પેપર લીકની ઘટના વિદ્યાર્થીઓના સપના સાથે અન્યાય : કોંગ્રેસ
રાજકોટ કોંગ્રેસ દ્વારા કોલેજ કેમ્પસમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજાયો : કેન્દ્ર અને રાજય સરકારની નીતિઓ પર આકરા પ્રહાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભાઈ ભંડેરી દ્વારા કોલેજ કેમ્પસ ખાતે “છાત્રો કી ગુંજ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન યુથ કોંગ્રેસના પ્રભારી ચંદ્રકલા નાગોરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંવાદ કરી હાલ દેશની શિક્ષણ વ્યવસ્થા તથા યુવાનો સામે ઊભા થયેલા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી. આ પ્રસંગે જણાવાયું હતું કે છેલ્લા કેટલાક સમયથી વારંવાર પેપર લીક જેવી ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. વર્ષો સુધી મહેનત કરનાર વિદ્યાર્થીઓ અને યુવાનોને અન્યાયનો સામનો કરવો પડે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
આ પ્રસંગે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દીપ ભંડેરીએ જણાવ્યું હતું કે, “દેશના યુવાનો માત્ર રોજગાર જ નહીં પરંતુ પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલીના પણ હકદાર છે. પેપર લીક જેવી ઘટનાઓ વિદ્યાર્થીઓના સપનાઓ સાથેનો અન્યાય છે. યુથ કોંગ્રેસ વિદ્યાર્થીઓના હક્ક માટે સતત સંઘર્ષ કરતી રહેશે.”
રાજકોટ શહેર જિલ્લા યુથ કોંગ્રેસે સ્પષ્ટ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિત સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી અને શિક્ષણ વ્યવસ્થાને પારદર્શક, વિશ્વસનીય તથા વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે યુથ કોંગ્રેસ સતત લડત ચાલુ રાખશે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન યુથ કોંગ્રેસના પ્રભારી ચંદ્રકલા નાગોરી,ગુજરાત પ્રદેશ શક્તિ સુપર શીના ચેરપર્સન વૈશાલી શીંદે,રાજકોટ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળા, રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દીપ ભંડેરી, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, રાજકોટ શહેર શક્તિ સુપર શી ના પ્રમુખ હિરલબા રાઠોડ, ડો.રુક્મુદિન માથકિયા,અક્ષાંશ ગોસ્વામી,ડૉ.સોહિલ ઝરીયા, જલ્પેશ ભાઇ વાઘેલા, ફેનિલ વોરા,યજ્ઞેશ દવે,નરેન્દ્ર પટેલ,કિશનભાઇ,ધવલ ભાઈ, તેમજ યુથ કોંગ્રેસ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


