અષાઢી બીજનું શુકન! બજારમાં તેજી દેખાઇ
આજે અષાઢી બીજ છે અને આ તહેવારને હિંદુઓમાં પવિત્ર માનવામાં આવે છે. આજના દિવસે લોકો મુર્હુત જોયા વગર જ શુભ કાર્યો કરતા હોય છે, વાહન, મકાન, પ્રસંગ સહિતની કાર્યો થતાં હોય છે. વહાન, મકાન, પ્રસંગ સહિતની કાર્યો થતાં હોય છે. ત્યારે રાજકોટમાં બાઇક, ફોર વ્હીલ, મકાન, ઇલેકટ્રીક ઉપકરણો સહિતની વસ્તુઓ ખરીદવા શો-રૂમ, દુકાનો બહાર લોકોની ભીડ ઉમટી પડી હતી. રાજકોટમાં હજારો બાઇક અને ૧૦૦થી વધારે ફોર વ્હીલની લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી. જયારે સોની બજારમાં પણ આજના દિવસે ઘરાકી જોવા મળી હતી. વર્તમાન સમયમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં અષાઢી બીજના પવિત્ર દિવસે શુકનવંતી ખરીદી કરવા લોકો સોની બજારમાં ઉમટી પડયા હતા. ઉપરાંત ટીવી, ફ્રીઝ, એસી, વોશીંગ મશીન સહિતની ઇલેકટ્રીક વસ્તુઓના શો-રૂમમાં પણ ગ્રાહકો ખરીદી કરવા પહોંચ્યા હતાં. તેમજ કેટલાક લોકો દ્વારા આજે નવા મકાનની ખરીદી કરી હતી અને કેટલાક પરીવારોએ મકાન ખરીદી કર્યા બાદ આજે તેમાં મંગલ પ્રવેશનો પ્રસંગ કર્યા હતા. આજનો દિવસ બજાર અને ગ્રાહકો માટે શુકનવંતો રહ્યો હતો.


