સૌરાષ્ટ્ર ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ‘e-Aushadhi પોર્ટલ’ પર સેમિનાર યોજાયો
ઉદ્યોગના બદલાતા નિયમો અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આયુર્વેદિક દવાઓ ઉત્પાદન કરતા ઉત્પાદકો માટે ઓનલાઇન લાયસન્સિંગ અને પ્રક્રિયાઓને સરળ બનાવવાના હેતુથી ‘e-Aushadhi પોર્ટલ’ પર એક વિશેષ શૈક્ષણિક સેમિનારનું ભવ્ય આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી અગ્રણી આયુર્વેદિક દવા ઉત્પાદકો આ સેમિનારમાં ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
આ તાલીમ કાર્યક્રમ આયુર્વેદિક ઔષધોના ઉત્પાદકો માટે અત્યંત ઉપયોગી અને . બદલાતા નિયમો, ગુણવત્તાના ધોરણો, GMP પાલન, દસ્તાવેજીકરણ તથા નિયમનકારી બાબતો અંગે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયું છે.
આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ અને પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ ઉપસ્થિત તમામ સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં આયુર્વેદ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ અને ડિજિટલ ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. આયુર્વેદ વિભાગ દ્વારા ઉદ્યોગોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે આવા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તે ખરેખર પ્રશંસનીય છે. આ કાર્યક્રમના માધ્યમથી ઉદ્યોગોને નવી જાણકારી મળશે, નિયમોનું વધુ સારી રીતે પાલન કરવામાં સરળતા રહેશે અને ગુણવત્તાયુક્ત આયુર્વેદિક ઔષધોના ઉત્પાદનને વધુ પ્રોત્સાહન મળશે.
સૌરાષ્ટ્ર વિસ્તાર આજે એલોપેથી, આયુર્વેદ, હર્બલ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, API અને કોસ્મેટિક્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આપણા ઉત્પાદકો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ગુણવત્તાસભર ઉત્પાદનો દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. આવા તાલીમ કાર્યક્રમો ઉદ્યોગના સતત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
સેમિનારમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ગાંધીનગર FDCA ના જોઇન્ટ કમિશનર ડૉ. કે. જે. ભટ્ટ, આનંદ મહેતા અને પ્રિયંકા બહેન શાહ ખૂબ જ સરળ ભાષામાં e-Aushadhi પોર્ટલના વપરાશ અંગે ટ્રેનિંગ આપી હતી.
આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ ગૌતમભાઈ મહેતા, સેક્રેટરી વિરેન્દ્રભાઈ કોઠારી સાથે રાજેશ ભાઈ મહેતા દેવેશભાઈ મહેતા તેમજ સંસ્થાની કોર કમિટીના સભ્યો ચંદ્રેસભાઈ માવાણી, નિતિનભાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દલરાણિયા, કૌશલભાઈ ધુલેશિયા અને વિશાલભાઈ પારેખે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


