મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, વિકાસ કામોની ભેટ આપશે
R.M.C.ના રૂ.૨૪૭ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું થનારું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાનારા કાર્યક્રમમાં રૂ.૯૪.૪૨ કરોડના ખર્ચે તૈયાર ૧૩ પ્રકલ્પો જનતાને સમર્પિત કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકાર રાજકોટ શહેરને અદ્યતન, સ્વચ્છ, હરિયાળું અને સુવિધાજનક મહાનગર બનાવવાની દિશામાં સતત કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટમાં તા.૦૨ ઓગસ્ટના રોજ રાજકોટ મહાનગરપાલિકાના આશરે રૂ. ૨૪૭.૭૭ કરોડના કુલ ૨૬ જેટલા વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરશે. મહાનગરના નાગરિકોને ઉત્તમ સુવિધા આપવાની નેમ સાથે મુખ્યમંત્રી એક જ દિવસમાં રૂ. ૯૪.૪૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૩ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરશે. આ તકે રૂ.૧૫૩.૩૫ કરોડના ૧૩ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ૧) વોર્ડ નં.૧૧માં અમૃત મિશન ૨.૦ હેઠળ રૂ.૩૪.૪૩ કરોડના ખર્ચે મોટામવા ખાતે પમ્પિંગ હાઉસ સાથે ૩ ML ESR અને ૨૨.૧૭ ML GSR સાથે હેડવર્કસનું ૨) વોર્ડ નં.૯માં અમૃત મિશન ૨.૦ હેઠળ રૂ.૨૬.૩૫ કરોડના ખર્ચે મુંજકા ખાતે પમ્પિંગ હાઉસ સાથે ૩ ML ESR અને ૧૪.૦૦ ML GSR સાથે મુંજકા હેડવર્કસનું ૩) રૈયા રિફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે રૂ.૬.૯૬ કરોડના ખર્ચે કોઠા ૧૫૦ TPDનો મટિરિયલ રિકવરી ફેસીલીટી (MRF) પ્લાન્ટનું નિર્માણ. ૪) વોર્ડ નં.૯માં રૂ.૬.૩૧ કરોડના ખર્ચે મુજકા વિસ્તારમાં આર્ષ વિદ્યામંદિર પાસે નવા બ્રિજનું નિર્માણ. ૫) વોર્ડ નં.૯માં અમૃત મિશન ૨.૦ હેઠળ રૂ.૫.૮૨ કરોડના ખર્ચે મુજકા વિસ્તાર માટે સીવેજ પમ્પીંગ સ્ટેશનનું નિર્માણ. ૬) વોર્ડ નં.૧૧માં રૂ.૩.૯૧ કરોડના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ. ૭) વોર્ડ નં.૧૧માં રૂ.૨.૬૯ કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસનું નિર્માણ. ૮) વોર્ડ નં.૧૬માં રૂ.૨.૫૦ કરોડના ખર્ચે નંદા હોલથી સરદાર પટેલ આરોગ્ય કેન્દ્ર સુધીના ૧૫ મીટર ટી.પી. રોડ પર સી.સી. રોડ સાઈડના પડખામાં પેવીંગ બ્લોક, યુટીલીટી તથા પાઈપ ગટર કામનું નિર્માણ. ૯) વોર્ડ નં.૧૮માં કોઠારીયા ખાતે રૂ.૨.૩૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ. ૧૦) વોર્ડ નં.૧૧માં રૂ.૨.૨૦ કરોડના ખર્ચે અધ્યતન પાર્ટી પ્લોટનું નિર્માણ. ૧૧) વોર્ડ નં.૩માં રૂ.૫૬ લાખના ખર્ચે પોપટપરા વેર હાઉસથી કુગસીયા સર્કલ તથા એચ.સી.જી. હોસ્પીટલ રોડ પર ૦૫ વર્ષના કોમ્પ્રીહેન્સીવ O & M સાથે સેન્ટર LED લાઇટીંગ કામ. ૧૨) વોર્ડ નં.૧૧માં રૂ. ૨૨ લાખના ખર્ચે પરસાણા ચોકથી પ્રાઇડ રીસોર્ટ સુધી કણકોટ તરફ જતા રસ્તા ઉપર ૦૫ વર્ષના કોમ્પ્રીહેન્સીવ O & M સાથે સેન્ટર LED લાઇટીંગ કામ અને ૧૩) વોર્ડ નં. ૧૨માં વાવડી વિસ્તારમાં રૂ.૯.૪૧ લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થયું છે તેનું લોકાર્પણ કરશે.
