આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રેસ્ટ હેલ્થ અને કેન્સર અવેરનેસ કાર્યક્રમ
રાજકોટ: આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ–રાજકોટ તથા ગુંજન પાર્ક ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં બ્રેસ્ટ હેલ્થ અને કેન્સર અંગે જાગૃતિ લાવવાના હેતુથી “બ્રેસ્ટ
હેલ્થ અને કેન્સર અવેરનેસ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 22 જુલાઈ, 2026, બુધવારના રોજ સવારે 9:30 કલાકે ગુંજન પાર્ક સોસાયટી, કોમન પ્લોટ, રાજકોટ ખાતે યોજાશે.
કાર્યક્રમમાં રાજકોટ સ્થિત કન્સલ્ટન્ટ બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડૉ. અશ્વિની જસાણી મોદી દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ, સમયસર નિદાન, નિયમિત તપાસ અને સારવાર અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. ભાવના કક્કડ દ્વારા નેચરોપથી, યોગ, યોગ્ય આહાર અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો તથા કેન્સરની સારવાર દરમિયાન અને ત્યારબાદ આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા માટે વિઠ્ઠલભાઈ વાઘસિયા દ્વારા સતત મહેનત અને સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ ગુંજન પાર્ક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સ્પૃહાબેન પટેલ દ્વારા વધુમાં વધુ બહેનો આ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમમાં જોડાય અને તેનો લાભ લે તે માટે અપીલ કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં બ્રેસ્ટ હેલ્થ અંગે જાગૃતિ વધારવાનો, કેન્સરના લક્ષણોને સમયસર ઓળખવાનો અને વહેલી તકે તબીબી સલાહ તથા સારવાર લેવાની સમજણ આપવાનો છે. સાથે જ કુદરતી જીવનશૈલી, યોગ્ય આહાર, યોગ અને નેચરોપથી દ્વારા સ્વાસ્થ્ય જાળવવામાં કેવી રીતે મદદ મળી શકે તે અંગે પણ માહિતી આપવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્ય ટ્રસ્ટ અને ગુંજન પાર્ક ના આયોજકો દ્વારા રાજકોટની તમામ બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરોગ્ય જાગૃતિનો લાભ લેવા આર્યા ટ્રસ્ટ ના પ્રમુખ ભાવના કક્કડ દ્વારા અપીલ કરવામાં આવી છે.


