પ્રદ્યુમન ઝૂમાં વધુ ત્રણ સિંહબાળાનો જન્મ
સિંહ ધનંજય અને સિંહણ ધરતી ફરી માતા-પિતા બન્યા: એક મહિનામાં બીજી વખત સિંહબાળાઓની કિલકારીઓ ગુંજી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૦૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
એશિયાઇ સિંહ નર “ધનંજય” તથા માદા સિંહણ “ધરતી” સંવનનથી ૧૦૭ દિવસના ગર્ભાવસ્થા ના અંતે સિંહ માદા “ધરતી” દ્વારા રાત્રીના સમયે સિંહ બાળ જીવ ૦૩(ત્રણ)નો જન્મથ થયેલ છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાં નું સીસીટીવી દ્વારા રાઉન્ડત ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. અગાઉ તા.૧૧/૦૬/૨૦૨૬ના રોજ સિંહણ ધારા દ્વારા ત્રણ બચ્ચાંઉઓને જન્મક આ૫વામાં આવેલ. આ બચ્ચાં ઓ પણ હાલ તંદુરસ્તબ છે.
સામાન્યત રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાંચને જન્મા આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સાકમાં એક બચ્ચુંઆ અથવા ચારથી પાંચ બચ્ચાંપઓ જન્મબતા હોય છે.
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ–૦૩નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા ૨૦ થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-૦૪, પુખ્ત માદા-૦૮, પાઠડા નર-૦૨ તથા બચ્ચા-૦૬નો સમાવેશ થાય છે.
રાજકોટ ઝુ ખાતે નવા જન્મેલ સિંહ બાળ સહિત અત્યાર સુધીમાં કુલ ૫૮ (અઠાવન) સિંહબાળનો જન્મ થયેલ છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના ઘણા ઝૂને સિંહ આપી બદલામાં મહત્વના બીજી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવેલ છે. જેમાં મૈસુર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ – પંજાબ, લખનઉ ઝૂ, ભીલાઇ ઝૂ – છતીસગઢ, કાંકરીયા ઝૂ, અમદાવાદ, સક્કરબાગ ઝૂ – જુનાગઢ વિગેરેનો સમાવેશ થાય છે.
હાલ ઝૂ માં જુદી જુદી ૭૦ પ્રજાતિઓનાં કુલ-૬૧૪ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.


