયા, એચ. પી. સિંગ, વાયસીસી ક્લબ નો પણ આભાર માનવમાં આવેલ. ત્રણે કેટેગરી માં સિલેક્ટર તરીકે મનદીપસિહ બારડ અને આશિષ ગુરુંગ દ્વારા સેવા આપવામાં આવેલ. રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બી. કે. જાડેજા, સેક્રેટરી રોહિત બુંદેલા, જીવનસિંહ બારડ, અમૃતલાલ બૌરાસી, દિપક યશવંતે, કિર્તિ દવે, જગદીપ વ્યાશ સહિત ના એસોસિએશન ના સભ્યોએ પણ આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા ભરપૂર પ્રયાશ કરેલ.


