By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    38 minutes ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 day ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    2 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉનાના દેલવાડા ગામના મહિલા સરપંચને હોદા પરથી દૂર કરાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉનાના દેલવાડા ગામના મહિલા સરપંચને હોદા પરથી દૂર કરાયા

Editor
Last updated: 2026/07/23 at 3:39 PM
21 minutes ago
Share
ઉનાના દેલવાડા ગામના મહિલા સરપંચને હોદા પરથી દૂર કરાયા
Oplus_16908288
SHARE

ઉનાના દેલવાડા ગામના મહિલા સરપંચને હોદા પરથી દૂર કરાયા

જિલ્લા વિકાસ અધિકારીના દસ્તાવેજી હુકમ બાદ દેલવાડાનું રાજકારણ ચર્ચાના કેન્દ્રમાં

બે અલગ ફરિયાદો, જિલ્લા કક્ષાની તપાસ અને પંચાયત વહીવટની જવાબદારી અંગે મહત્વના પ્રશ્નો ઉભા થયા

 

અગ્ર ગુજરાત, ઉના

ઉના ના દેલવાડા ગ્રામ પંચાયતના સરપંચ સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલો હુકમ હવે માત્ર એક વહીવટી કાર્યવાહી પૂરતો રહ્યો નથી આહુકમે સ્થાનિક રાજકારણ,પંચાયતના વહીવટ, નાણાકીય જવાબદારી અને સત્તાધારી પક્ષની આંતરિક સ્થિતિ અંગે નવી ચર્ચા શરૂ કરી છે.ખાસ કરીને સમગ્ર કેસની કાર્યવાહી જોતા સ્પષ્ટ થાય છે કે આ પ્રકરણનો આધાર રાજકીય ભાષણો નહીં પરંતુ લેખિત ફરિયાદો, સરકારી તપાસ, દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય પ્રક્રિયા પર રહ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર (IAS) દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ – 57(1) હેઠળ આપવામાં આવેલા હુકમમાં હાલના સરપંચ પૂજાબેન વિજયભાઈ બાંભણીયાને પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સાથેજ પંચાયત ને થયેલા આર્થિક નુકસાન અંગે રૂ.8,05,333ની જવાબદારી હાલના સરપંચ પર અને રૂ.3,96,000ની જવાબદારી તત્કાલીન સરપંચ વિજયભાઈ લાખાભાઈ બાંભણીયા પર નિશ્ચિત કરવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણનું સૌથી મહત્વનું પાસું એ છે કે ફરિયાદો કોઈ વિરોધ પક્ષના નેતાઓએ નહીં પરંતુ સત્તાધારી પક્ષસાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીના હુકમ મુજબ હિરેનભાઈવીરાભાઈ બાંભણીયાની અરજી ના 22 મુદ્દા તથા રાહુલભાઈ લાખાભાઈ બાંભણીયાની અરજીના 9મુદ્દાઓનેઆધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારબાદ જિલ્લા કક્ષાએ અધિકારીઓની સંયુક્ત તપાસ સમિતિ રચાઈ અને બે તબક્કામાંદેલવાડાખાતેરેકોર્ડચકાસણી,નિવેદનો અને દસ્તાવેજોના આધારે વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો.

રાજકીય રીતે જોવામાં આવે તો આ કેસની વિશેષતા એ પણછે કે ફરિયાદ કરનારાઓ અને કાર્યવાહીનો સામનો કરનારાઓ એક જ રાજકીય વર્તુળ સાથે જોડાયેલા છે. સ્થાનિક સ્તરે લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી કે એક જ પરિવારના બે રાજકીય પ્રવાહો વચ્ચે મતભેદો વધી રહ્યા છે.જોકે જિલ્લા વિકાસ અધિકારીના હુકમ માં આવા રાજકીય મતભેદો અંગે કોઈ ટિપ્પણી કે નિષ્કર્ષ આપવામાં આવ્યો નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે દસ્તાવેજી ફરિયાદોથી શરૂ થયેલી પ્રક્રિયા અંતે કાનૂની અને વહીવટી નિર્ણય સુધી પહોંચી છે.

