By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    3 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    4 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોલીટેક્નિક સંસ્થાઓમાં સ્ટાફની અછતથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પોલીટેક્નિક સંસ્થાઓમાં સ્ટાફની અછતથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો

Editor
Last updated: 2026/07/06 at 5:07 PM
14 minutes ago
Share
પોલીટેક્નિક સંસ્થાઓમાં સ્ટાફની અછતથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો
SHARE

પોલીટેક્નિક સંસ્થાઓમાં સ્ટાફની અછતથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો

31 સંસ્થાનમાં કાયમી આચાર્ય જ નથી: પડતર સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે મંડળની રજૂઆત

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોનો અંત લાવવા માટેની માંગ ઉઠી છે. પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા ટેકનિકલ શિક્ષણ કચેરીને પત્ર લખી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે રજૂઆત કરી છે. તેમજ અટવાયેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ કરવા અને તમામ સરકારી પોલિટેકનિકમાં નિયમિત આચાર્યની નિમણૂક કરવા પણ માંગ કરવામાં આવી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા હજુ સુધી અમુક પ્રશ્નોનોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી વહેલી તકે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા ફરી એક વખત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ડિપ્લોમા પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ અને રોજગાર ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ DRDO, ISRO સહિતની વિવિધ સંસ્થાઓમાં મહત્વની સેવાઓ આપી રહ્યા છે.

છતાં ટેકનિકલ શિક્ષણનો પાયો મજબૂત બનાવતા અધ્યાપકોના અનેક પ્રશ્નો વર્ષોથી ઉકેલાયા નથી. જેથી ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ માટે જરૂરી માનવબળ, બઢતી અને ભરતી જેવી બાબતોમાં વિલંબ થવાને કારણે શિક્ષણ વ્યવસ્થા પર સીધી અસર થતી હોવાની પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યની 32 સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાંથી માત્ર એક જ સંસ્થામાં નિયમિત આચાર્ય કાર્યરત છે, જ્યારે બાકીની સંસ્થાઓમાં ઇન્ચાર્જ વ્યવસ્થા હેઠળ જ કામગીરી ચાલી રહી છે.

આચાર્ય, વિભાગ વડા તથા વ્યાખ્યાતાની ખાલી જગ્યાઓના કારણે શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર ભાર વધી રહ્યો છે. વર્ગ 1 અને વર્ગ 2ની તમામ ખાલી જગ્યાઓ નિયમિત ભરતી દ્વારા ભરવા અને વર્ગ 2ની લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ પર તાત્કાલિક નિમણૂક કરવાની તેમજ GPSC દ્વારા ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ નવી સ્ટ્રીમ અને વધતા વિદ્યાર્થીઓના પ્રવેશને ધ્યાનમાં રાખીને વધારાની મંજૂર જગ્યાઓ ઉભી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. વર્ષોથી અટવાયેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ કરવા, ઉચ્ચ પદો પર સમયસર પ્રમોશન આપવા, વિવિધ કેડરના શિક્ષકોને મળવાપાત્ર લાભોનો અમલ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ટેકનિકલ શિક્ષણમાં બદલાતી ટેકનોલોજીને અનુરૂપ નવી લેબોરેટરી, આધુનિક સાધનો અને પૂરતી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ બધા પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સમક્ષ વારંવાર રજૂ કરવામાં આવી છે. તેમ છતાં મોટાભાગના મુદ્દાઓ આજે પણ પડતર છે જેનું સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવવામાં આવ્યું નથી. રાજ્યમાં કુશળ ટેકનિકલ માનવબળ તૈયાર કરવા માટે સરકારી પોલિટેકનિક સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વની છે અને તે માટે શિક્ષકોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવવા માટે માગ કરવામાં આવી છે.

You Might Also Like

રાજકોટમાં મધરાતે મેઘરાજા વરસ્યા, બે કલાકમાં ૧ ઈંચ

જન્માષ્ટમી લોકમેળાને આકર્ષક શીર્ષક આપવા નગરજનો પાસે નામ મંગાવતું તંત્ર

શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીનો ઉપાડો, સપ્તાહમાં જ ૧૭૪૧ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયું

પોપટપરામાં હાઈ વોલ્ટેજ થી AC, ફ્રીજ, પંખા બળીને ખાખ

આજી-૨ ડેમના બે દરવાજા ખોલાયા, ભાદર-૨ જળાશય છલકાવાની તૈયારીમાં: તંત્ર એલર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 બેડી, આણંદપર-સોખડાની નવી નગર યોજનાને રૂડાની લીલીઝંડી
રાજકોટ

 બેડી, આણંદપર-સોખડાની નવી નગર યોજનાને રૂડાની લીલીઝંડી

Editor By Editor 3 days ago
રાજયમાં બે IAS સહિત એક સાથે 3૫૭ અધિકારી-કર્મચારીઓ નિવૃત
જન્માષ્ટમી લોકમેળાને આકર્ષક શીર્ષક આપવા નગરજનો પાસે નામ મંગાવતું તંત્ર
‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત મોરબીમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નશામુક્તિનો સંદેશ
ઉનાના કાજરડીમાં સાત માસથી ગુમ આધેડના હાડપીંજર મોટાબાપાની વાડીના કૂવામાંથી મળ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?