MSMEs માટે નેશનલ પેન્શન સિસ્ટમ પર વર્કશોપ યોજાયો
PFRDA દ્વારા PwC ઇન્ડિયા અને લઘુ ઊદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ
અગ્ર ગુજરાત, રાજકોટ
માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) માટે નાણાકીય સુરક્ષા અને નિવૃત્તિ માટેની તૈયારીને પ્રોત્સાહિત કરવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ PwC ઇન્ડિયા અને લઘુ ઊદ્યોગ ભારતી સાથે મળીને 15 જુલાઈ 2026ના રોજ આર. પી .જે.હોટેલ, રાજકોટ ખાતે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) પર વર્કશોપ યોજાઈ ગયો.
આ કાર્યક્રમ ભારત સરકાર ના PFRDAના અધિકારી ઈસ્માઈલ સલામ, ડેપ્યુટી જનરલ મેનેજર, PFRDA, ભારત સરકાર તથા અભિષેક ધિમન, આસિસ્ટન્ટ મેનેજર, PFRDA, ભારત સરકાર ખાસ દિલ્હી થી ઉપસ્થિત રહેલ. તેમજ ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ ભરતી ના સચિવ શ્રી હંસરાજ ગજેરા, જયભાઈ માવાણી, લઘુ ઉદ્યોગ ભરતી સૌરાષ્ટ્ર સંભાગ ના મહામંત્રીશ્રી જયભાઈ માવાની તેમ જ વિવિધ ઔદ્યોગિક એસોસિએશન ના હોદ્દદારો તેમ જ ઉદ્યોગકારો આ પોતા ની ઉપસ્થિતિ થી કાર્યક્રમને દીપાવ્યો. વર્કશોપમાં વિવિધ ક્ષેત્રોના 90 થી વધુ ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગ નિષ્ણાતો અને પોઇન્ટ્સ ઓફ પ્રેઝન્સ (PoPs) માંથી SBI પેન્શન ફંડ્સ, ઇન્ડિયન બેંક, કેનરા બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
હંસરાજ ગજેરાએ વક્તાઓ અને ભાગ લેનારાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને કાર્યક્રમને સકારાત્મક અને ઉત્સાહપૂર્ણ માહોલ સર્જયો. તેમણે MSMEs/કોર્પોરેટ્સ અને વ્યક્તિગત સ્તરે નાણાકીય આયોજનના મહત્વ પર ભાર મૂક્યો.
ઈસ્માઈલ સલામ,એ હાજર લોકોને સંબોધિત કરતાં MSMEs અને તેના કર્મચારીઓ માટે NPS વિષે જાગૃત્તિ લાવવા અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય તે અંગે માર્ગદર્શન પૂરૂં પાડવા માં આવ્યું. શ્રી અભિષેક ધિમન, એ વિસ્તૃતમાં NPSની વિશેષતાઓ, પોર્ટેબલ અને કર-કાર્યક્ષમ નિવૃત્તિ બચત સાધન તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે અનૌપચારિક કાર્યબળમાં પેન્શન કવરેજ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી સામાજિક સુરક્ષા મજબૂત બને અને ગુજરાતમાં કાર્યબળનું
ટકાઉપણું વધે. સત્રમાં SBI પેન્શન ફંડ્સના વિપુલ વઢૈયા, મેનેજર, દ્વારા NPS ખાતાના પ્રકારો, નોંધણી
પ્રક્રિયા અને યુઝર અનુભવ અંગે પ્રાયોગિક માહિતી આપવામાં આવી. વર્કશોપ અંતે પ્રશ્નોત્તરી અને પ્રતિસાદ સત્ર યોજાયું, ત્યારબાદ આભારવિધિ અને રાત્રિભોજન સાથે નેટવર્કિંગ નું આયોજન થયું.


