મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ: જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા
મવડીમાં 1349, રતનપરમાં 1254 સહિત શહેર-જિલ્લામાં 15,544 દસ્તાવેજ નોંધાતા રૂ.91.59 કરોડની આવક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં હવે કાલાવડ રોડ કરતા મોરબી રોડ પર જમીનની માગ વધુ છે તે સરકારી તંત્રના આંકડા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. મોરબી રોડ પરની મિલ્કતો માટે ગત જુલાઈ માસમાં અંદાજે 32 કરોડના 1936 દસ્તાવેજ નોંધાયા હતા અને સરકારને રૂ.8 કરોડથી વધુની જંત્રીની આવક થઈ છે.
મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરીમાં જુલાઈમાં નોંધાયેલા દસ્તાવેજ નોંધણીના અધિકૃત આંકડા જાહેર કરાયા છે. આ પત્રક અનુસાર સમગ્ર જિલ્લા અને શહેરમાં મળીને કુલ 15,544 દસ્તાવેજ નોંધાયા છે, જેનાથી સરકારને નોંધણી ફી પેટે ₹13,66,18,825 અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે ₹77,93,07,638 મળીને કુલ ₹91.59 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
રાજકોટનો મવડી વિસ્તાર બીજા ક્રમે રહ્યો હતો, જ્યાં જુલાઈ માસમાં 1349 દસ્તાવેજ નોંધાયા છે અને જેનાથી કુલ 9.46 કરોડની આવક સરકારી તિજોરીમાં જમા થઇ છે, જૂન માસમાં 1289 દસ્તાવેજ નોંધાયા હતા. ત્રીજા ક્રમે રતનપર વિસ્તારમાં સૌથી વધુ જમીન મકાનની લે-વેચ થતા 1254 દસ્તાવેજની નોંધણી થતા સરકારી તિજોરીમાં 9.39 કરોડની રકમ જમા થઇ છે.જ્યારે જૂન મહિનામાં 1176 દસ્તાવેજ થયા હતા. ચોથા ક્રમે રૈયા વિસ્તારમાં 1115 દસ્તાવેજ થતા 7.29 કરોડની આવક, પાંચમા ક્રમે રાજકોટ 1માં 1016 દસ્તાવેજ સાથે 5.90 કરોડની આવક, છઠા ક્રમે મોટા મવામાં 937 દસ્તાવેજ સાથે 9.34 કરોડની આવક થવા પામી છે.
શહેર બહારના તાલુકાઓ અને રૂરલ વિસ્તારોમાં પણ ઔદ્યોગિક તેમજ જમીનના વ્યવહારોને કારણે મોટો આંકડો નોંધાયો છે. ગોંડલ અને લોધિકા તાલુકાઓ કમાણીમાં સૌથી આગળ રહ્યા છે.ગોંડલમાં 1498 દસ્તાવેજની નોંધણી થવાથી 6.15 કરોડ, લોધિકામાં 1089 દસ્તાવેજ થવાથી 9.21 કરોડ, રાજકોટ ગ્રામ્યમાં 1032 દસ્તાવેજ થવાથી ₹5.41 કરોડ, જેતપુરમાં 798 દસ્તાવેજથી 3.23 કરોડ, કોટડાસાંગાણીમાં 644 દસ્તાવેજની 3.92 કરોડ, જેતપુરમાં 798 દસ્તાવેજ થવાથી 3.23 કરોડ, કોટડાસાંગાણીમાં 644 દસ્તાવેજ થવાથી 3.92 કરોડ, ઉપલેટામાં 501 દસ્તાવેજ થવાથી 1.91 કરોડ, જસદણમાં 499 દસ્તાવેજ થવાથી 2.06 કરોડ, ધોરાજીમાં 368 દસ્તાવેથી 1.28 કરોડ, પડધરીમાં 283 દસ્તાવેજથી 1.80 કરોડ, જામકંડોરણામાં 125 દસ્તાવેજ થવાથી 17.78 લાખ, વીંછિયામાં 119 દસ્તાવેજ થવાથી 25.39 લાખની આવક સરકારી તિજોરીમાં જમા થઇ છે. રાજકોટ જિલ્લાના તાલુકા મથકો અને રૂરલ કચેરીમાં મળીને કુલ 7937 દસ્તાવેજ નોંધાયા છે, જેનાથી ₹40,78,31,926 ની આવક પ્રાપ્ત થઈ છે.