આ કેસમાં ભાજપના તાલુકા પ્રમુખ તથા દેલવાડા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે હિરેનભાઈ બાંભણીયાએ પણ મુદ્દાસર રજૂઆતો કરી હતી. તેમના દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓની પણ જિલ્લા કક્ષાની તપાસમાં ચકાસણી કરવામાં આવી હતી. બીજી તરફ મહિલા સરપંચ ના દેર અને તત્કાલીન સરપંચ વિજય બાંભણિયા ના સંગા નાના ભાઈ રાહુલભાઈબાંભણીયા ની રજૂઆતના મુદ્દાઓનું પણ અલગથી પરીક્ષણ કરવા માં આવ્યું હતું. એટલે આ સમગ્ર કાર્યવાહી માત્ર એક અરજીના આધારે નહીં પરંતુ બે અલગ રજૂઆતોના સંયુક્ત મૂલ્યાંકનના આધારે આગળ વધી હતી.

જિલ્લા કક્ષાની તપાસ દરમિયાન પંચાયતના રોજમેળ, વાઉચર, બિલો, બેંક વ્યવહારો, સ્વભંડોળના હિસાબ અને અન્ય દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. તપાસ અહેવાલમાં અનેક ખર્ચ માટે ગ્રામ પંચાયતના ઠરાવો ઉપલબ્ધ ન હોવાનું,કેટલાક ખર્ચ માટે આધારરૂપ દસ્તાવેજો નહોવાનુંઅનેનિયમસર પ્રક્રિયા વિના ખર્ચ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તપાસનો સૌથી મહત્વપૂર્ણ ભાગપંચાયતનીજવાબદારી અંગેનો છે.અહેવાલમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતની રોજિંદી વહીવટી કામગીરી તલાટીકમ-મંત્રીની હોય છે, પરંતુ પંચાયત અધિનિયમ મુજબ તેની દેખરેખ, નાણાકીય વ્યવસ્થાપન અને ઠરાવોના અમલ ની અંતિમ જવાબદારી સરપંચની રહે છે. એટલે માત્ર રેકોર્ડ તૈયાર કરનાર કર્મચારી નહીં પરંતુચૂંટાયેલાસરપંચ પણ કાયદાકીય જવાબદારીમાંથી મુક્ત રહીશકતાનથી.

જોકે તપાસમાં તત્કાલીન તલાટી કમ-મંત્રી દ્વારા ગંભીર વહીવટી ભૂલો થયાનું પણ નોંધાયુંછે.પરંતુતેમના અવસાનને કારણે તેમની સામે વિભાગીય કાર્યવાહી શક્ય ન હોવાનું હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેમ છતાં તપાસ સમિતિએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે વહીવટી અને નાણાકીય ગેરરીતિ માટે તત્કાલીન તલાટી અને સરપંચ બંનેની સંયુક્ત જવાબદારી બને છે.આ ચુકાદો પંચાયતી રાજ માટે પણ મહત્વનો સંદેશ આપે છે. ગ્રામ પંચાયતના સ્વભંડોળનો ઉપયોગ માત્ર વિકાસ કાર્યો માટે નહીં પરંતુ સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા અને કાયદાકીય પ્રક્રિયા સાથે થવો જોઈએ.ઠરાવ વિના ખર્ચ, અધૂરા દસ્તાવેજો,મંજૂરી વિના ચુકવણીઓ અને નાણાકીય શિસ્તના ભંગને હવે માત્ર વહીવટી ખામી તરીકે નહીં પરંતુ જવાબદારીના પ્રશ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.

