By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 day ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

Editor
Last updated: 2026/07/10 at 4:35 PM
15 minutes ago
Share
ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ
??????????????
SHARE

શિક્ષણના મંદિરમાં કલંકિત ઘટના, શિક્ષણજગત શર્મસાર

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

આચાર્યની લેખિત ફરિયાદથી શિક્ષણ વિભાગમાં ખળભળાટ;  વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ અને બચેલી રોકડ કબજે કરી પંચરોજ કામ તૈયાર, તાલુકા શિક્ષણાધિકારીને સોંપાયો અહેવાલ : 13 જુલાઈએ જીલ્લા શિક્ષણાધિકારી રૂબરૂ સુનાવણી હાથ ધરશે

અગ્ર ગુજરાત, ઉના

ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં સામે આવેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને ઝંઝોડીને રાખ્યું છે.જ્યાં બાળકોના ઘડતર, સંસ્કાર ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થવું જોઈએ તેવા શિક્ષણના પવિત્ર મંદિરમાં જ એક શિક્ષક દ્વારા ધોરણ-7ના સગીર વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવતો હોવાની ગંભીર ફરીયાદ સામે આવતા શિક્ષણ વિભાગ સહિત સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. શાળાના આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણાધિકારીને વિગતવાર લેખિત ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલો હવે સત્તાવાર તપાસના તબક્કે પહોંચ્યો છે.

ફરિયાદ મુજબ, શાળામાં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામી સામે લાંબા સમયથી દારૂ પીવાની આદત હોવાના તેમજ કથિત રીતે નશા ની હાલતમાં શાળાએ હાજર રહી વિદ્યાર્થીઓને ભણાવવા ના આક્ષેપો થતા રહ્યા છે. આ અંગે અગાઉ પણ અનેક વખત તાલુકા શિક્ષણાધિકારી સમક્ષલેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આખરે વધુ ગંભીર ઘટના પ્રકાશમાંઆવીહોવાનું આચાર્યે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે.

આચાર્યના જણાવ્યા મુજબ ગત 20 જૂનના રોજ તેમને વિશ્વસનીય માહિતી મળી હતી કે ધોરણ-7 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષકે ₹500 આપીને ગામમાંથી દારૂ લેવા મોકલ્યો હતો. માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણેસ્વીકાર્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે કે તે અગાઉ પણ અનેક વખત આ જ શિક્ષક માટે ગામમાંથી દારૂ લાવી ચૂક્યો છે. શિક્ષક પૈસા આપતા હોવાથી તે દારૂ લાવતો હોવાનું પણ વિદ્યાર્થીએ જણાવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શાળાના આચાર્યે અન્ય શિક્ષકોની હાજરીમાં તાત્કાલિક પંચરોજકામ તૈયાર કરાવ્યું હતું. વિદ્યાર્થી પાસેથી મળેલી દારૂની બોટલ તેમજ શિક્ષકે આપેલા ₹500માંથી બચેલા ₹230 કબજે કરી સીલબંધ કરવામાં આવ્યા હતા અને સમગ્ર પુરાવા શાળાના કબાટમાં સુરક્ષિત રાખવા માં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ સમગ્ર ઘટનાનો અહેવાલ તાલુકા શિક્ષણાધિકારીને મોકલી કડક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. સમાજમાં શિક્ષકને આદર્શઅનેવિદ્યાર્થી ઓના જીવન ઘડતરના માર્ગદર્શક તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ફરિયાદમાં કરાયેલા એહવાલ સામે પગલા લેવાય તો તે માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરશે. હવે સૌની નજર તાલુકા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાનારી તપાસ તથા સંભવિત કાર્યવાહી પર ટકેલી છે.

અગાઉ પણ થઈ હતી લેખિત રજૂઆત, છતાં કાર્યવાહી કેમ નહીં?

ખાપટ પ્રાથમિક શાળાના આચાર્યે પોતાની ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સંબંધિત શિક્ષક સામે અગાઉ પણ નશાની હાલતમાં શાળાએ આવવા સહિતના ગંભીર આક્ષેપો સાથે અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને 4 માર્ચની ફરિયાદ બાદ પણ જો સમયસર વિભાગીય તપાસ અને કાર્યવાહી થઈ હોત તો સગીર વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવવાની કથિત ઘટના સુધી મામલો પહોંચ્યો ન હોત તેવી ચર્ચા ઉઠી રહી છે. હવે પ્રશ્ન એ છે કે અગાઉની ફરિયાદો પર શું કાર્યવાહી થઈ હતી અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા શું રહેશે?

હવે સૌની નજર શિક્ષણ વિભાગના નિર્ણય પર

આચાર્યની લેખિત ફરિયાદ, પંચરોજકામ, દારૂની બોટલ અને બચેલી રોકડ સહિતના પુરાવા તાલુકા શિક્ષણાધિકારીને એહવાલ કર્યાબાદખુદ શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેર હવે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી સંબંધિત જવાબદારો સામે કડક વિભાગીય કાર્યવાહી કરવા આચાર્ય ને પોલીસ ફરીયાદ કરવા સુચના આપતા આચાર્ય દ્વારા પોલીસ મા અરજી આપી હતી સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. જો આવી ધટના શિક્ષણ કાર્યમા બનતી હોય તો આ ઘટના સમગ્ર રાજ્યના શિક્ષણતંત્ર માટે ચેતવણીરૂપ બની શકે છે.

ભાવા ની દુકાને થી દારૂ લાવી ને સાહેબ ને આપતો…વિધાર્થી

પત્રકાર ની ટીમ સવારે ખાપટ શાળા એ પોહચી ત્યારે શિક્ષક હરેશભાઈ ગૌસ્વામી પ્રાર્થના માં બેસી ભક્તિમય વાતાવરણ માં જોવા મળ્યા હતા બાદ માં ધોરણ 7 ના વિધાર્થી ને બોલાવી પૂછતા વિધાર્થી એ જણાવેલ કે સાહેબ મારી પાસે થી દારૂ મંગાવતા અને હું ગામ માં ભાવા ની દુકાને થી લાવી ને આપતો અને સાહેબ શાળા માં દારૂ પીતા એવું આચાર્ય ની સમક્ષ વિધાર્થી એ કબુલાત કરી હતી.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

ઝીરાનું પીઠુ ગણાતા ઊંઝામાં કેમિકલ કલરની મીલાવટની વરિયાળી ઝડપાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગોંડલના ઉમવાડા ચોકડી નજીક વિદેશી દારૂની ૨૫૪૧૬ બોટલ ભરેલુ કચ્છનું કન્ટેનર ઝડપાયું
ગોંડલ

 ગોંડલના ઉમવાડા ચોકડી નજીક વિદેશી દારૂની ૨૫૪૧૬ બોટલ ભરેલુ કચ્છનું કન્ટેનર ઝડપાયું

Editor By Editor 6 days ago
 થૂકના સાંધા : રામનાથ મહાદેવને સ્વચ્છ રાખવા બેરિયર લગાવાયા
અમરનાથમાં પાંચમા જ દિવસે હિમલિંગ અંતર્ધ્યાન
વેરાવળના ડામોર ગામમાં મગરના બચ્ચાઓ રસ્તા પર આવી ચડતા ભય
રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ જુલાઈએ યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?