રઘુવંશી લોહાણા સમાજની દીકરી શ્વેતાબેન ચંદારાણાએ AIBE પરીક્ષા પાસ કરી
લોહાણા સમાજ માટે ગૌરવની ક્ષણ : વકિલની પદવી મેળવી
અગ્ર ગુજરાત, રાજકોટ
રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી ચંદારાણા પરિવારના વહુ અને પોબારુ પરિવારના દીકરી શ્વેતાબેન હાર્દિકકુમાર ચંદારાણા (પોબારુ શ્વેતા નરેન્દ્રકુમાર) એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE-XXI) ની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી લીધી છે. આ ભવ્ય સિદ્ધિ સાથે જ તેમણે કાયદેસર રીતે વકીલ તરીકેની ગૌરવપૂર્ણ પદવી પ્રાપ્ત કરીને સમગ્ર રઘુવંશી સમાજનું નામ રોશન કર્યું છે.
એક દીકરી અને વહુ તરીકે ઘર-પરિવારની તમામ સામાજિક જવાબદારીઓ ખૂબ જ સુંદર રીતે નિભાવવાની સાથે શ્વેતાબેને કાયદાના ક્ષેત્રમાં જે ઝળહળતી સફળતા મેળવી છે, તે સમાજની અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણારૂપ છે. પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ અને વડીલોના ઓથથી મેળવેલી આ સિદ્ધિ બદલ પોબારુ પરિવાર અને ચંદારાણા પરિવાર સહિત સમગ્ર લોહાણા સમાજમાં આનંદની હેલી વ્યાપી ગઈ છે.
શ્વેતાબેનની આ અથાક મહેનત અને સિદ્ધિ બદલ રઘુવંશી જ્ઞાતિના અગ્રણીઓ, સ્નેહીજનો અને મિત્ર વર્તુળ તરફથી તેમના પર શુભેચ્છાઓનો અવિરત વરસાદ થઈ રહ્યો છે અને તેઓ કાયદાના માધ્યમથી સમાજ અને દેશની ઉત્કૃષ્ટ સેવા કરે તેવી મંગલ કામનાઓ પાઠવવામાં આવી રહી છે.