રાજકીય વિશ્લેષકોના મતે દેલવાડાનો આ કેસ સ્થાનિક રાજકારણમાં એક મહત્વનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. કારણ કે અહીં પ્રથમ વખત એક જ પરિવારના સભ્યો વચ્ચેના મતભેદો સરકારી તપાસ અને જિલ્લા વિકાસ અધિકારીના હુકમ સુધી પહોંચ્યા છે. આથી સ્થાનિક સંગઠન, નેતૃત્વ અને ભવિષ્યના રાજકીય સમીકરણો અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.જોકે, એ પણ નોંધવું જરૂરી છે કે કોઈપણ રાજકીય મતભેદ કે આંતરિક સંઘર્ષ અંગે જિલ્લા વિકાસ અધિકારીના હુકમમાં કોઈ નિષ્કર્ષ આપવામાંઆવ્યોનથી.તેથીઆવા મુદ્દાઓને રાજકીય વિશ્લેષણના સંદર્ભમાં જ જોવાના રહે છે,તથ્ય તરીકે નહીં.આ સમગ્ર પ્રકરણ એક મોટો પાઠ પણ આપે છે.આજના સમયમાં સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં માત્ર રાજકીય પ્રભાવ પૂરતો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે દસ્તાવેજી પારદર્શિતા, કાયદાનું પાલન, નાણાકીય જવાબદારી અને વહીવટી દેખરેખ એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. વર્ષો જૂના ખર્ચ અને નિર્ણયોપણજોનિયમવિરુદ્ધહોવાનુંદસ્તાવેજી તપાસમાં સામે આવે તો તેની કાનૂની જવાબદારી નક્કી થઈ શકે છે.

દેલવાડાનો આ ચુકાદો માત્ર એક ગ્રામ પંચાયતનો કેસ નથી. તે સ્થાનિક રાજકારણ, પંચાયત વહીવટ અને જાહેર નાણાંના ઉપયોગ અંગે એવો સંદેશ આપે છે કે રાજકારણમાં અંતિમ નિર્ણય સૂત્રોચ્ચારથી નહીં, પરંતુ દસ્તાવેજો, કાયદો અને જવાબદારીના આધારે થાય છે. આગામી દિવસોમાં આ કેસમાં અપીલ થાય છે કે નહીં, તેમજ તેની રાજકીય અસર દેલવાડા અને ગીર સોમનાથના સ્થાનિક રાજકારણ પર કેવી પડે છે તેના પર સૌની નજર રહેશે.

You Might Also Like

ઉમરગામમાં 50 કલાકમાં 50 ઇંચ વરસાદ, જનજીવન સંપૂર્ણ ઠપ્પ

વરસાદ ખેંચાતા ધોરાજી-ઉપલેટા પંથકના પશુપાલકો મુશ્કેલીમાં

રાજુલામાં નદીકાંઠા વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે લગાવ્યા ‘ચેતવણી બોર્ડ’

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંડવી ખાતે NSS ‘ઓરિએન્ટેશન પ્રોગ્રામ’ સંપન્ન

વેરાવળ-સોમનાથમાં ઓટોરિક્ષા ચાલકોની RTO દ્વારા થતી કનડગત સામે હડતાળ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોઠારીયા રોડ પર સોફાના કારખાનામાં અગ્નિકાંડ : ધુમાડાના ગૂંગળામણથી પાર્ટનરનું કરુણ મોત
રાજકોટ

કોઠારીયા રોડ પર સોફાના કારખાનામાં અગ્નિકાંડ : ધુમાડાના ગૂંગળામણથી પાર્ટનરનું કરુણ મોત

Editor By Editor 6 days ago
આણંદમાં એન્કાઉન્ટર કરનાર અધિકારીની કામગીરીને બિરદાવતુ રઘુવંશી યુવા શકિત
રાજુલામાં નદીકાંઠા વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે લગાવ્યા ‘ચેતવણી બોર્ડ’
દમણથી પોરબંદર ટ્રકમાં જતો 34 લાખનો દારૂ ઝડપી લેતી ગ્રામ્ય LCB
હથિયાર લે વેચ રેકેટમાં ભાજપના સક્રિય સભ્ય સહિત વધુ બેને ઝડપી લેતુ PCB
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?