By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    1 day ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૈતન્ય ટેક્નો સ્કૂલ ખાતે ઇન્વેસ્ટિચર સેરેમની અને ‘મિશન હરિતોદય’ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચૈતન્ય ટેક્નો સ્કૂલ ખાતે ઇન્વેસ્ટિચર સેરેમની અને ‘મિશન હરિતોદય’ યોજાયો

Editor
Last updated: 2026/07/20 at 4:20 PM
1 day ago
Share
ચૈતન્ય ટેક્નો સ્કૂલ ખાતે ઇન્વેસ્ટિચર સેરેમની અને ‘મિશન હરિતોદય’ યોજાયો
SHARE

ચૈતન્ય ટેક્નો સ્કૂલ ખાતે ઇન્વેસ્ટિચર સેરેમની અને ‘મિશન હરિતોદય’ યોજાયો

વિદ્યાર્થીઓને વિવિધ હોદાઓ આપી મહત્વ સમજાવાયું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રી ચૈતન્ય ટેક્નો સ્કૂલ, રાજકોટ ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુથી ઇન્વેસ્ટિચર સેરેમની (પદગ્રહણ સમારોહ) તેમજ ‘મિશન હરિતોદય’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને સ્વાગતવિધિથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટિચર સેરેમની અંતર્ગત શાળાના પસંદગી પામેલા વિદ્યાર્થીઓને હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, સ્પોર્ટ્સ કેપ્ટન સહિતના વિવિધ નેતૃત્વના હોદ્દાઓ માટે સત્તાવાર બેજ અને સેશ અર્પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળાની શિસ્ત જાળવવા, જવાબદારીપૂર્વક ફરજ નિભાવવાની તથા અન્ય વિદ્યાર્થીઓ માટે આદર્શ બનવાના શપથ લીધા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, નેતૃત્વ કોઈ પદ નથી પરંતુ જવાબદારી છે. આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના દેશના સશક્ત નાગરિક અને નેતાઓ બનવાના છે. શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત, સેવાભાવ અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા, માતા-પિતા અને શિક્ષકોનું સન્માન કરવા તેમજ જીવનમાં સતત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમના બીજા તબક્કામાં શાળાના ‘સ્માર્ટ લિવિંગ પ્રોગ્રામ’ અંતર્ગત આયોજિત ‘મિશન હરિતોદય’ અભિયાન હેઠળ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન, વૃક્ષારોપણ, પાણીના સંરક્ષણ અને સ્વચ્છતા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ અંગે સમજાવવામાં આવી અને તેમને પોતાના જીવનમાં વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રકૃતિનું સંરક્ષણ એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. આજે વાવવામાં આવેલું એક વૃક્ષ આવનારી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણ અને સ્વસ્થ જીવનની અમૂલ્ય ભેટ આપી શકે છે.

પ્રિન્સિપાલ કોકિલા મુરલી તથા ડીન મુરલી કૃષ્ણ મૂર્તિના માર્ગદર્શન હેઠળ, શિક્ષકગણ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ કાર્યક્રમના સફળ આયોજન માટે ઉત્સાહભેર કામગીરી કરી હતી. સૌના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બન્યો હતો. શાળા પરિવાર દ્વારા મુખ્ય અતિથિનું સન્માન કરી સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તળાજામાં વૈદિક દિનચર્યા કથાથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન
ગુજરાત

તળાજામાં વૈદિક દિનચર્યા કથાથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન

Editor By Editor 1 day ago
 મામલતદાર કચેરીમાં આવકના દાખલા, અન્ય પ્રમાણપત્રો માટે અરજદારોને ધક્કા
લાખાપાદર માં  જળસંચયનો હુંકાર: ગીરગંગા દ્વારા જાગૃતિ બેઠક યોજાઇ
રાજકોટ લોકસંસદ વિચાર મંચ દ્વારા આવતીકાલે ધરણા કાર્યક્રમ યોજાશે
 RTOના AI ટ્રેક પર ૨૧માંથી ૧૨ ચાલકો નાપાસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?