વોર્ડ નં. ૮માં રૂ. ૬૨.૩૫ કરોડના ખર્ચે કાલાવડ રોડ અને નાનામવા રોડ વચ્ચેનાં બાકી રહેતા વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇનનાં ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાનું તેમજ ડામર રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. વોર્ડ નં.૮માં રૂ. ૨૧.૮૩ કરોડના ખર્ચે રૈયા રોડ, નિર્મલા રોડ, કાલાવાડ રોડ, સહકારનગર રોડ વચ્ચેનાં વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું તેમજ ડામર રોડ રીસ્ટોરેશન કરવાનું કામ. વોર્ડ નં.૧૪માં રૂ.૨૧.૦૭ કરોડના ખર્ચે પારડી રોડ, શેઠ હાઇસ્કુલની સામે નવું ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાટર્સ બનાવવાનું કામ. વોર્ડ નં.૧૪માં રૂ.૨૦.૮૨ કરોડના ખર્ચે પારડી રોડ, શેઠ હાઇસ્કુલની નવો કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ. વોર્ડ નં.૧૦માં રૂ.૫.૬૨ કરોડના ખર્ચે અધતન લાઇબ્રેરી બનાવવાનું કામ. રૂ.૫.૨૪ કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાનાં ત્રણેય ઝોનમાં ચોમાસાની ઋતુ દરમ્યાન જેટ પેચર મશીનથી રસ્તા પરનાં પોટહોલ્સ રીપેરીંગ કરવાનું કામ. વોર્ડ નં.૯માં રૂ.૪.૧૬ કરોડના ખર્ચે પામ યુનિવર્સ પાસે, મુંજકા ડ્રેનેજ પંમ્પીંગ સ્ટેશન પાસે મુંજકા સાઇડ, આર્ષ વિદ્યા મંદિર પાછળની સાઇડ વોંકળામાં રીટેઇનીંગ વોલ બનાવવાનું કામ. વોર્ડ નં.૧૭ માં રૂ.૩.૫૫ કરોડના ખર્ચે પારડી રોડ પર ટી.પી. સ્કીમ નં.૫ (રાજકોટ) એફ.પી. નં.૨૪૨ માં આવેલ રણછોડદાસ કોમ્યુનિટી હોલના પ્રથમ માળમાં રીનોવેશન કરી લાયબ્રેરી બનાવવાનું કામ. વોર્ડ નં.૧૪ માં આવેલ સોરઠીયાવાડી ગાર્ડનનું રૂ.૩.૧૦ કરોડના ખર્ચે નવિનિકરણ કરવાનું કામ. વોર્ડ નં.૧૫ માં રૂ.૨.૧૦ કરોડના ખર્ચે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.૦૧ થી ૦૭ માં આવેલા નાલા બનાવવાનું કામ. વોર્ડ નં.૧૨ માં રૂ.૧.૭૭ કરોડના ખર્ચે ધારા ગેસ ગોડાઉન રોડને ડેવલપ કરવાનું કામ. વોર્ડ નં.૬મા રૂ.૧.૦૯ કરોડના ખર્ચે પાંજરાપોળ, રામનાથ મંદિર તરફ જવાના રસ્તે આજી નદી પર અને પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ પાસે સ્લેબ કલ્વર્ટ કરવાનું કામ. વોર્ડ નં.૬ માં રૂ.૬૨.૭૫ લાખના ખર્ચે SBM 2.૦ અંતર્ગત અલગ અલગ જગ્યાઓએ પબ્લિક ટોયલેટ બનાવવાના કામનું ખાતમુર્હતૂ કરાશે.


